India Post Driver Recruitment: ધોરણ ૧૦ પાસ માટે સરકારી નોકરીની સુવર્ણ તક, ટપાલ વિભાગમાં ડ્રાઈવરની પોસ્ટ માટે પડી મોટી ભરતી!

Arati Parmar
2 Min Read

India Post Driver Recruitment: જે લોકોને ડ્રાઇવિંગનો શોખ છે અને જો તેઓ આ જ લાઈનમાં પોતાની કારકિર્દી બનાવવા માંગતા હોય, તો તેમના માટે ટપાલ વિભાગ (Post Office) માં વેકેન્સી બહાર પડી છે. ભારત સરકાર, સંચાર મંત્રાલયે રોજગાર સમાચારમાં ટપાલ વિભાગમાં આવેલી આ નવી ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરી છે. સ્ટાફ કાર ડ્રાઈવરની પોસ્ટ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. જે ઉમેદવારો આ નોકરી મેળવવા માંગતા હોય તેઓ ઇન્ડિયા પોસ્ટની સત્તાવાર વેબસાઇટ www.indiapost.gov.in દ્વારા અરજી કરી શકે છે.

ટપાલ વિભાગ ડ્રાઈવર ભરતી ૨૦૨૫: જરૂરી વિગતો

વિગતમાહિતી
ભરતી સંસ્થાભારતીય ટપાલ વિભાગ (India Post)
પદનું નામસ્ટાફ કાર ડ્રાઈવર (Ordinary Grade)
પદોની સંખ્યા૪૮
સત્તાવાર વેબસાઇટwww.indiapost.gov.in
અરજી કરવાની છેલ્લી તારીખ૧૯ જાન્યુઆરી, ૨૦૨૬
લાયકાત૧૦ પાસ
વયમર્યાદા૧૮ થી ૨૭ વર્ષ
પગાર₹૧૯,૯૦૦/- (લેવલ-૨) મુજબ પ્રતિ માસ

સ્ટાફ કાર ડ્રાઈવરની આ જગ્યાઓ સિનિયર મેનેજર, મેઈલ મોટર સર્વિસ, અમદાવાદ માટે છે. જે ઉમેદવારો ટપાલ વિભાગમાં સરકારી નોકરી મેળવવાનું સપનું જોઈ રહ્યા છે, તેમના માટે આ એક ઉત્તમ તક છે.

લાયકાત શું હોવી જોઈએ?

અરજદારોએ કોઈપણ માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછું ૧૦મુ પાસ કરેલુ હોવું જોઈએ. સાથે જ લાઇટ અને હેવી મોટર વ્હીકલનું માન્ય લાયસન્સ અને મોટર વાહનોને લગતું જ્ઞાન હોવું જોઈએ. આ ઉપરાંત, ૩ વર્ષનો કામનો અનુભવ હોવો પણ જરૂરી છે. ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી ૧૮ વર્ષ અને વધુમાં વધુ ૨૭ વર્ષ હોવી જોઈએ. જોકે, અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળશે.

અરજી કેવી રીતે કરવી?

આ ભરતીમાં ફોર્મ એપ્લાય કરવા માટે ઉમેદવારોએ નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરવા પડશે:

૧. સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ www.indiapost.gov.in પરથી અરજી પત્રકનું ફોર્મેટ ડાઉનલોડ કરો.

૨. ત્યારબાદ તેમાં તમામ વિગતો હાથેથી ભરવાની રહેશે.

૩. તમારું નામ, પિતાનું નામ, જન્મતારીખ, સરનામું, કેટેગરી અને ગુણની વિગતો ચોકસાઈપૂર્વક ભરો.

૪. નિયત જગ્યાએ ફોટો ચોંટાડો અને તમામ જરૂરી દસ્તાવેજો જોડીને અરજી પત્રકને સ્પીડ પોસ્ટ/રજિસ્ટર પોસ્ટ દ્વારા નીચેના સરનામે મોકલી આપો.

સરનામું: ‘ઓફિસ ઓફ ધી સિનિયર મેનેજર, મેઈલ મોટર સર્વિસ, જીપીઓ કમ્પાઉન્ડ, મિર્ઝાપુર, અમદાવાદ – ૩૮૦૦૦૧.’

અરજી સંબંધિત અન્ય કોઈ પણ જાણકારી માટે ઉમેદવારો ટપાલ વિભાગની સત્તાવાર વેબસાઇટ જોઈ શકે છે.

Share This Article