IIIT Delhi new AI Course: IIIT દિલ્હીની નવી પહેલ: માર્વેલ ટેકનોલોજી સાથે મળીને શરૂ કર્યો ભારતનો પહેલો ‘Networks for AI/ML’ કોર્સ; જાણો એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ માટે શું છે કરિયરની નવી તકો

Arati Parmar
2 Min Read

IIIT Delhi new AI Course: ઈન્દ્રપ્રસ્થ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી (IIIT) દિલ્હી અને માર્વેલ ટેકનોલોજી, ઇન્ક.ની ઇન્ડિયન બ્રાન્ચે એક નવો પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. Networks for AI/ML Systems કોર્સ AI ફેબ્રિક્સ અને સિસ્ટમ પર ફોકસ્ડ છે. ૪૦ કલાકનો આ નવો કોર્સ એડવાન્સ એકેડેમિક-ઇન્ડસ્ટ્રી અને મોર્ડન AI ની સિસ્ટમ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ કોર્સ વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રી અને રિસર્ચમાં એડવાન્સ કોમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિસ્ટમ આર્કિટેક્ચર, પ્રોડક્શન AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નેક્સ્ટ જનરેશન AI પ્લેટફોર્મ ડેવલપમેન્ટમાં રોલ્સ માટે તૈયાર કરવા માટે છે.

કોણ કરી શકે છે આ કોર્સ?

આ પ્રોગ્રામને ડો. રિંકુ શાહ અને માર્વેલના ડાયરેક્ટર અબેદ મોહમ્મદ કમાલુદ્દીને મળીને ડિઝાઇન કર્યો છે અને તેઓ જ આ વિષય ભણાવે છે. આમાં માર્વેલના એન્જિનિયર્સ અને આર્કિટેક્ટ્સ તરફથી સતત ટેકનિકલ મેન્ટરિંગ મળે છે. આ એક ઈલેક્ટિવ કોર્સ (વૈકલ્પિક કોર્સ) છે જે B.Tech અને M.Tech CSE કરિક્યુલમનો ભાગ છે. બીટેક, એમટેક અને પીએચડી પ્રોગ્રામના આશરે ૪૫ વિદ્યાર્થીઓએ શરૂઆતી કોર્સમાં ભાગ લીધો છે.

- Advertisement -

સ્ટુડન્ટ પ્રોજેક્ટ્સમાં શું સામેલ હશે?

સંસ્થાના કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના હેડ પ્રો. પુષ્પેન્દ્ર સિંહે જણાવ્યું કે, AI/ML સિસ્ટમ્સ માટે નેટવર્ક્સ એ ભારતનો પ્રથમ કોર્સ છે. સ્ટુડન્ટ પ્રોજેક્ટ્સમાં AI ફેબ્રિક્સ અને ટ્રાન્સપોર્ટ, CXL-અવેર ટ્રેનિંગ અને ઇન્ફરન્સ, ડિસ્ટ્રિબ્યુટેડ ટ્રેનિંગ અને સર્વિંગ પાઇપલાઇન, ઇન-નેટવર્ક કોમ્પ્યુટ, ટેલિમેટ્રી-ડ્રિવન ઓપ્ટિમાઇઝેશન અને ML-આધારિત સિક્યુરિટી અને ઓબ્ઝર્વેબિલિટી સામેલ હશે.

એડમિશન અને કોર્સ ડ્યુરેશન

આ કોર્સમાં યોગ્યતા માટે વિદ્યાર્થીએ IIIT-દિલ્હીના B.Tech અથવા M.Tech પ્રોગ્રામમાં એડમિશન લેવું પડશે. નેટવર્ક્સ ફોર AI/ML સિસ્ટમ્સ ૧ સેમેસ્ટર માટે રહેશે. તે કુલ ૪૦ કલાકનો છે અને આ માટે દર અઠવાડિયે ૩ કલાક આપવાના રહેશે.

- Advertisement -

કરિયરનો સ્કોપ શું છે?

આ કોર્સમાં મહારત મેળવ્યા પછી AI ડેટા સેન્ટર્સમાં રિસર્ચ અને એન્જિનિયરિંગ રોલ્સમાં કરિયરની તકો મળી શકે છે. ગ્રેજ્યુએટ્સ હાઈ-પરફોર્મન્સ નેટવર્ક, AI ફેબ્રિક્સ અને સ્કેલેબલ સિસ્ટમ ડિઝાઇન કરવા પર કામ કરી શકે છે જે મોટા પાયે AI/ML વર્કલોડને સપોર્ટ કરે છે.

Share This Article