NEET PG 2025 Counselling: મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (MCC) એ ઓલ ઈન્ડિયા ક્વોટા (AIQ) ની ખાલી પડેલી બેઠકો ભરવા માટે સ્ટ્રે વેકેન્સી રાઉન્ડની નોંધણી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ mcc.nic.in પર જઈને અરજી કરી શકે છે. MCC એ રાઉન્ડ-3 સુધી પ્રવેશ મેળવનાર ઉમેદવારોની યાદી પણ પોર્ટલ પર અપલોડ કરી દીધી છે.
28 ફેબ્રુઆરી સુધી ચાલશે કાઉન્સેલિંગ પ્રક્રિયા
MCC ના જણાવ્યા અનુસાર, અંતિમ કાઉન્સેલિંગ પ્રક્રિયા 16 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી ચાલશે. રજીસ્ટ્રેશન 16 થી 18 ફેબ્રુઆરી સુધી ખુલ્લું રહેશે. ઉમેદવારો 16 થી 19 ફેબ્રુઆરી સુધી પોતાની પસંદગીની કોલેજ અને અભ્યાસક્રમ ભરી શકશે. ચોઈસ લોક કરવાની સુવિધા 19 ફેબ્રુઆરીએ સાંજે 4 વાગ્યાથી રાત્રે 11:55 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.
21 ફેબ્રુઆરીએ જાહેર થશે બેઠક ફાળવણીનું પરિણામ
બેઠક ફાળવણીની પ્રક્રિયા 20 ફેબ્રુઆરીએ પૂર્ણ કરવામાં આવશે અને અંતિમ સીટ એલોટમેન્ટ રિઝલ્ટ 21 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે. જે ઉમેદવારોને બેઠક મળશે, તેમણે 22 થી 28 ફેબ્રુઆરી વચ્ચે સંબંધિત સંસ્થામાં રિપોર્ટ કરીને પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
રાઉન્ડ-3 સુધીના અંતિમ આંકડા મુજબ 10,084 નવી બેઠકોની ફાળવણી કરવામાં આવી, જ્યારે 8,589 ઉમેદવારોને અપગ્રેડેશન મળ્યું. MCC એ રાઉન્ડ-3 સુધી પ્રવેશ મેળવનારા ઉમેદવારોની 1,959 પાનાની યાદી જાહેર કરી છે.
મહત્વની તારીખો
| આયોજન | તારીખ |
| રજીસ્ટ્રેશન | 16 થી 18 ફેબ્રુઆરી |
| ચોઈસ ફિલિંગ | 16 થી 19 ફેબ્રુઆરી |
| ચોઈસ લોકિંગ | 19 ફેબ્રુઆરી, સાંજે 4 થી રાત્રે 11:55 સુધી |
| સીટ એલોટમેન્ટ પ્રોસેસિંગ | 20 ફેબ્રુઆરી |
| ફાઈનલ રિઝલ્ટ | 21 ફેબ્રુઆરી |
| રિપોર્ટિંગ | 22 થી 28 ફેબ્રુઆરી |
ઉમેદવારોને સલાહ આપવામાં આવી છે કે તેઓ તમામ નિર્ધારિત તારીખોનું ધ્યાન રાખે અને આ અંતિમ તબક્કો હોવાથી સમયસર પ્રક્રિયા પૂર્ણ કરે.

