Women Empowerment Budget: મહિલાઓ માટે બજેટનો માસ્ટરસ્ટ્રોક: હવે દરેક જિલ્લામાં બનશે ગર્લ્સ હોસ્ટેલ અને SHE Marts દ્વારા બહેનો બનશે ઉદ્યોગસાહસિક, જાણો નિર્મલા સીતારમણની મહિલાઓ માટેની ટોપ જાહેરાતો

Arati Parmar
3 Min Read

Women Empowerment Budget: નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ૨૦૨૬-૨૭ માં મહિલાઓને ધ્યાનમાં રાખીને અનેક મોટા નિર્ણયો લીધા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ૨૦૨૬-૨૭ માં મહિલાઓને સશક્ત બનાવવા માટે ઘણી મહત્વની જાહેરાતો કરી છે. લખપતિ દીદી યોજનાને SHE Marts સાથે જોડીને તેનો વિસ્તાર કરવામાં આવ્યો છે, STEM ક્ષેત્રોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે ગર્લ્સ હોસ્ટેલ બનાવવાનો નિર્ણય લેવાયો છે અને મહિલાઓ માટે નવા ફાઈનાન્સિંગ ટુલ્સ પણ રજૂ કરવામાં આવ્યા છે. સાથે જ, કેરગીવર સેક્ટરમાં સ્કીલ્ડ રોજગારની નવી તકો પણ ખુલવાની છે. આ બજેટનો હેતુ મહિલાઓને અભ્યાસ, કામ અને કારોબાર દરેક ક્ષેત્રમાં આગળ વધવાની તક આપવાનો છે. સરળ શબ્દોમાં સમજીએ કે આ બજેટમાં મહિલાઓ માટે શું-શું ખાસ છે.

બજેટ ૨૦૨૬-૨૭ માં મહિલાઓ માટે મોટી જાહેરાતો, જાણો

બનશે ગર્લ્સ હોસ્ટેલ: બજેટમાં હાયર એજ્યુકેશન કરી રહેલી છોકરીઓ માટે ગર્લ્સ હોસ્ટેલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ હોસ્ટેલ દરેક જિલ્લામાં બનાવવામાં આવશે, ખાસ કરીને ત્યાં જ્યાં સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ (STEM) સાથે જોડાયેલી કોલેજો અને સંસ્થાઓ છે. સરકાર આ હોસ્ટેલોને ફંડિંગ અને કેપિટલ સપોર્ટ દ્વારા બનાવશે. આનો ફાયદો એ થશે કે છોકરીઓને અભ્યાસ દરમિયાન સુરક્ષિત જગ્યા મળશે. ગામડાઓ અને નાના શહેરોમાંથી આવતી વિદ્યાર્થિનીઓના માતા-પિતા પણ નિશ્ચિંત થઈને પોતાની દીકરીઓને બહાર ભણવા મોકલી શકશે.

- Advertisement -

સરળતાથી મળશે લોન અને ‘શી-માર્ક’

સરકારે મહિલાઓ માટે નવા અને સરળ ફાઈનાન્સિંગ ઓપ્શનની પણ જાહેરાત કરી છે. SHE Marts દ્વારા મહિલાઓને લોન અને અન્ય ફાઈનાન્સિયલ ટુલ્સ સુધી વધુ સારી પહોંચ મળશે. આની સાથે જ ‘She-Mark’ નામનો એક બેજ શરૂ કરવામાં આવ્યો છે. આનાથી મહિલાઓની ફાઈનાન્સ અને બિઝનેસ ગ્રોથ સાથે જોડાયેલી તકો સુધી પહોંચ સરળ બનશે. SHGs (સ્વ-સહાય જૂથો) સાથે જોડાયેલી મહિલાઓને ક્રેડિટ-લિંક્ડ પ્રોડક્ટ્સનો પણ ફાયદો મળશે.

કેરગીવર સેક્ટરમાં મળશે નોકરીની તકો

બજેટમાં હેલ્થ સેક્ટરને પણ રાહત આપવામાં આવી છે. ૧૭ નવી કેન્સરની દવાઓ પરથી કસ્ટમ ડ્યુટી હટાવી દેવામાં આવી છે, જેનાથી ઈલાજ સસ્તો થશે. આ ઉપરાંત સરકાર ૧.૫ લાખ મલ્ટી-સ્કીલ્ડ કેર ગિવર્સને ટ્રેનિંગ આપવાની તૈયારી કરી રહી છે. આ ટ્રેનિંગમાં દેખરેખની સાથે યોગ, વેલનેસ અને મેડિકલ ડિવાઇસ સાથે જોડાયેલી સ્કીલ્સ શીખવવામાં આવશે. કારણ કે આ ક્ષેત્રમાં મોટાભાગે મહિલાઓ કામ કરે છે, તેથી આનાથી મહિલાઓને નોકરીની નવી અને વધુ સારી તકો મળશે.

- Advertisement -

SHE Marts શું છે અને કેમ જરૂરી છે?

બજેટ પછી SHE Marts ની ઘણી ચર્ચા થઈ રહી છે. અત્યાર સુધી ઘણી મહિલાઓ પોતાની બનાવેલી વસ્તુઓ વેચવા માટે સેલ્ફ-હેલ્પ ગ્રુપ્સ (SHGs) પર નિર્ભર રહેતી હતી. હવે સરકાર તેમના માટે એક અલગ પ્લેટફોર્મ તૈયાર કરી રહી છે. SHE Marts એટલે કે Self-Help Entrepreneur Marts, એવા રિટેલ સ્ટોર્સ હશે જ્યાં મહિલાઓ પોતાની પ્રોડક્ટ્સ સીધી ગ્રાહકોને વેચી શકશે. આ સ્ટોર્સ કોમ્યુનિટી લેવલ પર ચલાવવામાં આવશે. આને લખપતિ દીદી યોજનાનું આગામી પગલું માનવામાં આવે છે, જેનાથી મહિલાઓ માત્ર કમાણી જ નહીં કરે, પરંતુ પોતાનો નાનો કારોબાર પણ ઉભો કરી શકશે.

Share This Article