Top Asian Universities: એન્જિનિયરિંગ હોય કે મેડિસિન… એશિયામાં દરેક કોર્સ માટે છે બેસ્ટ યુનિવર્સિટીઓ, જુઓ ટોપ-10 ની યાદી

Arati Parmar
3 Min Read

Top Asian Universities: જ્યારે પણ હાયર એજ્યુકેશનની વાત થાય ત્યારે વિદ્યાર્થીઓના મનમાં અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઑસ્ટ્રેલિયા જેવા દેશો આવે છે. જોકે, એશિયામાં પણ ઘણી ટોપ યુનિવર્સિટીઓ છે, જે તેમની હાઇ-ક્વોલિટી એજ્યુકેશન માટે જાણીતી છે. એટલું જ નહીં, એ યુનિવર્સિટીઓમાં દુનિયાભરના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવી રહ્યા છે. એશિયાની યુનિવર્સિટીઓમાં અમેરિકાની અને બ્રિટનની તુલનાએ ફી પણ ઓછી છે.

હમણાં જ જાહેર થયેલી QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2026 માં એશિયાની ઘણી યુનિવર્સિટીઓને સ્થાન મળ્યું છે. ઘણી એશિયન યુનિવર્સિટીઓ ટોપ-50 માં આવી છે. એશિયામાં રહેવાનો અને ખાવાનો ખર્ચ પણ પશ્ચિમ દેશોની તુલનાએ ઘણો ઓછો છે. અહીં ઘણા મોટા શહેરો છે, જે ગ્લોબલ હબ બની રહ્યા છે, એટલે એશિયામાં નોકરીના વિકલ્પો પણ વધારે છે. ચાલો જાણીએ QS વર્લ્ડ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલી એશિયાનાં ટોપ-10 સંસ્થાઓ વિશે:

- Advertisement -

એશિયાની ટોપ-10 યુનિવર્સિટીઓ

1. નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોર
સિંગાપોરની આ યુનિવર્સિટીને ગ્લોબલ રેન્કિંગમાં એશિયામાં પ્રથમ સ્થાન મળ્યું છે. QS ગ્લોબલ રેન્કિંગમાં એ 8મા સ્થાને છે. એન્જિનિયરિંગ, સાયન્સ અને હ્યુમેનિટીઝ માટે આ બેસ્ટ યુનિવર્સિટી છે.

- Advertisement -

2. યુનિવર્સિટી ઑફ હોંગકોંગ
QS રેન્કિંગમાં હોંગકોંગ યુનિવર્સિટી એ એશિયામાં બીજા સ્થાને છે. અહીં અંડરગ્રેજ્યુએટ તથા પોસ્ટગ્રેજ્યુએટ બંને કોર્સ અંગ્રેજીમાં કરાવવામાં આવે છે. મેડિસિન, લૉ અને બિઝનેસ માટે શ્રેષ્ઠ સંસ્થા.

3. નાનયાંગ ટેક્નોલૉજિકલ યુનિવર્સિટી
સિંગાપોરમાં આવેલી નાનયાંગ ટેક્નોલૉજિકલ યુનિવર્સિટી એ એશિયામાં ત્રીજા સ્થાને છે. એનું ગ્લોબલ રેન્કિંગ 12મું છે. અહીં બિઝનેસ અને સોશ્યલ સાયન્સ જેવા કોર્સ ખૂબ લોકપ્રિય છે.

- Advertisement -

4. પેકિંગ યુનિવર્સિટી
ચીનમાં આવેલી પેકિંગ યુનિવર્સિટી એ એશિયામાં ચોથું સ્થાન મેળવ્યું છે તથા ગ્લોબલ સ્તરે 14મું સ્થાન ધરાવે છે. અહીં ઘણાં કોર્સ અંગ્રેજીમાં કરાવવામાં આવે છે. સાયન્સ, ઇકોનોમિક્સ, લિટરેચર માટે ખાસ જાણીતી.

5. સિંઘુઆ યુનિવર્સિટી
ચીનની સિંઘુઆ યુનિવર્સિટી એ એશિયામાં પાંચમું તથા ગ્લોબલ સ્તરે 17મું સ્થાન મેળવ્યું છે. એ એન્જિનિયરિંગ, ટેક્નોલૉજી તથા પબ્લિક પૉલિસી માટે જાણીતી છે.

6. ફુદાન યુનિવર્સિટી
ચીનમાં આવેલી એશિયાની છઠ્ઠી શ્રેષ્ઠ યુનિવર્સિટી ફુદાન છે. એ ગ્લોબલ રેન્કિંગમાં 30મું સ્થાન ધરાવે છે. અહીં અંગ્રેજીમાં બેચલર્સ તથા માસ્ટર્સ કરાવવામાં આવે છે. સોશ્યલ સાયન્સ, મેડિસિન તથા મેનેજમેન્ટ માટે શ્રેષ્ઠ.

7. દ ચાઇનીઝ યુનિવર્સિટી ઑફ હોંગકોંગ
QS ગ્લોબલ રેન્કિંગમાં એ 32મા સ્થાન પર છે અને એશિયામાં સાતમા સ્થાન પર છે. હ્યુમેનિટીઝ, એજ્યુકેશન તથા બાયૉમેડિકલ સાયન્સ માટે જાણીતું.

8. દ યુનિવર્સિટી ઑફ ટોક્યો
જાપાનમાં આવેલી દ યુનિવર્સિટી ઑફ ટોક્યો એ એશિયામાં આઠમું તથા ગ્લોબલ સ્તરે 36મું સ્થાન ધરાવે છે. અહીં સાયન્સ તથા એન્જિનિયરિંગના કોર્સમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે છે.

9. સિયોલ નેશનલ યુનિવર્સિટી
દક્ષિણ કોરિયામાં આવેલી સિયોલ નેશનલ યુનિવર્સિટી એ એશિયામાં નવમું તથા ગ્લોબલ સ્તરે 38મું સ્થાન મેળવ્યું છે. એ એન્જિનિયરિંગ, મેડિસિન તથા બિઝનેસ માટે શ્રેષ્ઠ યુનિવર્સિટી છે.

10. દ હોંગકોંગ યુનિવર્સિટી ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલૉજી
સાયન્સ, એન્જિનિયરિંગ તથા બિઝનેસ માટે દ હોંગકોંગ યુનિવર્સિટી ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલૉજી શ્રેષ્ઠ છે. એ એશિયામાં 10મું તથા ગ્લોબલ સ્તરે 44મું સ્થાન ધરાવે છે.

જો તમારે એશિયામાં અભ્યાસ કરવાનો વિચાર હોય, તો આ યુનિવર્સિટીઓ એક સરસ વિકલ્પ સાબિત થઈ શકે!

Share This Article