Career Guide: કેરિયર ગાઈડ આર્ટિકલ- 10 થી 12 અને કોલેજના સ્ટુડન્ટ્સ માટે એકદમ ઉપયોગી

Arati Parmar
4 Min Read

Career Guide: 10-12 પછી શું?” – મૂંઝવણમાંથી સફળતા સુધીનો કેરિયર રોડમેપ

2026 માં કેરિયર એટલે માર્ક્સ નહીં, સ્કિલ્સની રમત છે

- Advertisement -

ધોરણ 10 કે 12 પછી “હવે શું કરવું?” એ સવાલ દરેક સ્ટુડન્ટ અને પેરેન્ટ્સને સતાવે છે.

ડોક્ટર-એન્જિનિયરની લાઈન સિવાય પણ દુનિયા છે. આજે AI, ડિજિટલ અને નવી સ્કિલ્સનો જમાનો છે. માર્ક્સ ઓછા હોય તો પણ ચિંતા ન કર, રસ્તા ઘણા છે.

- Advertisement -

કેરિયર પસંદ કરતા પહેલા આ 3 સવાલના જવાબ લખ:

1. શું ગમે છે? – ગણિત, ચિત્ર, બોલવું, કોમ્પ્યુટર, લોકોને મદદ કરવી?

- Advertisement -

2. શેમાં હોશિયાર છું? – લોકો તારી કઈ વાતના વખાણ કરે છે?

3. ભવિષ્યમાં ક્યાં પૈસા છે? – જે ફિલ્ડ ગમે છે તેમાં 5 વર્ષ પછી સ્કોપ છે?

આ ત્રણનું જ્યાં મિલન થાય એ તારું સાચું કેરિયર છે.

2. સ્ટ્રીમ વાઈઝ બેસ્ટ કેરિયર ઓપ્શન 2026

A. સાયન્સ લીધું છે? ડોક્ટર-એન્જિનિયર સિવાય આ જોજે:

સાયન્સ (Science)કોર્સસ્કોપપગાર
AI & DataBCA, BSc IT, AI-MLદરેક કંપનીમાં૨૫k-૬૦k
Health CareB.Pharm, Nursingહોસ્પિટલ, ફાર્મા૨૦k-૪૦k
DesignB.Des, Animationગેમિંગ, એડ૩૦k-૭૦k
Pure ScienceBSc + MScISRO, DRDO૩૫k+
કોમર્સ (Commerce)કોર્સસ્કોપપગાર
FinanceCA, CFA, MBAબેંક, શેરબજાર૩૦k-૮૦k
DigitalBBA + Digital Mktદરેક બિઝનેસ૨૦k-૫૦k
LawBBA LLBકોર્પોરેટ લોયર૨૫k+
Govt JobsUPSC/GPSCસરકારી નોકરી૩૫k+
આર્ટ્સ (Arts)કોર્સસ્કોપપગાર
MediaBA Journalismન્યૂઝ, YouTube૨૦k-૧L
PsychologyBA Psychologyકાઉન્સેલર, HR૨૫k-૬૦k
Civil ServicesBA + UPSCIAS, IPS૫૬k+
LanguageForeign Langટ્રાન્સલેટર૩૦k+

3. 2026 ના 5 સુપરહિટ કેરિયર – ડિગ્રી વગર પણ ચાલે

માર્ક્સ ઓછા છે? કોલેજ નથી કરવી? ટેન્શન નહીં. આ 5 સ્કિલ શીખી લો 6 મહિનામાં કમાવા લાગશો .

1. Digital Marketing: FB, Google Ads શીખો દરેક ધંધાને જરૂર છે. ફ્રીલાન્સિંગમાં ₹15,000 થી શરૂઆત.

2. Video Editing + YouTube: Mobile થી શરૂ કર. Reels, YouTube શોર્ટ્સ એડિટ કરતા શીખ. ₹500 પ્રતિ વિડિયો મળે.

3. AI Tools Expert: ChatGPT, Canva AI, Midjourney વાપરતા શીખ. કંપનીઓ AI જાણકારને પાગલ થઈને શોધે છે.

4. Sales:વેચતા શીખી જા તો દુનિયા તારી. Insurance, Real Estate, Ed-tech માં ₹20,000 + કમિશન.

5. Coding:Python, JavaScript. 6 મહિનાનો કોર્સ કરીને IT જોબ. શરૂઆત ₹25,000 થી.

ક્યાંથી શીખવું? YouTube, Google Free Certificate, Coursera, Udemy. 90% બધું ફ્રીમાં મળે છે.

4. કેરિયર પસંદ કરતી વખતે 5 મોટી ભૂલો ન કરતો

1. મિત્રોની દેખાદેખી: “મારો દોસ્ત એન્જિનિયરિંગ કરે છે તો હું પણ કરીશ” – સૌથી મોટી ભૂલ.

2. ફક્ત પગાર જોવો:ગમતું ન હોય તેવા કામમાં 1 લાખનો પગાર પણ 1 વર્ષમાં કંટાળો આપશે.

3. “સરકારી જ મળવી જોઈએ” જીદ: સરકારી નોકરી સારી છે પણ 5-7 વર્ષ તૈયારીમાં બગાડવા કરતા પ્રાઇવેટમાં સ્કિલથી આગળ વધાય.

4. પેરેન્ટ્સનું દબાણ: મમ્મી-પપ્પાને સમજાવો તમારી લાઈફ છે. તેમને સ્કોપ બતાવો

5. “એકવાર પસંદ કર્યું એટલે આખી જિંદગી” માનવું:25 વર્ષે ફિલ્ડ બદલી શકાય. ધોની ટિકિટ કલેક્ટર હતો, અમિતાભ બચ્ચન નોકરી કરતો હતો.

5. એક્શન પ્લાન: આજથી શું કરવું?

ધોરણ 10 માં છો:3 મહિના બધી સ્ટ્રીમ વિશે YouTube પર વીડિયો જુવો. SPIPA, IIT ની મુલાકાત લો જે ગમે તે સ્ટ્રીમ લો.

ધોરણ 12 માં છો:CUET, JEE, NEET સિવાય પણ એન્ટ્રન્સ છે. NID, NIFT, CLAT, IPMAT ગૂગલ કર.

કોલેજમાં છો: માર્ક્સની સાથે 1 સ્કિલ શીખ. ઇન્ટર્નશિપ કરો. LinkedIn પ્રોફાઈલ બનાવો. ડિગ્રી + સ્કિલ = નોકરી પાક્કી.

નિષ્કર્ષ: કેરિયર દોડ નથી, મેરેથોન છે
ટોપર ન હોય તો પણ વાંધો નહીં. જે કામ ગમતું હોય એમાં રોજ 1% સારા થવાનું. 1 વર્ષમાં 365% ગ્રોથ. ડિગ્રી કરતા ડિમાન્ડ જો, માર્ક્સ કરતા સ્કિલ્સ બનાવ.

યાદ રાખ: “સફળ લોકો અલગ કામ નથી કરતા, એ જ કામ અલગ રીતે કરે છે.”

Share This Article