Canada PR Fast Track Jobs 2026: કેનેડા જવાનું સપનું થશે સાકાર! આ 6 નોકરીઓમાં મળે છે ₹50 લાખ સુધીનો પગાર અને ફટાફટ PR, જાણો સંપૂર્ણ વિગત

Arati Parmar
2 Min Read

Canada PR Fast Track Jobs 2026: કેનેડામાં કેટલીક નોકરીઓ એવી છે, જે કરનારા વિદેશી કામદારોને ઝડપથી પરમેનન્ટ રેસિડન્સી (PR) મળી જાય છે. આ નોકરીઓમાં સારો પગાર પણ આપવામાં આવે છે. કેનેડા સરકારે PR માટેના પસંદગીના દાયરાને મોટો કર્યો છે, જેથી જે ક્ષેત્રોમાં કામદારોની અછત છે તેમને પ્રાથમિકતા મળે.

કઈ 6 નોકરીઓ અપાવશે ઝડપી PR?
કન્સ્ટ્રક્શન એસ્ટિમેટર્સ (Construction Estimators): આ નોકરી માટે 2-3 વર્ષની કોલેજ ડિગ્રી જરૂરી છે. તેમનું કામ પ્રોજેક્ટમાં લાગતો સમય અને ખર્ચ નક્કી કરવાનું છે. તેમને સરેરાશ ₹52.50 લાખ વાર્ષિક પગાર મળે છે.

- Advertisement -

કન્સ્ટ્રક્શન મિલરાઈટ્સ અને ઇન્ડસ્ટ્રિયલ મિકેનિક્સ: 1 વર્ષની કોલેજ ડિગ્રી સાથે આ નોકરી કરી શકાય છે. તેમાં ઇન્ડસ્ટ્રિયલ મશીન ફિટ કરવાના હોય છે. વાર્ષિક પગાર આશરે ₹51 લાખ છે.

ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ ટેકનોલોજિસ્ટ: તેઓ એન્જિનિયરોને કોમ્યુનિકેશન ડિવાઇસ અને પાવર જનરેટર તૈયાર કરવામાં મદદ કરે છે. વાર્ષિક પગાર આશરે ₹50 લાખ છે.

- Advertisement -

HVAC (હીટિંગ/એસી) મિકેનિક: કેનેડામાં સખત ઠંડીને કારણે આ કામની ખૂબ માંગ છે. 2 વર્ષની કોલેજ ડિગ્રી સાથે આશરે ₹51 લાખનું પેકેજ મળી શકે છે.

હેવી-ડ્યુટી ઇક્વિપમેન્ટ મિકેનિક: મોટી કંપનીઓમાં ભારે મશીનો ચલાવવાનું કામ તેમનું હોય છે. 1 વર્ષની ડિગ્રી સાથે આશરે ₹51 લાખનો વાર્ષિક પગાર મળે છે.

- Advertisement -

ઇન્શ્યોરન્સ એજન્ટ અને બ્રોકર્સ: 3 થી 6 મહિનાના સર્ટિફિકેટ કોર્સ સાથે આ નોકરી કરી શકાય છે. સરેરાશ વાર્ષિક પગાર ₹41 લાખ છે.

શું તમારો અનુભવ યોગ્ય છે?
ઉપર જણાવેલ નોકરીઓમાં અનુભવ ધરાવતા લોકોને એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમ દ્વારા PR માં પ્રાથમિકતા મળે છે. યોગ્યતા તમારા કામના પ્રકાર પર નિર્ભર છે, નહીં કે તમારા જોબ ટાઇટલ પર. તમારું કામ કેનેડાના ‘નેશનલ ઓક્યુપેશન સિસ્ટમ’ (NOC) ના માળખા મુજબ હોવું જોઈએ.

કઈ રીતે મળશે PR?
એક્સપ્રેસ એન્ટ્રી હેઠળ PR ત્યારે જ મળે છે જ્યારે વિદેશી વર્કર આ ત્રણ પ્રોગ્રામમાંથી કોઈ એક માટે યોગ્ય હોય:

કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ (CEC)

ફેડરલ સ્કિલ્ડ વર્કર પ્રોગ્રામ (FSWP)

ફેડરલ સ્કિલ્ડ ટ્રેડ્સ પ્રોગ્રામ (FSTP)

તમારી ઉંમર, શિક્ષણ, ભાષા અને અનુભવના આધારે CRS પોઈન્ટ્સ આપવામાં આવે છે. જો તમારા પોઈન્ટ્સ નિર્ધારિત કટ-ઓફ કરતા વધારે હશે, તો તમને ‘ઇન્વિટેશન ટુ એપ્લાય’ (ITA) મળશે અને તમે PR માટે અરજી કરી શકશો.

Share This Article