Indias April Manufacturing Surges: એપ્રિલમાં ઉત્પાદન ક્ષેત્રે નોંધપાત્ર તેજી, નિકાસ અને રોજગારમાં પણ વધારો

Arati Parmar
By Arati Parmar 1 Min Read

Indias April Manufacturing Surges: એપ્રિલમાં ભારતના ઉત્પાદન ક્ષેત્રે ઝડપી ગતિએ વૃદ્ધિ નોંધાવી છે. આના કારણે નિકાસ અને રોજગાર ક્ષેત્રે નોંધપાત્ર સુધારો નોંધાયો છે તેમ એક ખાનગી સર્વેમાં જણાવાયું છે. માર્ચ ૨૦૧૧ પછી આંતરરાષ્ટ્રીય ઓર્ડરમાં બીજા ક્રમની સૌથી ઝડપી વૃદ્ધિને કારણે એકંદર વેચાણમાં વધારો થયો હતો.

સર્વેમાં જણાવાયા મુજબ ભારતીય ચીજવસ્તુઓની મજબૂત માંગને કારણે કંપનીઓની કિંમત નિર્ધારણ શક્તિમાં વધારો થયો છે અને વેચાણ શુલ્ક ઓક્ટોબર ૨૦૧૩ પછીના સૌથી વધુ સ્તરે પહોંચી ગયા છે. નોમુરા એશિયાએ જણાવ્યું હતું કે એપ્રિલમાં મોટાભાગના એશિયન દેશોમાં ઉત્પાદન પીએમઆઈમાં ઘટાડો થયો છે.

- Advertisement -

આગામી ચૂંટણીઓને કારણે પ્રવૃત્તિમાં વધારો થતાં ભારત અને ફિલિપાઇન્સ જેવા સ્થાનિક રીતે સંચાલિત અર્થતંત્રો માટે પીએમઆઈ  સ્થિર છે. આ સૂચવે છે કે બાહ્ય આંચકાઓ સામે વૃદ્ધિને ટેકો આપવા માટે સ્થાનિક માંગ મહત્વપૂર્ણ સાબિત થશે. આનાથી ખાસ કરીને નાણાકીય મુદ્દાઓ પર નીતિગત પ્રોત્સાહનોની ગતિ ઝડપી થઈ શકે છે.

નવ મહિનામાં વિસ્તરણનો દર બીજા ક્રમનો સૌથી મજબૂત હતો, માર્ચમાં થોડો વધારો થયો છે તેમ સર્વેમાં જણાવાયું છે. આ વૃદ્ધિનું કારણ મજબૂત સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય માંગને ગણાવાયું છે. જાન્યુઆરી સિવાય, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ની શરૂઆતમાં વિદેશથી નવા વ્યવસાયમાં ૧૪ વર્ષમાં સૌથી વધુ વધારો થયો છે.

Share This Article