શેરબજારમાં સાપ્તાહિક કારોબારનો તેજી સાથે પ્રારંભ, Sensex 60 હજાર નજીક પહોંચ્યો

newzcafe
1 Min Read

શેરબજાર


શેરબજારમાં સાપ્તાહિક કારોબારનો તેજી સાથે પ્રારંભ, Sensex 60 હજાર નજીક પહોંચ્યો


 શેરબજારની આજની મુવમેન્ટ ઉપરતરફ છે. BSE નો સેન્સેક્સ 26.01 પોઈન્ટ ચઢીને 59,858 પર ખુલવામાં સફળ રહ્યો છે. NSEનો નિફ્ટી 35.75 પોઈન્ટ એટલે કે 0.20 ટકાના વધારા સાથે 17,634 પર ખુલ્યો હતો.


કારોબારી  સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં સારી ખરીદી જોવા મળી રહી છે. લાંબા વિકેન્ડ પછી સોમવારે સેન્સેક્સ અને નિફ્ટી તેજીમાં દેખાઈ રહ્યા છે.વધારાનું મુખ્ય કારણ હકારાત્મક વૈશ્વિક સંકેતો છે. સેન્સેક્સ 59900 અને નિફ્ટી 17600ની પાર કારોબાર કરી રહ્યો છે. માર્કેટની તેજીમાં ઓટો અને રિયલ્ટી શેરો આગળ છે. નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં ટાટા મોટર્સના શેર 7%ના વધારા સાથે મોખરે છે જ્યારે એશિયન પેઇન્ટ્સનો શેર ટોપ લૂઝર છે. શેરબજારની આજની મુવમેન્ટ ઉપરતરફ છે. BSE નો સેન્સેક્સ 26.01 પોઈન્ટ ચઢીને 59,858 પર ખુલવામાં સફળ રહ્યો છે. NSEનો નિફ્ટી 35.75 પોઈન્ટ એટલે કે 0.20 ટકાના વધારા સાથે 17,634 પર ખુલ્યો હતો.

Share This Article