RBI EMI Rules: RBIના નવા નિયમો, EMI નહીં ભરો તો 60 દિવસ પછી લોક થઈ શકે સ્માર્ટફોન, ટેબલેટ અને લેપટોપ

Arati Parmar
3 Min Read

RBI EMI Rules: EMI ડિફોલ્ટર્સ માટે RBIની નવી માર્ગદર્શિકા, લોન ન ભરતા ડિવાઇસ પર લાગશે તબક્કાવાર પ્રતિબંધ

RBI EMI Rules: લોન પર સ્માર્ટફોન, ટેબલેટ અને લેપટોપ ખરીદનારાઓ માટે મહત્વના સમાચાર છે. જો તેઓ લોનની EMIની હપ્તા નહીં ચૂકવે તો તેમના ડિવાઇસ સંપૂર્ણપણે લોક કરી શકાય છે. RBIએ EMI પર ખરીદાયેલા ડિવાઇસને ડિસેબલ કરવાની પોતાની પ્રસ્તાવિત નિયમાવલીમાં રાહત આપી છે. અગાઉ 90 દિવસ સુધીના વિલંબ સુધી ડિવાઇસ લોક કરી શકાયતું નહોતું, પરંતુ હવે તેને ઘટાડીને 60 દિવસ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય બેંકે સાથે જ ઇન્ડસ્ટ્રી પાસેથી મળેલા પ્રતિસાદ બાદ રિકવરી એજન્ટ માટે માહિતી આપવાની શરતોને સરળ બનાવી છે.

એક અહેવાલ મુજબ કેન્દ્રીય બેંકે રેગ્યુલેટેડ સંસ્થાઓના કાર્ય અને રિકવરી એજન્ટની નિમણૂક સંબંધિત પોતાના નિર્દેશોમાં સુધારો કર્યો છે. તેના અનુસાર RBIએ લેન્ડર્સને EMI પર ફાઇનાન્સ કરાયેલા મોબાઇલ ફોન, ટેબલેટ અને લેપટોપને તબક્કાવાર લોક કરવાની મંજૂરી આપી છે. લોનની ચુકવણીમાં 30થી 60 દિવસનો વિલંબ થાય તો તેઓ ધીમે-ધીમે ડિવાઇસ પર પ્રતિબંધ મૂકી શકે છે. અગાઉના પ્રસ્તાવમાં લોનની ચુકવણીમાં 90 દિવસનો વિલંબ થાય ત્યાં સુધી આવી કાર્યવાહી પર પ્રતિબંધ હતો.

- Advertisement -

કેવી રીતે લાગશે પ્રતિબંધો?

અંતિમ નિયમો અનુસાર, લેન્ડર્સ લોનની ચુકવણીમાં ઓછામાં ઓછા 30 દિવસનો વિલંબ ન થાય ત્યાં સુધી કોઈપણ પ્રકારનો પ્રતિબંધ મૂકી શકશે નહીં. સાથે જ બેંકોને આ અંગે ડિફોલ્ટરને ઔપચારિક નોટિસ પણ મોકલવી પડશે. ચુકવણીમાં 30થી 60 દિવસનો વિલંબ થાય તો બેંકો ડિવાઇસને લોક કરવાની દિશામાં તબક્કાવાર આગળ વધી શકશે. જોકે આ દરમિયાન આઉટગોઇંગ કોલ બ્લોક કરી શકાશે નહીં. કરાર મુજબ સંપૂર્ણ પ્રતિબંધો ત્યારે જ લાગુ કરી શકાશે જ્યારે લોનની ચુકવણીમાં 60 દિવસથી વધુનો વિલંબ થયો હોય.

જોકે RBIએ સાથે જ લોન લેનારાઓ માટે સુરક્ષા સંબંધિત જોગવાઈઓ પણ યથાવત રાખી છે. કેન્દ્રીય બેંકના જણાવ્યા અનુસાર કોઈપણ પરિસ્થિતિમાં ઇનકમિંગ કોલ, SMS અને ઇમર્જન્સી SOS સુવિધાઓ બ્લોક કરી શકાશે નહીં. RBIનું કહેવું છે કે ડિવાઇસ પર લાગતા પ્રતિબંધોના કારણે ડિફોલ્ટર્સને કામકાજ અથવા રોજગાર સંબંધિત પ્રવૃત્તિઓથી વંચિત રાખવા જોઈએ નહીં.

- Advertisement -

ચુકવણી કરી તો…

લેન્ડર્સ અને તેમના સર્વિસ પ્રોવાઇડર્સને લોકિંગ સોફ્ટવેર માટે ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર અથવા ઓપરેટિંગ સિસ્ટમ પ્લેટફોર્મ પાસેથી સર્ટિફિકેશન મેળવવું પડશે. જોકે બેંકો ડિફોલ્ટર્સના કોન્ટેક્ટ્સ, કોલ લોગ્સ, ફોટા, લોકેશન હિસ્ટ્રી અથવા SMS જેવા વ્યક્તિગત ડેટાને ઍક્સેસ કરી શકશે નહીં. ચુકવણી મળ્યાના એક કલાકની અંદર ડિવાઇસ અનલોક થઈ જવું જોઈએ. વિલંબ થાય તો લેન્ડર્સને પ્રતિ કલાક 250 રૂપિયા મુજબ વળતર ચૂકવવું પડશે. આ વળતર લોનની રકમથી વધુ નહીં હોઈ શકે.

સાથે જ RBIએ પોતાના અગાઉના તે પ્રસ્તાવમાં પણ રાહત આપી છે, જેના હેઠળ બેંકોને અલગ-અલગ રિકવરી એજન્ટોની સંપૂર્ણ માહિતી જાહેર કરવી પડતી હતી. ઇન્ડસ્ટ્રીનું કહેવું હતું કે રિકવરી સ્ટાફમાં નોકરી છોડવાનો દર ઊંચો છે. સાથે જ સતત તેમનો રેકોર્ડ અપડેટ રાખવાથી કામનો ભાર વધે છે. કેન્દ્રીય બેંકે તેમની ચિંતાઓને ધ્યાનમાં રાખીને બેંકોની વેબસાઇટ પર અલગ-અલગ એજન્ટોના નામ અને વ્યક્તિગત માહિતી પ્રકાશિત કરવાની શરત દૂર કરી દીધી છે.

- Advertisement -
Share This Article