SIDBI Recruitment: સરકારી બેંકમાં ઓફિસર બનવાની તક, SIDBIમાં ગ્રેડ A અને B ઓફિસરની 68 જગ્યાઓ પર ભરતી, જાણો લાયકાત અને પગાર

Arati Parmar
5 Min Read
SIDBI Recruitment

SIDBI Recruitment: જો તમે સારા હોદ્દા પર સરકારી નોકરી મેળવવા માગતા હો, તો તમારા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ બેંક (SIDBI)એ ગ્રેડ A અને ગ્રેડ B ઓફિસરની ભરતી બહાર પાડી છે. જનરલ અને સ્પેશિયલ સ્ટ્રીમ માટે SIDBI આસિસ્ટન્ટ મેનેજર ભરતીની સત્તાવાર સૂચના જાહેર કરવામાં આવી છે. બેંકે આ ભરતી માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન અને ફી ભરવાની લિંક પણ ખોલી દીધી છે. લાયક ઉમેદવારો www.sidbi.in પર જઈને અરજી કરી શકે છે.

SIDBI ભારતની અગ્રણી નાણાકીય સંસ્થા છે, જે નાના વ્યવસાયો, સ્ટાર્ટઅપ અને MSME ક્ષેત્રને નાણાકીય સહાય આપે છે. આ નવી ભરતી દ્વારા SIDBI ગ્રેડ A અને ગ્રેડ B ઓફિસરની 60થી વધુ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આ અધિકારી સ્તરની જગ્યાઓ છે, જેના પર માસિક પગાર પણ સારો મળશે. લાયકાત, ઉંમર અને પગાર સહિતની તમામ વિગતો જાણ્યા પછી જ ફોર્મ માટે અરજી કરો.

- Advertisement -

SIDBI આસિસ્ટન્ટ મેનેજર ભરતી 2026

પદજગ્યાઓલાયકાત
આસિસ્ટન્ટ મેનેજર જનરલ53કોમર્સ, ઇકોનોમિક્સ, મેથેમેટિક્સ, સ્ટેટિસ્ટિક્સ, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અથવા એન્જિનિયરિંગમાં ઓછામાં ઓછા 60 ટકા ગુણ સાથે બેચલર ડિગ્રી હોવી જોઈએ. અથવા CS/CMA/CA/MBA/PGDM કર્યું હોવું જોઈએ. સંબંધિત ક્ષેત્રમાં ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.
આસિસ્ટન્ટ મેનેજર હિન્દી02કોઈપણ સ્ટ્રીમમાં ઓછામાં ઓછા 60 ટકા ગુણ સાથે હિન્દી અથવા અંગ્રેજી વિષય સાથે બેચલર ડિગ્રી પૂર્ણ કરેલી હોવી જોઈએ. હિન્દીમાંથી અંગ્રેજીમાં અનુવાદ માટેનો 1 વર્ષનો PG ડિપ્લોમા હોવો જોઈએ. અથવા મુખ્ય વિષય તરીકે અંગ્રેજી સાથે હિન્દીમાં ઓછામાં ઓછા 50 ટકા ગુણ સાથે માસ્ટર્સ ડિગ્રી હોવી જોઈએ. 2 વર્ષનો અનુભવ જરૂરી છે.
આસિસ્ટન્ટ મેનેજર લીગલ03કાયદામાં LLBની બેચલર ડિગ્રી પૂર્ણ કરેલી હોવી જોઈએ. વકીલ તરીકે બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયામાં નોંધણી કરાવેલી હોવી જોઈએ.
આસિસ્ટન્ટ મેનેજર સિસ્ટમ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) સ્કિલ સેટ- AI/ML ઓટોમેશન/ફુલ સ્ટેક એપ્લિકેશન ડેવલપમેન્ટ/સિક્યોરિટી/ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ નેટવર્ક05કોઈપણ સ્ટ્રીમમાં ઓછામાં ઓછા 60 ટકા ગુણ સાથે B.E./B.Tech ડિગ્રી અથવા MCA હોવું જોઈએ. 2 વર્ષનો અનુભવ પણ જરૂરી છે.
મેનેજર હિન્દી01કોઈપણ સ્ટ્રીમમાં ઓછામાં ઓછા 60 ટકા ગુણ સાથે હિન્દી અને અંગ્રેજી વિષય સાથે બેચલર ડિગ્રી પૂર્ણ કરેલી હોવી જોઈએ. અનુવાદમાં 1 વર્ષનો PG ડિપ્લોમા હોવો જોઈએ. અથવા મુખ્ય વિષય તરીકે અંગ્રેજી સાથે હિન્દીમાં ઓછામાં ઓછા 50 ટકા ગુણ સાથે માસ્ટર્સ ડિગ્રી પૂર્ણ કરેલી હોવી જોઈએ. 5 વર્ષનો કામનો અનુભવ જરૂરી છે.
મેનેજર લીગલ03LLBની ડિગ્રી પૂર્ણ કરેલી હોવી જોઈએ. વકીલ તરીકે બાર કાઉન્સિલમાં નોંધણી કરાવેલી હોવી જોઈએ અને ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
મેનેજર સિસ્ટમ/ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) સ્કિલ સેટ-AI/ML/ઓટોમેશન/ફુલ સ્ટેક એપ્લિકેશન ડેવલપમેન્ટ/સિક્યોરિટી/ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ નેટવર્ક05ઓછામાં ઓછા 60 ટકા ગુણ સાથે B.E./B.Tech ડિગ્રી પૂર્ણ કરેલી હોવી જોઈએ. અથવા MCA કર્યું હોવું જોઈએ. ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ જરૂરી છે.

