Lenskart IPO update: લેન્સકાર્ટ IPO બીજા દિવસે 1.5 ગણો સબ્સ્ક્રાઇબ, રોકાણકારોમાં ઉત્સાહ અને GMPમાં 21%નો ઉછાળો

Arati Parmar
2 Min Read

Lenskart IPO update: લેન્સકાર્ટ (Lenskart)ના IPOનો આજે બીજો દિવસ છે અને રોકાણકારોમાં મોટો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પહેલો દિવસ પૂરતા પ્રમાણમાં સબ્સ્ક્રિપ્શન મળ્યા બાદ બીજા દિવસે પણ IPO 1.5 ગણો એટલે કે 146% બુક થયો છે.

NSEના સવારે 11.15ના આંકડા મુજબ કંપનીના 9.98 કરોડ શેર સામે 14.6 કરોડથી વધુ બોલીઓ આવી છે. તેમાં રિટેલ રોકાણકારોએ સૌથી વધુ રસ બતાવ્યો છે — તેમનો રિઝર્વ હિસ્સો 2 ગણો (224%) સબ્સ્ક્રાઇબ થયો છે. ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIB)નો હિસ્સો 1.4 ગણો (142%) સબ્સ્ક્રાઇબ થયો છે, જ્યારે નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (NII)નો હિસ્સો સંપૂર્ણ (102%) ભરાયો છે.

- Advertisement -

લિસ્ટિંગ અને રોકાણ સમયરેખા
લેન્સકાર્ટ સોલ્યુશન્સ IPOમાં ફ્રેશ ઇશ્યુ અને ઓફર-ફોર-સેલ (OFS) બંનેનો સમાવેશ છે. કંપની 2,150 કરોડના નવા શેર અને OFS હેઠળ 12.75 કરોડ શેર વેચીને કુલ 7,278 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે. IPO 31 ઓક્ટોબરે ખુલ્યો હતો અને રોકાણકારો 4 નવેમ્બર સુધી તેમાં રોકાણ કરી શકે છે.

કંપનીએ પ્રાઇસ બૅન્ડ ₹382-₹402 પ્રતિ શેર રાખ્યો છે. રોકાણ માટે ઓછામાં ઓછા 37 શેર માટે બોલી લગાવવી પડશે, જેના માટે ₹14,874નું રોકાણ જરૂરી છે. શેર એલોટમેન્ટ 5 નવેમ્બરે અને લિસ્ટિંગ 10 નવેમ્બરે થવાની શક્યતા છે.

- Advertisement -

GMP (ગ્રે માર્કેટ પ્રીમિયમ)
લેન્સકાર્ટ IPO માટે તાજેતરનું GMP ₹85 છે, જે ઇશ્યુ પ્રાઇસ ₹402થી લગભગ 21.14% વધારે છે. એટલે શેરની લિસ્ટિંગ લગભગ ₹487 પર થવાની સંભાવના છે. IPO ખૂલતા પહેલાં GMP 11.9% હતો, જે હવે 21%થી ઉપર પહોંચી ગયો છે — જે રોકાણકારોમાં કંપની પ્રત્યેનો ઉત્સાહ દર્શાવે છે.

Share This Article