BSNL SET Recruitment 2026: સારી જોબની શોધ કરી રહેલા યુવાનોને ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) માં નોકરી મેળવવાની તક મળી રહી છે. તાજેતરમાં BSNL એ નવી ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. કંપની સીનિયર એક્ઝિક્યુટિવ ટ્રેની (Senior Executive Trainee) ની ભરતી કરી રહી છે. આ પદો ટેલિકોમ અને ફાઈનાન્સ સ્ટ્રીમમાં ભરવામાં આવશે. આ માટે ફ્રેશર્સ પણ અપ્લાય કરી શકે છે. BSNL આ વેકેન્સી માટે પોતાની ઓફિશિયલ વેબસાઈટ bsnl.co.in પર ૫ ફેબ્રુઆરી સવારે ૧૦ વાગ્યાથી ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ કરી રહ્યું છે.
BSNL સીનિયર એક્ઝિક્યુટિવ ટ્રેની ભરતી ૨૦૨૬ ડિટેલ
| વિગત | માહિતી |
| કંપની | ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) |
| પદનું નામ | સીનિયર એક્ઝિક્યુટિવ ટ્રેની (SET) |
| પદોની સંખ્યા | ૧૨૦ (ટેલિકોમ સ્ટ્રીમ-૪૦, ફાઈનાન્સ સ્ટ્રીમ-૧૧) |
| ઓફિશિયલ વેબસાઈટ | bsnl.co.in |
| અરજી શરૂ થવાની તારીખ | ૫ ફેબ્રુઆરી ૨૦૨૬, સવારે ૧૦ વાગ્યાથી |
| અરજી કરવાની છેલ્લી તારીખ | ૭ માર્ચ ૨૦૨૬, સવારે ૧૦ વાગ્યા સુધી |
| સુધારા કરવાની છેલ્લી તારીખ | ૧૫ માર્ચ ૨૦૨૬ |
| લેખિત પરીક્ષાની તારીખ (CBT) | ૨૯ માર્ચ ૨૦૨૬ (સંભવિત) |
| ઉંમર મર્યાદા | જનરલ/EWS: ૩૦ વર્ષ, OBC: ૩૩ વર્ષ, SC/ST: ૩૫ વર્ષ |
| પગાર ધોરણ | IDA પે સ્કેલ (E-3) ૨૪૯૦૦-૫૦૫૦૦/- (પ્રી-રિવાઇઝ્ડ) |
| પસંદગી પ્રક્રિયા | કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (MCQs), મેરિટ લિસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન |
| અરજી ફી | જનરલ/OBC/EWS: ૨૫૦૦/-, SC/ST/PH: ૧૨૫૦/- |
BSNL સીનિયર એક્ઝિક્યુટિવ ટ્રેની માટે યોગ્યતા
ટેલિકોમ ઓપરેશન્સ: ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન/ ઇલેક્ટ્રોનિક્સ/ કોમ્પ્યુટર સાયન્સ/ ઇન્ફોર્મેશન ટેકનોલોજી/ ઇલેક્ટ્રિકલ/ ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં બેચલર ઓફ એન્જિનિયરિંગ (BE) અથવા B.Tech ની ડિગ્રી ન્યૂનતમ ૬૦ ટકા માર્ક્સ સાથે ફૂલ ટાઈમ કરેલી હોવી જોઈએ.
ફાઈનાન્સ: ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) અથવા કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્સી (CMA) પાસ કરેલ ઉમેદવારો ફોર્મ ભરી શકે છે.
BSNL ભરતીમાં અરજી કેવી રીતે કરવી?
૧. ઉમેદવારોએ સૌથી પહેલા BSNL ની સત્તાવાર વેબસાઈટ https://bsnl.co.in/ પર જવાનું રહેશે.
૨. હોમપેજ પર ‘About Us’ કોલમમાં તમને ‘Career’ સેક્શન મળશે.
૩. ત્યાં તમને જોબ ટાઈટલમાં આ ભરતીનું નામ, છેલ્લી તારીખ અને રજીસ્ટ્રેશન લિંક જોવા મળશે.
૪. રજીસ્ટ્રેશન લિંક પર ક્લિક કરતા જ એપ્લિકેશન વિન્ડો ખુલશે.
૫. નિર્ધારિત તારીખ પછી તમે અરજી કરી શકશો. સૌથી પહેલા તમારી બેઝિક ડિટેલ્સ ભરીને રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરો.
૬. ત્યારબાદ રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ દ્વારા લોગઈન કરીને એપ્લિકેશન ફોર્મની પૂરી વિગતો ભરો.
૭. માંગવામાં આવેલી તમામ જાણકારી ધ્યાનપૂર્વક ભરો.
૮. તમારો લેટેસ્ટ ફોટોગ્રાફ અને સહી સ્કેન કરીને અપલોડ કરો.
૯. એપ્લિકેશન ફી ભરો અને ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢી લો.

