AI Universities in World: વિશ્વની ટોપ 5 યુનિવર્સિટીઓ, જ્યાંથી એઆઈ કોર્સ બાદ મળે છે કરોડોનું પેકેજ

Arati Parmar
3 Min Read

AI Universities in World: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) વિશ્વભરમાં સૌથી વધુ ચર્ચામાં છે. તેનો ઉપયોગ મોબાઇલ ફોનથી લઇને કાર સુધી થવા લાગ્યો છે. આ કારણે AI એન્જિનિયર્સની ડિમાન્ડ પણ વધી છે. અમેરિકા જેવા દેશોમાં એઆઈ એન્જિનિયરોની સેલરી 1.08 લાખ ડોલર (લગભગ 93 લાખ રૂપિયા)થી લઈને 2.13 લાખ ડોલર (લગભગ 1.83 કરોડ રૂપિયા) સુધી છે. રિપોર્ટમાં એક રેન્કિંગ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં જણાવાયું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો અભ્યાસ કરવા માટે વિશ્વની ટોપ-5 યુનિવર્સિટીઓ કઈ છે. ચાલો તેમના વિશે વિગતવાર જાણીએ.

સિંઘુઆ યુનિવર્સિટી

- Advertisement -

ચીનની સિંઘુઆ યુનિવર્સિટીની સ્થાપના 1911 માં થઈ હતી. રાજધાની બેઇજિંગમાં સ્થિત આ યુનિવર્સિટીમાં ત્રણ હજારથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. સિંઘુઆ યુનિવર્સિટી એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો અભ્યાસ કરવા માટે વિશ્વની નંબર વન સંસ્થા છે. તેના સૌથી વધુ માંગવામાં આવતા અભ્યાસક્રમોમાંનો એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) છે, જેમાં કમ્પ્યુટર સાયન્સ, ઓટોમેશન અને ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન જેવા વિષયો પણ આવરી લેવામાં આવે છે. (tsinghua.edu.cn)

નાનયાંગ ટેકનોલોજીકલ યુનિવર્સિટી

- Advertisement -

સિંગાપોરની નાનયાંગ ટેક્નોલોજિકલ યુનિવર્સિટીની સ્થાપના ૧૯૯૧ માં કરવામાં આવી હતી અને તે વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાંની એક માનવામાં આવે છે. ડેટા સાયન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોર્સમાં યુનિવર્સિટીના બીએસસીની ખૂબ માંગ છે. ફોર્બ્સે તેને ટોપ-10 વિષયોમાં પણ સામેલ કરી છે. એઆઈનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને થિયરીની સાથે સાથે પ્રેક્ટિકલ પણ શીખવવામાં આવે છે. (asianscientist.com)

યુનિવર્સિટી ઓફ ઇલેક્ટ્રોનિક સાયન્સ એન્ડ ટેકનોલોજી ઓફ ચાઇના

- Advertisement -

1956માં તત્કાલીન વડાપ્રધાન ઝોઉ એનલાઇની સૂચનાથી સ્થપાયેલી ચીનની ઇલેક્ટ્રોનિક સાયન્સ એન્ડ ટેકનોલોજી યુનિવર્સિટી વિશ્વની ટોચની સંસ્થાઓમાંની એક છે. સમગ્ર વિશ્વમાંથી 35 હજારથી વધુ વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી રહ્યા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હ્યુમન-કમ્પ્યુટર ઇન્ટરેક્શન, બિગ ડેટા એનાલિટિક્સ, મશીન લર્નિંગ, ડીપ લર્નિંગ જેવા ક્ષેત્રોમાં સ્પેશ્યલાઇઝેશનનો વિકલ્પ પણ મળે છે. (uestc.edu.cn)

યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી સિડની

ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી સિડનીની સ્થાપના 1988માં કરવામાં આવી હતી. અહીં હજારો વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ટાઇમ્સ હાયર એજ્યુકેશન (ટીએ) યંગ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2023 અનુસાર, તે 50 વર્ષથી ઓછા સમયમાં સ્થપાયેલી યુનિવર્સિટીની કેટેગરીમાં શ્રેષ્ઠ સંસ્થા છે. અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરળતાથી નોકરી મળી જાય છે. (uts.edu.au)

નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોર

સિંગાપોરની નેશનલ યુનિવર્સિટી એ દેશની સૌથી જૂની સંસ્થાઓમાંની એક છે. તેની સ્થાપના ૧૯૦૫માં કરવામાં આવી હતી. આ યુનિવર્સિટીમાં 13 અંડરગ્રેજ્યુએટ સ્કૂલ, 4 ગ્રેજ્યુએટ સ્કૂલ, 60 બેચલર ડિગ્રી છે. માસ્ટર ઓફ કોમ્પ્યૂટિંગ ઇન આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સનો અભ્યાસ નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોરમાં કરી શકાય છે, જે વિશ્વની શ્રેષ્ઠ છે. આ અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને આઇટી ઉદ્યોગની ઊંડી સમજ આપે છે. (mim.nus.edu.sg)

Share This Article