BOI Recruitment 2026: બેન્કમાં સરકારી નોકરી મેળવવા માંગતા હો, તો તમારા માટે નવી ભરતી આવી છે. તાજેતરમાં Bank of India એ સ્પેશિયાલિસ્ટ ઑફિસરના વિવિધ પદો પર નવી ભરતી માટે અરજીઓ શરૂ કરી છે. ડિજિટલ પ્લેટફોર્મ, સપ્લાય ચેઇન ટ્રેડ, ડિજિટલ બેન્કિંગ ઑપરેશન્સ, IT, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડેટાબેઝ એડમિનિસ્ટ્રેશન જેવી ફીલ્ડમાં ઉચ્ચ સ્તરની વિવિધ પોસ્ટ ભરવામાં આવશે. આ ભરતીમાં 200થી વધુ પદો માટે અરજીઓ મંગાવવામાં આવી છે.
Bank of India જાહેર ક્ષેત્રની બેન્ક છે. જે કૅન્ડિડેટ્સ બેન્કમાં હાઇ લેવલ પોસ્ટ પર નોકરી કરવા માગે છે, તેમના માટે આ તક સારો માર્ગ બની શકે છે. જોકે, તમામ પોસ્ટ માટે એલિજિબિલિટી ક્રાઇટેરિયા, એજ લિમિટ સંબંધિત માહિતી ચોક્કસ જાણી લેવી. ત્યાર બાદ જ અરજી માટે આગળ વધવું. એપ્લિકેશનની લિંક બેન્કે પોતાની અધિકૃત વેબસાઇટ bankofindia.bank.in પર ઓપન કરી દીધી છે.
BOI વેકન્સીમાં પદ કેટલાં છે?
| પદનું નામ | ખાલી જગ્યાઓ |
|---|---|
| ચીફ મેનેજર (ફુલ સ્ટૅક એન્જિનિયર, ડિજિટલ પ્લેટફોર્મ, સપ્લાય ચેઇન, ટ્રેડ ફાઇનાન્સ ટેક્નૉલૉજી, ડિજિટલ બેન્કિંગ ઑપરેશન્સ, IT પ્રોક્યોરમેન્ટ, કૉન્ટ્રેક્ટ એન્ડ SLA મેનેજમેન્ટ, IT ઑફિસર CISA/CISM/CISSP, ઇન્ફોર્મેશન સિક્યોરિટી) | 10 |
| સિનિયર મેનેજર (ફુલ સ્ટૅક એન્જિનિયરિંગ, ડિજિટલ પ્લેટફોર્મ, ફાઇનાન્શિયલ એપ્લિકેશન સપોર્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઑપરેશન્સ, સોલ્યુશન એન્ડ ટેક્નૉલૉજી આર્કિટેક્ચર, ડેટા એન્જિનિયરિંગ, API ગવર્નન્સ એન્ડ સિક્યોરિટી, ડેવસેકઑપ્સ, IT પ્રોક્યોરમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ડેટાબેઝ એડમિનિસ્ટ્રેશન, ઇન્ફોર્મેશન સિક્યોરિટી, IT ઑફિસર CISA/CIMS/CISSP ક્વૉલિફિકેશન) | 49 |
| મેનેજર (ફુલ સ્ટૅક એન્જિનિયરિંગ, BRE/LOS/ડિસિઝનિંગ એન્જિનિયરિંગ, ડિજિટલ પ્લેટફૉર્મ્સ, એપ્લિકેશન સપોર્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઑપરેશન્સ, IT સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર, પર્ફોર્મન્સ ટેસ્ટિંગ, ઑટોમેશન ટેસ્ટિંગ, IT પ્રોક્યોરમેન્ટ સ્પેશિયાલિસ્ટ, IT પ્રોજેક્ટ મેનેજર, બિઝનેસ એનાલિસિસ, ડેટા એનાલિટિકલ, ડેવસેકઑપ્સ એન્જિનિયરિંગ, UI/UX ડિઝાઇન, ઇમર્જિંગ ટેક્નૉલૉજી એન્ડ ઇનોવેશન, સોલ્યુશન એન્ડ ટેક્નૉલૉજી આર્કિટેક્ચર, ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર, ઇન્ફોર્મેશન સિક્યોરિટી, IT ઑફિસર CISA/CISM/CISSP ક્વૉલિફિકેશન, લૉ ઑફિસર, ફાયર ઑફિસર, સિક્યોરિટી ઑફિસર) | 118 |
| ઑફિસર (ફુલ સ્ટૅક એન્જિનિયરિંગ, એપ્લિકેશન સપોર્ટ એન્ડ ઑપરેશન્સ, ડેટા એનાલિટિકલ, ડેટા એન્જિનિયરિંગ, QA એન્ડ ટેસ્ટ એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન સિક્યોરિટી, સિવિલ એન્જિનિયરિંગ) | 28 |
| કુલ | 205 |
યોગ્યતા શું જોઈએ?
