PPF vs KVP: લોકો ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પૈસાની બચત કરે છે. તેના માટે તેઓ અનેક યોજનાઓમાં રોકાણ કરે છે. સાથે જ પોતાના એક્સપર્ટ્સ પાસેથી સલાહ પણ લે છે. આ દરમિયાન તેઓ સરકારી અને પ્રાઇવેટ બંને જગ્યાએ સારી સ્કીમ શોધતા હોય છે. આ દરમિયાન અમે અહીં તમારા માટે બે સરકારી યોજનાઓની તુલનાત્મક માહિતી લઈને આવ્યા છીએ. એક એવી યોજના છે, જેમાં ટેક્સની બચત થાય છે, જ્યારે બીજીની સૌથી ખાસ વાત એ છે કે નિશ્ચિત સમયગાળામાં તે જમા રકમને ડબલ એટલે કે બમણી કરી દે છે. તેમના નામ જાહેર ભવિષ્ય નિધિ (PPF) અને કિસાન વિકાસ પત્ર (KVP) છે. ચાલો જાણીએ કે આ બંનેમાંથી વધુ મજબૂત કઈ છે અને ક્યાં સૌથી વધુ રિટર્ન મળી શકે છે. શરૂઆત આપણે PPFથી કરીશું.
PPFની મુખ્ય બાબતો
- જાહેર ભવિષ્ય નિધિ (PPF) એક સરકારી યોજના છે. તેને દેશમાં સુરક્ષિત રોકાણ વિકલ્પોમાંથી એક માનવામાં આવે છે.
- PPF લાંબા સમયગાળા માટેની બચત સ્કીમ છે, જેમાં 15 વર્ષનો લોક-ઇન પીરિયડ હોય છે.
- મેચ્યોરિટી બાદ તમે PPF એકાઉન્ટને વધુ 5 વર્ષ માટે વધારી શકો છો.
- તેની પાત્રતાની વાત કરીએ તો તેમાં કોઈપણ ભારતીય રોકાણ કરી શકે છે.
- એક નાણાકીય વર્ષમાં ન્યૂનતમ 500 રૂપિયાથી લઈને મહત્તમ 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે.
- સરકાર PPF એકાઉન્ટમાં જમા રકમ પર વાર્ષિક 7.1 ટકા વ્યાજ આપે છે.
- તેમાં પૈસા ઉપાડવાની વાત કરીએ તો જમા રકમની શરૂઆતના 7મા નાણાકીય વર્ષમાં આંશિક ઉપાડ કરી શકાય છે.
- નિયમો હેઠળ રોકાણકાર રોકાણ કરેલી રકમના 50 ટકા ઉપાડી શકે છે. PPFમાં ધારા 80C હેઠળ ટેક્સ કપાતની વ્યવસ્થા છે.
કિસાન વિકાસ પત્ર
હવે કિસાન વિકાસ પત્ર (KVP)ની વાત કરીએ. જોકે યોજનાના નામમાં કિસાન શબ્દ છે, પરંતુ આ સરકારી સ્કીમ માત્ર ખેડૂતો માટે જ નહીં, પરંતુ તમામ ભારતીયો માટે છે. તમે આ યોજના હેઠળ ઓછામાં ઓછા 1000 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો. તેમાં મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી. આ મુખ્યત્વે ત્રણ પ્રકારના હોય છે, જે સિંગલ હોલ્ડર, જ્વોઇન્ટ A અને જ્વોઇન્ટ B નામથી છે. સિંગલ હોલ્ડર એક વ્યક્તિ અથવા સગીર માટે હોય છે. ‘જ્વોઇન્ટ A’ બે વ્યક્તિઓ (મહત્તમ ત્રણ વ્યક્તિઓ) માટે હોય છે. જેમાં બંને (તમામ) સંયુક્ત રીતે પૈસા જમા કરે છે. ‘જ્વોઇન્ટ B’ બે વ્યક્તિઓ (મહત્તમ ત્રણ) માટે હોય છે. તેમાં કોઈ એક વ્યક્તિ અથવા જીવિત બચેલી વ્યક્તિને પેમેન્ટ કરી શકાય છે. તેના મુખ્ય ફીચર્સ આ પ્રમાણે છે:
- આ સરકારી બચત યોજનામાં સરકાર દ્વારા વાર્ષિક 7.5 ટકાનું ચક્રવૃદ્ધિ વ્યાજ આપવામાં આવે છે.
- તેમાં રોકાણ કરેલી રકમનો લોક-ઇન-પીરિયડ 2 વર્ષ 6 મહિનાનો હોય છે. એટલે કે લગભગ 30 મહિના સુધી તમે એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકતા નથી. જોકે, ત્યારબાદ પૈસા ઉપાડી શકાય છે.
- જ્યારે 7.5 ટકાના વાર્ષિક વ્યાજ દરે રોકાણ કરેલી રકમ 9 વર્ષ 7 મહિના એટલે કે લગભગ 115 મહિનામાં ડબલ (બમણી) થઈ જાય છે.
PPF vs Kisan Vikas Patraના મહત્વના તફાવતો
| ફીચર્સ | જાહેર ભવિષ્ય નિધિ | કિસાન વિકાસ પત્ર |
|---|---|---|
| વ્યાજ દર વાર્ષિક | 7.1% | 7.5% |
| ટેક્સ છૂટ | 1.5 લાખ રૂપિયા સુધી | કોઈ ટેક્સ છૂટ નહીં |
| ન્યૂનતમ રોકાણ | 500 રૂપિયા | 1000 રૂપિયા |
| મહત્તમ રોકાણ | 1.5 લાખ રૂપિયા | કોઈ મર્યાદા નહીં |
| લોક-ઇન પીરિયડ | 15 વર્ષ | 2.5 વર્ષ |
| મેચ્યોરિટી પર ટેક્સ | શૂન્ય | નિયમ અનુસાર |
| ડબલ રિટર્ન | કહી શકાય નહીં | 9 વર્ષ 9 મહિના |
ક્યાં મળશે ધાંસૂ રિટર્ન?
એક્સપર્ટ્સ જણાવે છે કે જો તમે તમારા રોકાણ પર ટેક્સમાં છૂટ સાથે પૈસા બનાવવા માંગતા હોવ તો તમે PPFમાં રોકાણનું આયોજન કરી શકો છો. આ યોજનામાં 15 વર્ષ સુધી રિસ્ક ફ્રી નિશ્ચિત વ્યાજ દરે રિટર્નની સુવિધા હોય છે. ટેક્સમાં છૂટ મળવાથી તેનું નેટ રિટર્ન KVP કરતાં વધુ સારું હોઈ શકે છે.
બીજી તરફ, જો તમે ટેક્સ બચાવ્યા વિના મોટી રકમ રોકીને મોટું રિટર્ન મેળવવા માંગતા હોવ તો તેના માટે KVP યોજના યોગ્ય માનવામાં આવે છે. અહીં પૈસા ડબલ કરવાની પણ સુવિધા છે. સાથે જ તેનો બીજો ફાયદો એ છે કે તેમાં મહત્તમ રોકાણ માટે PPFની જેમ કોઈ નિશ્ચિત મર્યાદા નથી, KVPમાં તમે 1000 રૂપિયાથી વધુ જેટલા ઇચ્છો તેટલા પૈસા જમા કરી શકો છો. એટલે કે જો તમારી પાસે રોકાણ માટે વધુ પૈસા છે તો તમે કિસાન વિકાસ પત્રમાં તેને જમા કરીને નિશ્ચિત સમયમાં વધુ મોટી રકમ અથવા ધાંસૂ રિટર્ન મેળવી શકો છો.

