IRCTC Train Food: વંદે ભારત સહિત પ્રીમિયમ ટ્રેનોમાં 30% સુધી મુસાફરો ભોજન નથી પસંદ કરતા, IRCTCએ આપી મોટી માહિતી

Arati Parmar
4 Min Read

IRCTC Train Food: ટ્રેનમાં ભોજનનો વિકલ્પ કેમ છોડી રહ્યા છે મુસાફરો? IRCTCએ જણાવ્યું કારણ, ઈ-પેન્ટ્રી મોડેલ પણ શરૂ

IRCTC Train Food: ભારતીય રેલવે (Indian Railways)ની પ્રીમિયમ ટ્રેનોમાં વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat), રાજધાની એક્સપ્રેસ (Rajdhani Express), શતાબ્દી એક્સપ્રેસ (Shatabdi Express) અને દુરંતો એક્સપ્રેસ (Duranto Express)નો સમાવેશ થાય છે. આ ટ્રેનોમાં ટિકિટ બુક કરતી વખતે જ ચા-નાસ્તા અને ભોજન (Meal)ના પૈસા લેવામાં આવે છે. પરંતુ જ્યારે આ ટ્રેનોમાં કેટરિંગ પસંદ ન કરવાનો વિકલ્પ આવ્યો ત્યારથી ભોજન ન પસંદ કરનારા મુસાફરોની સંખ્યા સતત વધી રહી છે. આ વાતનો સ્વીકાર ખુદ IRCTC તરફથી કરવામાં આવ્યો છે.

સંખ્યા વધી રહી છે

રેલવે મંત્રાલયની PSU ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન IRCTCએ ગયા અઠવાડિયે જ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાનું પરિણામ જાહેર કર્યું છે. આ પ્રસંગે અર્નિંગ કોલ દરમિયાન કેટરિંગ સાથે જોડાયેલો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આ પ્રશ્ન પર કંપનીના અધ્યક્ષ તથા મેનેજિંગ ડિરેક્ટર રાહુલ હિમાલયને જણાવ્યું કે IRCTC દ્વારા ટિકિટ બુક કરાવતા રેલ મુસાફરોમાં ભોજન પસંદ ન કરનારા મુસાફરોની સંખ્યા વધી રહી છે. જોકે, લોકો શા માટે ભોજનનો વિકલ્પ પસંદ કરી રહ્યા નથી, તેનું તેમણે કોઈ ચોક્કસ કારણ જણાવ્યું નથી. નોંધનીય છે કે ટ્રેનમાં ભોજનની વ્યવસ્થા કરવાની જવાબદારી IRCTCની જ છે.

- Advertisement -

30% સુધી પેસેન્જર ભોજન પસંદ કરતા નથી

આ કોન કોલ દરમિયાન પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં હિમાલયને જણાવ્યું કે ટ્રેનમાં ઓપ્ટ-આઉટ (ભોજનનું) લગભગ “15% થી 30%” વચ્ચે છે. બાદમાં સુધારો કરતાં તેમણે કહ્યું કે આ 25 થી 30% સુધી હોઈ શકે છે. આ આંકડાને બાદમાં વેરિફાય કરવાની પણ તેમણે વાત કરી. તેમનું કહેવું હતું કે ઓપ્ટ-આઉટ માટે હું જે આકસ્મિક આંકડો આપી રહ્યો છું, આ સંખ્યાની સ્વતંત્ર રીતે તપાસ કરવામાં આવી નથી.

ભોજનની ગુણવત્તા છે કારણ

પહેલા જ્યારે આ ટ્રેનો શરૂ થઈ હતી ત્યારે ભોજનની ગુણવત્તા વધુ સારી રહેતી હતી. ત્યારે ટિકિટ સાથે ભોજન લેવું ફરજિયાત હતું અને તેના ચાર્જ પણ ટિકિટમાં જ જોડાયેલા હતા. પરંતુ આ અંગે ફરિયાદો વધતાં રેલવે બોર્ડે ભોજન પસંદ ન કરવાની સ્વતંત્રતા આપી. કેટલાક મુસાફરોએ તે સમયે ભોજનનો વિકલ્પ ન પસંદ કરવાનું જ વધુ સારું માન્યું. હવે આ ટ્રેન્ડમાં વધારો થઈ રહ્યો છે. પરંતુ IRCTCનું કહેવું છે કે ગુણવત્તા એકમાત્ર કારણ નથી. હવે લોકોને કેટલીક વધુ પસંદગીઓ પણ મળી રહી છે. તેઓ ઓનલાઇન કેટરર્સ પાસેથી પણ ભોજન મંગાવી રહ્યા છે.

- Advertisement -

ફરિયાદ અંગે શું કહ્યું

હિમાલયનનું કહેવું છે કે IRCTC દર વર્ષે આશરે 58 કરોડ મીલ સર્વ કરે છે. એટલે કે દરરોજ આશરે 18 લાખ મીલ. તેમાંથી માત્ર 300થી 500 કેસમાં જ ફરિયાદ મળે છે. એટલે કે ફરિયાદોનો દર આશરે 0.0008% છે. તેમણે કહ્યું કે ઘણી ફરિયાદો ભોજનની ગુણવત્તા અંગે પણ હોતી નથી, પરંતુ વધારાનું પાણી અથવા બેબી ફૂડ જેવી માંગણીઓ અથવા સ્ટાફના વર્તન અંગેની પ્રતિક્રિયા સાથે પણ સંબંધિત હોય છે.

ઓવરચાર્જિંગથી બચવા માટે ઈ-પેન્ટ્રી

તેમણે જણાવ્યું કે મુસાફરોના અનુભવને વધુ સારો બનાવવા માટે નવું ઈ-પેન્ટ્રી મોડેલ આવ્યું છે. તેને 50થી વધુ ટ્રેનોમાં લાગુ કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં તેને આશરે 100 ટ્રેનો સુધી વિસ્તારવામાં આવશે. ઈ-પેન્ટ્રી યોજના હેઠળ મુસાફરો એ જ ટ્રેનમાં હાજર પેન્ટ્રી કોન્ટ્રાક્ટર પાસેથી મોબાઇલ એપ અથવા QR કોડ દ્વારા ભોજન ઓર્ડર કરી શકે છે. આ સિસ્ટમ ઓવરચાર્જિંગથી બચાવવા માટે તૈયાર કરવામાં આવી છે.

- Advertisement -
Share This Article