NSPCL Recruitment 2026: એન્જિનિયરિંગ ઉમેદવારો માટે સરકારી નોકરીની તક, NSPCLમાં ₹90 હજારના પગાર સાથે ફીલ્ડ એન્જિનિયરની ભરતી

Arati Parmar
3 Min Read
NSPCL Recruitment 2026

NSPCL Recruitment 2026: નોકરીની શોધમાં રહેલા એન્જિનિયરિંગ ઉમેદવારોને સરકારી કંપનીમાં નોકરી મેળવવાની તક મળી રહી છે. NTPC અને SAIL પાવર કંપની લિમિટેડની સંયુક્ત સાહસ કંપની (NSPCL)ને ફીલ્ડ એન્જિનિયરની જગ્યાઓ માટે લાયક ઉમેદવારોની જરૂર છે. પાવર સ્ટેશન, સિવિલ અને સેફ્ટી વિભાગમાં ફીલ્ડ એન્જિનિયરની નિમણૂક કરવામાં આવશે. આ ભરતીનું સત્તાવાર નોટિફિકેશન www.nspcl.co.in પર જાહેર કરવામાં આવ્યું છે. તેથી ઉમેદવારોએ રજિસ્ટ્રેશન અને તેની સાથે જોડાયેલા દસ્તાવેજો તૈયાર રાખવા જોઈએ.

એન્જિનિયરિંગના જે ઉમેદવારો કોઈપણ પરીક્ષા આપ્યા વગર સરકારી કંપનીમાં પોતાની કારકિર્દી શરૂ કરવા માગે છે, તેમના માટે આ સારી તક બની શકે છે. કારણ કે પસંદગીની પ્રક્રિયામાં કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં. સીધા ગુણના આધારે ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે. ત્યારબાદ વ્યક્તિગત ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ સાથે જોડાયેલા ઉમેદવારો અરજી કરી શકે છે.

- Advertisement -

NSPCL ફીલ્ડ એન્જિનિયર ભરતીની જરૂરી વિગતો

ભરતીની વિગતોમાહિતી
ભરતીNTPC-SAIL પાવર કંપની લિમિટેડ (NSPCL)
પદફીલ્ડ એન્જિનિયર
ખાલી જગ્યાઓ17
નોકરીનો પ્રકારફિક્સ્ડ ટર્મ આધારિત
સત્તાવાર વેબસાઇટwww.nspcl.co.in
અરજી ક્યારે શરૂ થશે20 નવેમ્બર 2026, સવારે 10 વાગ્યે
અરજી કરવાની છેલ્લી તારીખ11 ડિસેમ્બર 2026, રાત્રે 11:59 વાગ્યા સુધી
પસંદગીની પ્રક્રિયાશોર્ટલિસ્ટિંગ અને ઇન્ટરવ્યૂ
પગાર₹90,000

ફીલ્ડ એન્જિનિયર માટે લાયકાત

  • ફીલ્ડ એન્જિનિયર (પાવર સ્ટેશન-O&M): ઉમેદવારોએ કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ/ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગની ડિગ્રી ઓછામાં ઓછા 60 ટકા ગુણ સાથે પૂર્ણ કરી હોવી જોઈએ. સાથે ઓછામાં ઓછો 2 વર્ષનો ડિગ્રી મેળવ્યા પછીનો અનુભવ પણ હોવો જરૂરી છે.
  • ફીલ્ડ એન્જિનિયર (પાવર સ્ટેશન-સિવિલ): ઉમેદવાર પાસે ઓછામાં ઓછા 60 ટકા ગુણ સાથે સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી હોવી જોઈએ. સાથે ઓછામાં ઓછા 2 વર્ષનો ડિગ્રી મેળવ્યા પછીનો અનુભવ પણ જરૂરી છે.
  • ફીલ્ડ એન્જિનિયર (પાવર સ્ટેશન-સેફ્ટી): ઉમેદવારે ઇલેક્ટ્રિકલ/ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ/પ્રોડક્શન/મિકેનિકલ/ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગમાં ઓછામાં ઓછા 60 ટકા ગુણ સાથે ડિગ્રી પૂર્ણ કરી હોવી જોઈએ. એન્જિનિયરિંગની કોઈ શાખામાં ડિપ્લોમા સાથે ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટીમાં PG ડિપ્લોમા અથવા PG ડિપ્લોમા ઇન ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી પણ કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ જરૂરી છે.
  • ઉંમર મર્યાદા: ફીલ્ડ એન્જિનિયરની ત્રણેય જગ્યાઓ માટે ઉમેદવારોની મહત્તમ ઉંમર 45 વર્ષ હોવી જોઈએ. ઉંમરની ગણતરી અરજી કરવાની છેલ્લી તારીખના આધારે કરવામાં આવશે. ઉપલી ઉંમર મર્યાદામાં SC/ST ઉમેદવારોને 5 વર્ષ, OBC ઉમેદવારોને 3 વર્ષ અને PwBD ઉમેદવારોને 10 વર્ષની છૂટ મળશે.

પગાર અને કોન્ટ્રાક્ટનો સમયગાળો

આ ભરતીમાં ઉમેદવારોની શરૂઆતમાં 3 વર્ષ માટે નિમણૂક કરવામાં આવશે. ત્યારબાદ સંસ્થાની જરૂરિયાત પ્રમાણે ઉમેદવારોનો કાર્યકાળ વધારી શકાય છે. જોકે, દર વર્ષે ઉમેદવારના કામનું મૂલ્યાંકન કરવામાં આવશે. ફીલ્ડ એન્જિનિયરની નોકરી વધુમાં વધુ 7 વર્ષ માટે હોઈ શકે છે, કારણ કે આ નિમણૂક ફિક્સ્ડ ટર્મ આધારિત હશે. તમામ જગ્યાઓ માટે ઉમેદવારને દર મહિને ₹90,000 પગાર મળશે.

અરજી દરમિયાન જનરલ/OBC/EWS ઉમેદવારોએ ₹300 અરજી ફી ભરવાની રહેશે. જ્યારે SC/ST/PwBD અને મહિલા ઉમેદવારો માટે કોઈ ફી રાખવામાં આવી નથી. આ ઉમેદવારો નિઃશુલ્ક અરજી કરી શકશે. અરજીની લિંક 20 નવેમ્બરથી જ ખુલશે. ત્યાં સુધી તમામ જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા જોઈએ.

- Advertisement -
Share This Article