Low Investment Business Ideas: આજે ઘણા એવા લોકો છે, જે એવા બિઝનેસ ઓપ્શન્સની શોધમાં હોય છે. જેમાં ઓછાં ઇન્વેસ્ટમેન્ટની જરૂર હોય અને નફો જલદી અને સ્થિર મળી શકે. આ અંગે ફાઇનાન્શિયલ એડવાઇઝર જાવેદ અખ્તર ખાન જેઓ છેલ્લા 21 વર્ષથી આ સેક્ટરમાં કામ કરી રહ્યા છે, તેમણે આવા બિઝનેસ મોડેલ વિશે જણાવ્યું છે. આ બિઝનેસ મોડેલ્સ દ્વારા ઓછા પૈસાનું રોકાણ કરીને સારો નફો કમાઇ શકે છે. આ બિઝનેસની સૌથી ખાસ વાત એ છે કે તેમાં ઇન્વેસ્ટમેન્ટ ઓછું, રિસ્ક ઓછું અને નફો વધારે રહે છે.
સૌથી પહેલા આવે છે ગારમેન્ટ્સનો બિઝનેસ, જેને ઓછી મૂડીમાં શરૂ કરવો ખૂબ સરળ છે. જાવેદ જણાવે છે કે આ એક એવું ક્ષેત્ર છે, જેમાં ક્યારેય મંદી આવતી નથી. તેના માટે તમારે મોટા સ્ટોકની પણ જરૂર નથી પડતી, કારણ કે માર્કેટમાં ઘણા જથ્થાબંધ વેપારી ક્રેડિટ પર સામાન ઉપલબ્ધ કરાવી દે છે. મોટી રકમ રોક્યા વગર તમે તમારી દુકાન આ બિઝનેસમાં સરળતાથી ચલાવી શકો છો. સારું લોકેશન અને યોગ્ય ટ્રેન્ડની સમજ આ બિઝનેસ માટે સફળતાની ચાવી સમાન છે.
ગ્રોસરી સ્ટોર અને મીઠાઇનો બિઝનેસ :- બીજો કરિયાણાની દુકાન એટલે કે ગ્રોસરી સ્ટોરનો બિઝનેસ, જેને સૌથી સ્થિર અને સુરક્ષિત માનવામાં આવે છે. તેની સૌથી મોટી તાકાત એ છે કે ગ્રાહકોની જરૂરિયાતો દૈનિક હોય છે, તેથી વેચાણ ક્યારેય બંધ થતું નથી. કંપનીઓના સેલ્સમેન સીધા તમારા સ્ટોર પર આવે છે અને માલ પહોંચાડે છે, અને તે પણ સારા ક્રેડિટ પર. આનો અર્થ એ છે કે તમે પહેલા વેચી શકો છો અને પછી ચૂકવણી કરી શકો છો. મર્યાદિત મૂડી ધરાવતા લોકો માટે આ સૌથી અનુકૂળ મોડેલ છે.
ત્રીજો છે મીઠાઈ અને ચા-નાસ્તાનો બિઝનેસ, જે સંપૂર્ણપણે ઉધાર પર ચલાવી શકાય છે. દૂધ, ખાંડ, બ્રેડ અને અન્ય બેઝિક સામગ્રી માર્કેટમાં સરળતાથી ઉધાર પર મળી રહે છે. સવારે ખરીદેલ દૂધને સાંજ સુધીમાં ચા, બ્રેડ-ચોખા, સમોસા અથવા મીઠાઈ બનાવીને વેચવામાં આવે છે, અને તે જ દિવસે ચુકવણી પણ કરી દેવામાં આવે છે. આ મોડેલ નાના શહેરોમાં અત્યંત સફળ છે કારણ કે દરરોજ તાજો ખોરાક અને ડ્રિંક્સની માંગ વધુ રહે છે.
ફાસ્ટ ફૂડનો બિઝનેસ :- ત્યાર બાદ આવે છે ફાસ્ટ ફૂડ બિઝનેસ, જેમાં ઇન્વેસ્ટમેન્ટ ઓછું પરંતુ નફો બંપર હોય છે. જો તમે કોઈ ફિક્સ શાકભાજી વિક્રેતા કે દુકાન પાસેથી નિયમિત સમયે ઉધાર પર સામગ્રી લેશો, તો વધારે મૂડીની જરૂરિયાત વગર તમે ચાઉમિન, રોલ, પકોડા, મોમોઝ વગેરે સરળતાથી વેચીને સારો એવો નફો કમાઇ શકકો છો. ફાસ્ટ ફૂડની ખાસિયત એ છે કે તેમાં કેશ ફ્લો તાત્કાલિક મળે છે અને ગ્રાહકોની સંખ્યા દિવસભર રહે છે. જાવેદ જણાવે છે કે, યોગ્ય પ્લાનિંગ, મહેનત અને ભરોસાપાત્ર સપ્લાયર મળી જાય તો ઓછા ઇન્વેસ્ટમેન્ટ દ્વારા પણ મોટો બિઝનેસ કરી શકાય છે.