વયમર્યાદા કેટલી હોવી જોઈએ?

ઓફિસર ગ્રેડ Aના ઉમેદવારોની ઉંમર 21થી 30 વર્ષ હોવી જોઈએ. જ્યારે ઓફિસર ગ્રેડ B માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 25 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષ હોવી જોઈએ. ઉપલી વયમર્યાદામાં અનામત વર્ગોને નિયમો અનુસાર છૂટછાટ મળશે. SC/ST ઉમેદવારોને 5 વર્ષ, OBC નોન-ક્રીમી લેયરને 3 વર્ષ, PwBD ઉમેદવારોને 10 વર્ષ અને PwBD OBC ઉમેદવારોને 13 વર્ષની છૂટછાટ મળશે.

SIDBI ભરતી 2026ની જરૂરી વિગતો

વિગતોમાહિતી
બેંકસ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઑફ ઇન્ડિયા (SIDBI)
પદઓફિસર ગ્રેડ A અને ગ્રેડ B
જગ્યાઓ68
સત્તાવાર વેબસાઇટwww.sidbi.in
અરજી શરૂ થવાની તારીખ21 નવેમ્બર 2026
અરજી કરવાની છેલ્લી તારીખ11 ડિસેમ્બર 2026
વયમર્યાદાની ગણતરીની તારીખ21 નવેમ્બર 2026
શૈક્ષણિક લાયકાત અને અનુભવ નક્કી કરવાની છેલ્લી તારીખ11 ડિસેમ્બર 2026
ઓનલાઇન પરીક્ષાની સંભવિત તારીખતબક્કો I અને તબક્કો II: 27 ડિસેમ્બર 2026
ઇન્ટરવ્યૂની સંભવિત તારીખ (તબક્કો III)ફેબ્રુઆરી 2027
પગારગ્રેડ A- ₹62,500થી ₹1,20,000, ગ્રેડ B- ₹78,450થી ₹1,45,000
પસંદગી પ્રક્રિયાલેખિત પરીક્ષા, ઇન્ટરવ્યૂ, દસ્તાવેજોની ચકાસણી અને મેરિટ લિસ્ટ

પસંદગી પ્રક્રિયા

  • મળેલી અરજીઓના આધારે ઉમેદવારોએ સૌપ્રથમ તબક્કાની લેખિત પરીક્ષા આપવી પડશે.
  • પેપર-Iમાં લાયક ઠરનારા ઉમેદવારો પેપર-IIમાં બેસી શકશે. આ પેપર વર્ણનાત્મક પ્રકારનું હશે.
  • શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોએ PRT અને ઇન્ટરવ્યૂ પણ આપવું પડશે.
  • બંને તબક્કામાં પાસ થનારા ઉમેદવારો જ ઇન્ટરવ્યૂના તબક્કામાં સામેલ થઈ શકશે. તેની તારીખ, સ્થળ અને કોલ લેટર અંગે ઉમેદવારોને ઇમેઇલ અને SMS દ્વારા જાણ કરવામાં આવશે.
  • ઇન્ટરવ્યૂ દરમિયાન ઇન્ટરવ્યૂનું કોલ લેટર, ઓનલાઇન અરજીપત્રક, જન્મતારીખનો પુરાવો, ફોટો ઓળખપત્ર, ગ્રેજ્યુએશન અને અન્ય દસ્તાવેજોની ફોટોકોપી વગેરે સાથે લઈ જવાનાં રહેશે.

અરજી ફી

SC, ST અને PwBD ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મ ભરતી વખતે 175 રૂપિયા અરજી ફી જમા કરાવવાની રહેશે. આ ઉપરાંત OBC, EWS અને જનરલ ઉમેદવારો માટે આ ફી 1,100 રૂપિયા નક્કી કરવામાં આવી છે. તમામ ઉમેદવારો માટે અરજી ફી ભરવી ફરજિયાત છે. તેના વિના ફોર્મ પૂર્ણ માનવામાં આવશે નહીં.

- Advertisement -
Share This Article