RRB RPF Constable Bharti 2025: RRB RPF કોન્સ્ટેબલની પરીક્ષા આપનાર ઉમેદવારો માટે મહત્વના સમાચાર

Arati Parmar
2 Min Read

RRB RPF Constable Bharti 2025: રેલવે સુરક્ષા દળ દ્વારા RRB RPF કોન્સ્ટેબલ સિટી સ્લિપ 2025 જાહેર કરી દીધી છે. જણાવી દઈએ કે, સિટી સ્લિપ અને એડમિટ કાર્ડ વગર ઉમેદવાર આ પરીક્ષા આપી શકશે નહીં. એટલા માટે આ અપડેટ જાણી લેવું જરૂરી છે. આરઆરબી આરપીએફની આ પરીક્ષા 2 માર્ચ 2025ના રોજ યોજનાર છે. જે ઉમેદવારોએ આ ભરતી માટે અરજી કરી હોય, તે આરઆરબીની વેબસાઈટ પર જઈને સિટી સ્લિપ ડાઉનલોડ કરી શકે છે. આ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાને લઈને જાણકારી આપવામાં આવી છે. આરપીએફમાં કુલ 4208 જગ્યાઓ પર ભરતી થનાર છે. જેના માટે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
સિટી સ્લિપ એટલે શું?

રેલવે RRB RPF કોન્સ્ટેબલ ભરતી માટે રેલવે સુરક્ષા દળ (RPF) એ શુક્રવાર 21 ફેબ્રુઆરીએ ઓનલાઇન પરીક્ષાની સિટી સ્લિપ જાહેર કરી છે. જેની પરીક્ષા 2 માર્ચથી શરૂ થનાર છે, તે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ rrb.digilam.com પર જઈને તેને ડાઉનલોડ કરી શકે છે. જેની પરીક્ષા 3 માર્ચ, 4 માર્ચ અથવા અન્ય તારીખે છે, તે ઉમેદવારો પરીક્ષા સિટી સ્લિપ પરીક્ષા પહેલા 10 દિવસમાં ડાઉનલોડ કરી શકે છે.

- Advertisement -

સિટી સ્લિપમાં શું હોય છે?

RPF કોન્સ્ટેબલ સિટી સ્લિપમાં પરીક્ષાના શહેરની માહિતી સાથે ઉમેદવારનું નામ, રજિસ્ટ્રેશન નંબર, રોલ નંબર, પરીક્ષા કેન્દ્રની વિગતો, પરીક્ષાની તારીખ, પરીક્ષાનો સમય વગેરેની વિગતો હોય છે. આ વિશે વધુ માહિતી અને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે RRBની વેબસાઇટ rrb.digilam.com પર જઈ શકાય છે.

- Advertisement -

RRB કોન્સ્ટેબલ એડમિટ કાર્ડ 2025ની તારીખ

RRB RPF કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા માટે ઈ-કોલ લેટર (Admit Card) પરીક્ષા પહેલા ચાર દિવસમાં ડાઉનલોડ કરી શકાશે. તેની માહિતી એક્ઝામ સિટી અને ડેટ ઈન્ટિમેશન લિંકમાં આપવામાં આવી છે. 2 માર્ચની પરીક્ષા માટે એડમિટ કાર્ડ 26 અથવા 27 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે. જેમણે આ ભરતી માટે અરજી કરી છે, તે ઉમેદવારો તરત જ પોતાનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરે અને પરીક્ષાના દિવસે મૂળ ફોટો ઓળખપત્ર સાથે તેની હાર્ડ કૉપી લઈને જ સેન્ટર પર જાય.

- Advertisement -

Share This Article