Home Loan Variants: નવું ઘર ખરીદનારાઓ માટે ખાસ ગાઇડ: હોમ લોન લેતા પહેલાં જાણી લો આ ૩ સ્માર્ટ વેરિઅન્ટ, બચશે તમારા લાખો રૂપિયા

Arati Parmar
3 Min Read

Home Loan Variants: આજના સમયમાં પોતાનું ઘર ખરીદવું સામાન્ય લોકો માટે ઘણું મુશ્કેલ બની રહ્યું છે. આનું કારણ પ્રોપર્ટીના વધતા ભાવ છે. આ જ કારણે એવા ઘણા લોકો છે જેઓ બેંકમાંથી હોમ લોન લઈ રહ્યા છે અને પોતાનું ઘર ખરીદી રહ્યા છે. જો તમે પણ આગામી સમયમાં બેંકમાંથી હોમ લોન લેવાનો પ્લાન બનાવી રહ્યા છો તો પહેલા તમારે હોમ લોનના અલગ અલગ વેરિઅન્ટ વિશે જરૂર જાણી લેવું જોઈએ. બેંક અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ ગ્રાહકોને ઘણી બધી લોનના વિકલ્પો આપી રહી છે, જેમાં મોરેટોરિયમ લોન, નો-EMI-ટિલ-પઝેશન સ્કીમ અને બેલૂન પેમેન્ટ લોન સામેલ છે. આજે અમે તમને હોમ લોનના આ જ વેરિઅન્ટ વિશે જણાવવાના છીએ. ચાલો જાણીએ વિગતો.

મોરેટોરિયમ લોન

મોરેટોરિયમ લોનમાં ઉધાર લેનારને એક નિશ્ચિત સમયગાળા સુધી EMI ચૂકવવી પડતી નથી. આ સુવિધા એવા લોકો માટે ઉપયોગી થઈ શકે છે જેઓ થોડા સમય માટે આર્થિક દબાણમાંથી પસાર થઈ રહ્યા હોય. જો કે, આ દરમિયાન વ્યાજ લાગવાનું બંધ થતું નથી. વ્યાજ સતત ઉમેરાતું રહે છે અને પછીથી મૂળ બાકી રકમમાં સામેલ કરી દેવામાં આવે છે. આનું પરિણામ એ આવે છે કે કાં તો લોનનો સમયગાળો વધી જાય છે અથવા ભવિષ્યની EMI વધી જાય છે. કુલ મળીને લોનનો ખર્ચ વધી જાય છે.

- Advertisement -

નો-EMI-ટિલ-પઝેશન સ્કીમ

નો-EMI-ટિલ-પઝેશન સ્કીમ એક હોમ લોન સ્કીમ છે, જે સામાન્ય રીતે અંડર-કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી પર આપવામાં આવે છે. આમાં ઘરનો કબજો ન મળે ત્યાં સુધી ખરીદદારે નિયમિત EMI ચૂકવવી પડતી નથી. ઘણીવાર આ સમયગાળા દરમિયાન બિલ્ડર વ્યાજ અથવા EMI ની ચૂકવણી કરે છે પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે આ ખર્ચ ક્યાંક ને ક્યાંક પ્રોપર્ટીની કિંમતમાં સામેલ હોઈ શકે છે એટલે કે ખરીદદારે પરોક્ષ રીતે આનો ખર્ચ ભોગવવો પડી શકે છે. આ યોજના એવા લોકો માટે આકર્ષક હોઈ શકે છે જેઓ અત્યારે ભાડું પણ આપી રહ્યા છે અને સાથે જ નવું ઘર ખરીદી રહ્યા છે.

બેલૂન પેમેન્ટ લોન

બેલૂન પેમેન્ટ લોનમાં શરૂઆતના વર્ષોમાં EMI ઓછી રાખવામાં આવે છે પરંતુ લોનના અંતિમ તબક્કામાં એક મોટી એકમુકત (લમ્પસમ) ચૂકવણી કરવી પડે છે. આ ઓપ્શન એવા લોકો માટે બેસ્ટ હોઈ શકે છે જેમને ભવિષ્યમાં આવકમાં મોટા વધારાની આશા હોય, જેમ કે કોઈ મોટા બોનસ, બિઝનેસમાંથી નફો, ESOP વેચાણ અથવા અન્ય નાણાકીય લાભની સંભાવના વગેરે.

- Advertisement -

આ પણ વાંચો: UPI Transaction Record May 2026: UPI એ તોડ્યો નવો વર્લ્ડ રેકોર્ડ – મે 2026 માં 21.50 અબજ ટ્રાન્ઝેક્શન, રોજના 69 કરોડ પેમેન્ટ – Newz Cafe

Share This Article