- શૈક્ષણિક યોગ્યતા: આ ભરતીમાં તમામ પદ માટે પોસ્ટ પ્રમાણે યોગ્યતા અલગ-અલગ માગવામાં આવી છે. જેમ કે ચીફ મેનેજર ફુલ સ્ટૅક એન્જિનિયરિંગ પોસ્ટ માટે કૅન્ડિડેટ્સ પાસે B.E/B.Tech કમ્પ્યુટર સાયન્સ/ઇન્ફોર્મેશન ટેક્નૉલૉજી/ઇલેક્ટ્રૉનિક્સ એન્ડ કમ્યુનિકેશન અથવા MCA અથવા SC કમ્પ્યુટર સાયન્સ/ઇન્ફોર્મેશનલ ટેક્નૉલૉજીની ડિગ્રી હોવી જોઈએ. સાથે OCP જાવા SE પ્રોગ્રામર-21, મેટા ફ્રન્ટ એન્ડ ડેવલપર પ્રોફેશનલ સર્ટિફિકેટ, MERN સ્ટૅક સર્ટિફિકેશન, સર્ટિફાઇડ પ્રોફેશનલ પાયથન પ્રોગ્રામર વગેરેમાંથી કોઈ એક સર્ટિફિકેટ હોવું જોઈએ અને સંબંધિત ક્ષેત્રમાં 8 વર્ષનો કામનો અનુભવ પણ હોવો જોઈએ. ચીફ મેનેજર ડિજિટલ બેન્કિંગ ઑપરેશન્સ માટે BE/B.Techની ડિગ્રી કમ્પ્યુટર સાયન્સ/ઇન્ફોર્મેશન ટેક્નૉલૉજી/ઇલેક્ટ્રૉનિક્સ એન્ડ કમ્યુનિકેશન અથવા MCA/M.Sc વગેરેની ડિગ્રી, મેડેન્ટરી સર્ટિફાઇડ પેમેન્ટ પ્રોફેશનલ NFS પેમેન્ટ સર્ટિફિકેશન, Visa/Master/RuPay નેટવર્ક સર્ટિફિકેશન/ISO વગેરે સર્ટિફિકેટ અને 8 વર્ષનો અનુભવ જોઈએ. સિનિયર મેનેજરની પોસ્ટ પર સંબંધિત ફીલ્ડમાં 5 વર્ષનો વર્ક એક્સપીરિયન્સ અને મેનેજર પોસ્ટ માટે 3 વર્ષનો અનુભવ માગવામાં આવ્યો છે.
- આયુ મર્યાદા: એજ લિમિટ પણ પોસ્ટ સ્કેલ પ્રમાણે નક્કી કરવામાં આવી છે. ઑફિસર પદ માટે ન્યૂનતમ 21 અને મહત્તમ ઉંમર 30 વર્ષ હોવી જોઈએ. જ્યારે મેનેજર માટે 25 વર્ષ અને મહત્તમ ઉંમર 32-35 વર્ષ, સિનિયર મેનેજર માટે 28થી 37-40 વર્ષ, ચીફ મેનેજર માટે 28-42-42 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકશે.
BOI ભરતીની જરૂરી વિગતો
| બેન્ક | Bank of India (BOI) |
|---|---|
| પદ | ઑફિસર, મેનેજર, સિનિયર મેનેજર |
| ખાલી જગ્યાઓ | 205 |
| અધિકૃત વેબસાઇટ | bankofindia.bank.in |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 25 સપ્ટેમ્બર 2026 |
| પસંદગી પ્રક્રિયા | સ્ક્રૂટિની, રિટન પરીક્ષા, ઇન્ટરવ્યૂ |
| ભરતીનું અધિકૃત નોટિફિકેશન | BOI Specialist Notification 2026 PDF |
| અરજી કરવાની લિંક | BOI Specialist Recruitment 2026 Apply Online |
સેલરી કેટલી મળશે?
મન્થલી સેલરી પોસ્ટના સ્કેલ અને ગ્રેડને ધ્યાનમાં રાખીને મળશે.
- જુનિયર મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ I: ₹48480-₹85920
- મિડલ મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ-II (MMGS-II): ₹64820-₹93960
- મિડલ મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ-III (MMGS-III): ₹85920-₹105820
- સિનિયર મેનેજમેન્ટ સ્કેલ-IV (SMGS-IV): ₹102300-₹120940
ત્રણ તબક્કામાં સિલેક્શન પ્રોસેસ
- સ્ક્રૂટિની: સંબંધિત પ્રોફેશનલ એક્સપીરિયન્સ, મેડેન્ટરી સર્ટિફિકેટ, એજ્યુકેશનલ ક્વૉલિફિકેશન અને એલિજિબિલિટી ક્રાઇટેરિયાના આધારે કૅન્ડિડેટ્સને શૉર્ટલિસ્ટ કરવામાં આવશે. ત્યાર બાદના તબક્કામાં પરીક્ષા થશે.
- ઑનલાઇન એક્ઝામિનેશન: ઇંગ્લિશ લેંગ્વેજના 25 અને પ્રોફેશનલ નૉલેજના 100 ગુણની પરીક્ષા થશે. તેની અવધિ 100 મિનિટની રહેશે. તેને ક્વૉલિફાય કરવા માટે જનરલ/EWS કૅન્ડિડેટ્સે 35 ટકા ગુણ મેળવવાના રહેશે. જ્યારે SC/ST/OBC/PwBD ઉમેદવારોને તેમાં 5 ટકા ગુણની છૂટ આપવામાં આવી છે. પરીક્ષામાં 1/4 માર્ક્સની નેગેટિવ માર્કિંગ પણ રહેશે.
- ઇન્ટરવ્યૂ: પ્રોફેશનલ નૉલેજની ઑનલાઇન પરીક્ષાના આધારે ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. આ માટે અલગથી મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે.
અરજી ફી
આ ભરતી માટે ઑનલાઇન અરજી 10 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર 2026 સુધી ચાલશે. ફોર્મ ભરવાની સાથે એપ્લિકેશન ફી પણ ભરવાની રહેશે. SC/ST/PwBD ઉમેદવારોએ તેના માટે ₹175 એપ્લિકેશન ફી આપવાની રહેશે. જનરલ/EWS/OBC કૅન્ડિડેટ્સ માટે આ ફી ₹1180 છે. તેમાં એપ્લિકેશન ફી અને ઇન્ટિમેશન ચાર્જિસ બંને સામેલ છે.

