ITI Courses: 10માં ધોરણ પછી ITI (Industrial Training Institute) કોર્સ કરવો એ કારકિર્દીની શ્રેષ્ઠ તકો ખોલી આપે છે. તેનું કારણ એ છે કે આ કોર્સ સ્કિલ-બેઝ્ડ (કૌશલ્ય આધારિત) હોય છે. એટલે કે કામ શીખીને નોકરી અથવા પોતાનું કામ શરૂ કરી શકાય છે. કેટલાક એવા ITI કોર્સ છે, જેમાં તમે જે સ્કિલ શીખો છો, તેની ખૂબ જ માંગ રહે છે.
10માં ધોરણ પછી કરો આ 7 આઈટીઆઈ કોર્સ
Electrician
ઘર હોય કે ફેક્ટરી કે ઓફિસ, દરેક જગ્યાએ વીજળીનું કામ હોય છે. તેથી આ કોર્સ કરીને કામ સરળતાથી મળી શકે છે. આ કર્યા પછી ઇલેક્ટ્રિશિયન, વાયરિંગ એક્સપર્ટ અથવા મેન્ટેનન્સ ટેકનિશિયન બની શકાય છે.
Fitter
આ કોર્સ કરીને મશીનોને ફિટ કરવાનું, મેન્ટેન કરવાનું અને રિપેર કરવાનું શીખવવામાં આવે છે. આ કોર્સ કરીને ઇન્ડસ્ટ્રીઝ, ફેક્ટરીઝ, રેલવે, PSU વગેરેમાં કામ મળી શકે છે.
Welder
આ કોર્સમાં મેટલને જોડવાનું કામ શીખવવામાં આવે છે. આ સ્કિલની જરૂરિયાત કન્સ્ટ્રક્શન અને ઇન્ડસ્ટ્રીમાં હંમેશા રહેલી હોય છે. આ કર્યા પછી ફેક્ટરીઝ, શિપયાર્ડ, ઓટોમોબાઈલ સેક્ટરમાં કામ મળી શકે છે.
કમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ
આ કોર્સમાં બેઝિક કમ્પ્યુટર, ઇન્ટરનેટ અને ડેટા એન્ટ્રી શીખવવામાં આવે છે. આ કોર્સ કર્યા પછી ઓફિસ જોબ, ડેટા એન્ટ્રી, IT સપોર્ટમાં કામ મળી શકે છે.
મોટર મેકેનિક
આ કોર્સમાં કાર, બાઈક અને અન્ય વાહનોનું રિપેરિંગ અને સર્વિસિંગ શીખવવામાં આવે છે. આ કર્યા પછી સર્વિસ સેન્ટરમાં કામ મળી શકે છે અથવા પોતાનું ગેરેજ ખોલી શકાય છે.
રેફ્રિજરેશન અને AC ટેકનિશિયન
આ કોર્સમાં AC, ફ્રિજ અને કૂલિંગ સિસ્ટમનું રિપેરિંગ શીખવવામાં આવે છે. આ કર્યા પછી સર્વિસ ટેકનિશિયન, ઇન્સ્ટોલેશન એક્સપર્ટનું કામ મળી શકે છે.
Plumber
દરેક ઘરમાં, ફેક્ટરીઝથી લઈને ઇન્ડસ્ટ્રીઝમાં પ્લમ્બરની જરૂર હોય છે. આ કોર્સમાં પાણીની પાઈપલાઈન અને ફિટિંગનું કામ શીખે છે. આ કોર્સ કર્યા પછી કન્સ્ટ્રક્શન, ઘરો અને બિલ્ડિંગ્સમાં કામ કરી શકાય છે.

