IOCL Apprentice Recruitment 2025: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL) એ 500 થી વધુ જગ્યાઓ માટે એપ્રેન્ટિસની ભરતી માટે સત્તાવાર સૂચના બહાર પાડી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો IOCL ની સત્તાવાર વેબસાઇટ (iocl.com) દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.
ઓનલાઈન અરજી પ્રક્રિયા 12 સપ્ટેમ્બર 2025 થી શરૂ થશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 11 ઓક્ટોબર 2025 છે. આ ભરતી ઝુંબેશનો લક્ષ્યાંક કુલ 523 જગ્યાઓ ભરવાનો છે.
આ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે
IOCL ફિટર, ઇલેક્ટ્રિશિયન, ડેટા એન્ટ્રી ઓપરેટર અને મશીનિસ્ટ જેવા વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટિસની જગ્યાઓ ભરી રહ્યું છે. આ જગ્યાઓ ટેકનિશિયન એપ્રેન્ટિસ (ડિપ્લોમા હોલ્ડર), ટ્રેડ એપ્રેન્ટિસ (ITI હોલ્ડર) અને ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ (ડિગ્રી હોલ્ડર) માટે ઉપલબ્ધ છે. વિવિધ જગ્યાઓ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર સૂચનામાં વિગતવાર વિગતો જોઈ શકે છે.
વય મર્યાદા: આ ભરતીમાં અરજી કરનારા ઉમેદવારોની લઘુત્તમ ઉંમર ૧૮ વર્ષ અને મહત્તમ ઉંમર ૨૪ વર્ષ નક્કી કરવામાં આવી છે.
IOCL એપ્રેન્ટિસ ૨૦૨૫: કેવી રીતે અરજી કરવી?
સૌ પ્રથમ IOCL ની સત્તાવાર વેબસાઇટ (iocl.com) ની મુલાકાત લો.
હોમ પેજ પર “Careers” અથવા “Apprenticeship Recruitment” વિભાગ શોધો.
ઓનલાઈન અરજી ફોર્મ ભરો. વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત અને સંપર્ક વિગતો યોગ્ય રીતે ભરો.
ડિપ્લોમા/ડિગ્રી, માર્કશીટ, આધાર કાર્ડ વગેરે જેવા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
અરજી ફી ચૂકવો (જો લાગુ હોય તો).
ફોર્મ સબમિટ કરો અને PDF/પ્રિન્ટઆઉટ ડાઉનલોડ કરો અને તેને સુરક્ષિત રાખો.