કેન્દ્રીય ભંડારણ નિગમ કન્ઝ્યુમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. તે અનાજનો સંગ્રહ કરવા માટે ગોડાઉન, આયાત-નિકાસનાં કામો અને લૉજિસ્ટિક્સની સુવિધાઓ પૂરી પાડે છે તથા તેમની દેખરેખ રાખે છે. કંપનીએ જનરલ, ટેક્નિકલ, ફાઇનાન્સ, એન્જિનિયરિંગ-સિવિલ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને એન્જિનિયરિંગ-મેકેનિકલ જેવા ક્ષેત્રોમાં આસિસ્ટન્ટ મેનેજર અને જુનિયર એક્ઝિક્યુટિવનાં પદો માટે અરજીઓ મંગાવી છે. ઑનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 15 નવેમ્બર 2026 છે.
CWCની ખાલી જગ્યાઓ અને લાયકાત
| પદ | ખાલી જગ્યાઓ | લાયકાત |
|---|---|---|
| આસિસ્ટન્ટ મેનેજર (જનરલ) | 70 | કોઈપણ પ્રવાહમાં બે વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી કોર્સ અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા પૂર્ણ કરેલો હોવો જોઈએ. |
| આસિસ્ટન્ટ મેનેજર (ટેક્નિકલ) | 60 | એગ્રીકલ્ચર, ફૂડ ટેક્નોલોજી, ફૂડ સાયન્સ, ફૂડ સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ફૂડ ટેક્નોલોજી મેનેજમેન્ટ અથવા બાયોટેક્નોલોજીમાં બેચલર ઑફ ટેક્નોલોજીની ડિગ્રી અથવા એગ્રીકલ્ચર, ફૂડ ટેક્નોલોજી, ફૂડ સાયન્સ, ફૂડ સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ફૂડ ટેક્નોલોજી મેનેજમેન્ટ અથવા બાયોટેક્નોલોજીમાં બેચલર ઑફ એન્જિનિયરિંગની ડિગ્રી હોવી જોઈએ. |
| આસિસ્ટન્ટ મેનેજર (ફાઇનાન્સ) | 10 | કોમર્સમાં ગ્રેજ્યુએશન સાથે ફાઇનાન્સ અને એકાઉન્ટિંગમાં ત્રણ વર્ષનો પોસ્ટ-ક્વોલિફિકેશન અનુભવ હોવો જોઈએ. અથવા ગ્રેજ્યુએશન સાથે CA ઇન્ટરમીડિયેટ/CMA ઇન્ટરમીડિયેટ પૂર્ણ કરેલું હોવું જોઈએ. આ સાથે ત્રણ વર્ષનો અનુભવ જરૂરી છે. |
| આસિસ્ટન્ટ મેનેજર (એન્જિનિયરિંગ-સિવિલ) | 22 | સિવિલ એન્જિનિયરિંગમાં બેચલર ડિગ્રી અથવા સિવિલ એન્જિનિયરિંગમાં બેચલર ઑફ ટેક્નોલોજીની ડિગ્રી હોવી જોઈએ. |
| આસિસ્ટન્ટ મેનેજર (એન્જિનિયરિંગ-ઇલેક્ટ્રિકલ) | 05 | ઇલેક્ટ્રિકલમાં બેચલર ઑફ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બેચલર ઑફ ટેક્નોલોજી, ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં બેચલર ઑફ એન્જિનિયરિંગ અથવા બેચલર ઑફ ટેક્નોલોજીની ડિગ્રી હોવી જોઈએ. |
| આસિસ્ટન્ટ મેનેજર (ઇલેક્ટ્રિકલ-મેકેનિકલ) | 04 | મેકેનિકલમાં બેચલર ઑફ એન્જિનિયરિંગ અથવા મેકેનિકલ એન્જિનિયરિંગમાં બેચલર ઑફ ટેક્નોલોજીની ડિગ્રી હોવી જોઈએ. |
| જુનિયર એક્ઝિક્યુટિવ (જનરલ) | 78 | કોઈપણ પ્રવાહમાં બેચલર ડિગ્રી સાથે કમ્પ્યુટરનું કાર્યકારી જ્ઞાન હોવું જોઈએ. MS Officeનું કામ પણ આવડવું જોઈએ. |
| જુનિયર એક્ઝિક્યુટિવ (ટેક્નિકલ) | 78 | BSc (એગ્રીકલ્ચર), BSc (બોટની), BSc (ઝૂઑલોજી), BSc (બાયોટેક્નોલોજી), BSc (માઇક્રોબાયોલોજી), BSc (બાયોકેમિસ્ટ્રી), BSc (ફૂડ સાયન્સ) અથવા BSc કેમિસ્ટ્રીની ડિગ્રી સાથે કમ્પ્યુટર પર કામ કરવાનું જ્ઞાન હોવું જોઈએ. |
| કુલ | 327 |
માત્ર આસિસ્ટન્ટ મેનેજર ફાઇનાન્સના પદ માટે ડિગ્રી સાથે ત્રણ વર્ષનો અનુભવ જરૂરી છે. અન્ય તમામ પદો માટે ડિગ્રી પૂર્ણ કરેલા ફ્રેશર્સ ઉમેદવારો સંબંધિત લાયકાતની શરતો પૂરી કરતા હોય તો અરજી કરી શકે છે. અન્ય કોઈ પદ માટે કાર્યનો અનુભવ માગવામાં આવ્યો નથી.
ઉંમર કેટલી હોવી જોઈએ?
આ નવી ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોની ઉંમર અરજીની છેલ્લી તારીખ 15 નવેમ્બર 2026ના રોજ 28 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જન્મતારીખના આધારે પણ આ રીતે સમજી શકાય છે. ઉમેદવારોની જન્મતારીખ 16 નવેમ્બર 1998 પહેલાંની અથવા 15 નવેમ્બર 2008 પછીની ન હોવી જોઈએ. આ મર્યાદાની બહાર આવતા ઉમેદવારો અરજી કરવા માટે લાયક ગણાશે નહીં. તમામ પદો માટે સમાન ઉંમરમર્યાદા નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત અનામત વર્ગના ઉમેદવારોને નિયમો અનુસાર મહત્તમ ઉંમરમાં છૂટછાટ પણ મળશે. SC/ST ઉમેદવારોને પાંચ વર્ષ અને OBC ઉમેદવારોને ત્રણ વર્ષની છૂટછાટ આપવામાં આવશે.
કેટલો પગાર મળશે?
કંપની દ્વારા બંને પદો માટે સારો પગાર આપવામાં આવી રહ્યો છે.
આસિસ્ટન્ટ મેનેજર: દર મહિને ₹40,000થી ₹1,40,000 સુધી.
જુનિયર એક્ઝિક્યુટિવ: દર મહિને ₹29,000થી ₹93,000 સુધી.
અરજી ફી કેટલી હશે?
આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, દસ્તાવેજોની ચકાસણી વગેરે તબક્કાઓ દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ અંતિમ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. અરજી કરવા માટે SC/ST/PwBD અને મહિલા ઉમેદવારોએ ₹500 ફી ભરવાની રહેશે. જ્યારે અનામત ન હોય તેવા વર્ગ, EWS અને OBC વર્ગના ઉમેદવારોએ ₹1,350 ફી ભરવાની રહેશે. અરજી અને ફી ભરવાની સંપૂર્ણ પ્રક્રિયા કંપનીની સત્તાવાર વેબસાઇટ cwceportal.com પર પૂર્ણ કરી શકાશે.

