Indian Army Recruitment 2025: ભારતીય સેનામાં અધિકારીની નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે સુવર્ણ તક છે. સેના દ્વારા શોર્ટ સર્વિસ કમિશન (SSC) માટે લાયક અપરિણીત પુરુષો અને મહિલાઓ માટે એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે ઉમેદવાર આ જગ્યાઓ માટે અરજી કરવાનું વિચારી રહ્યાં છે, તે ભારતીય સેનાની સત્તાવાર વેબસાઈટ joinindianarmy.nic.in પર જઈને અરજી કરી શકે છે. આ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.
ભારતીય સેના આ જગ્યાઓ માટે જે ઉમેદવાર અરજી કરવાનું વિચારી રહ્યાં છે તે 5 ફેબ્રુઆરી સુધી કે તે પહેલા અરજી કરી શકે છે. આ ભરતી દ્વારા કુલ 381 જગ્યાઓ પર નિમણૂક આપવામાં આવશે. જો તમે પણ આ જગ્યાઓ માટે અરજી કરી રહ્યા છો, તો નીચે આપેલી વિગતો ધ્યાનથી વાંચો.
જગ્યાની વિગતો
પુરુષ
સિવિલ- 75 જગ્યાઓ
કમ્પ્યુટર સાયન્સ- 60 જગ્યાઓ
ઇલેક્ટ્રિકલ- 33 જગ્યાઓ
ઇલેક્ટ્રોનિક્સ- 64 જગ્યાઓ
મિકેનિકલ- 101 જગ્યાઓ
એન્જિનિયરિંગ પ્રવાહ – 17
સ્ત્રીઓ
સિવિલ- 7 જગ્યાઓ
કમ્પ્યુટર સાયન્સ- 4 જગ્યાઓ
ઇલેક્ટ્રિકલ- 3 જગ્યાઓ
ઇલેક્ટ્રોનિક્સ- 6 જગ્યાઓ
મિકેનિકલ- 9 જગ્યાઓ
માત્ર સંરક્ષણ કર્મચારીઓની વિધવાઓ માટે SSCW (ટેક) – 1 પોસ્ટ
SSCW (નોન-ટેક્નિકલ)- 1 પોસ્ટ
વય મર્યાદા
ભારતીય સેનાની આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની વય મર્યાદા 20 વર્ષથી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
શૈક્ષણિક લાયકાત
જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે તેઓ કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગ ડિગ્રીના અંતિમ વર્ષમાં પૂર્ણ કરેલ અથવા છેલ્લા વર્ષમાં હોવા જોઈએ.
પગાર ધોરણ
આ પદો માટે જે પણ ઉમેદવારની પસંદગી કરવામાં આવશે, તેમને 56,100 રૂપિયાથી 2,50,000 રૂપિયા પ્રતિ માસ પગાર આપવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા
અરજીઓની શોર્ટલિસ્ટિંગ: શૈક્ષણિક કામગીરી અને યોગ્યતાના આધારે
કેન્દ્ર ફાળવણી: પસંદ કરેલ ઉમેદવારોને તાલીમ માટે કેન્દ્રો ફાળવવામાં આવશે.
મેડિકલ ટેસ્ટ: પસંદગી પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપતા પહેલા.

