Gold Rate Today: બે દિવસમાં સોનું થયું સસ્તું, ભાવમાં રૂ.900નો ભારે ઘટાડો

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Gold Rate Today: મુંબઈ ઝવેરી બજારમાં આજ   સોના-ચાંદીના ભાવ નરમ હતા. વિશ્વ બજારના સમાચાર પીછેહટ બતાવી રહ્યા હતા. વિશ્વ બજાર ઘટતાં તથા ઘરઆગણે કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો ઉંચકાતાં દેશમાં આયાત થતી  કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ ઘટયાના૪ નિર્દેશો હતા તથા તેના પગલે ઝવેરી બજારમાં ઘટતા ભાવોએ વેચનારા વધુ તથા લેનારા ઓછા રહ્યા હતા.

અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ વધુ રૂ.૪૦૦ ઘટીા ૯૯૫ના રૂ.૯૫૩૦૦ તથા ૯૯૯ના રૂ.૯૫૬૦૦ રહ્યા હતા.  જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦ ઘટી રૂ.૯૫૦૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ  ૩૨૧૯ ડોલર રહ્યાના સમાચાર હતા. વૈશ્વિક ચાંદીના ભાવ ૩૨.૨૮ ડોલર રહ્યા હતા. કોપરના ભાવ આજે વિશ્વ બજારમાં ૧.૩૬ ટકાતૂટયા હતા.

- Advertisement -

દરમિયાન, ઘાના દેશમાં પોતાની સોનાની બજારમાં હવે પછી કોઈ વિદેશીઓ વેપાર કરી શકશે નહિં એવો ફતવો બહાર પાડતાં   વૈશ્વિક બુલીયન બજારમાં આ પ્રશ્ને  ખાસ્સી ચર્ચા જાગી હતી.

ભારતમાં માર્ચમાં સોનાની તથા ક્રૂડતેલની આયાત  વધતાં વેપાર ખાધ વધ્યાના   સમાચાર આવ્યા હતા.   વિશ્વ બજારમાં  ક્રૂડતેલના ભાવ બ્રેન્ટના  બેરલના ૬૫.૭૫ વાળા ઘટી ૬૪.૩૦ થઈ વ૬૪.૩૮ ડોલર રહ્યા હતા.

ઈરાનના તેલ પર અમેરિકા અંકુશો મૂકી રહ્યું છે ત્યારે હેવ ઈરાને રશિયા સાથે મિટિંગનો દોર શરૂ કરતાં વિશ્વ બજારમાં અજંપો વધ્યાના સમાચાર આવ્યા હતા.  વિશ્વ બજારમાં યુએસ ક્રૂડના ભાવ ઘટી નીચામાં ૬૦.૯૪ થઈ ૬૧.૦૨ ડોલર રહ્યા હતા.

મુંબઈ બુલીયન બજારમાં જીએસટી વગર સોનાના ભાવ ૯૯૫ના રૂ.૯૨૧૭૨૯ તથા ૯૯૯ના  રૂ.૯૩૧૦૨ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૫૦૩૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ વધી ૯૬૫ થઈ ૯૬૨થી ૯૬૩ ડોલર રહ્યા હતા.

Share This Article