Union Bank Recruitment: Union Bank માં અધિકારી બનવાની તક, મેનેજર સહિત 395 જગ્યાઓ પર ભરતી, જાણો લાયકાત અને અરજી પ્રક્રિયા

Arati Parmar
5 Min Read

Union Bank Recruitment: જો તમે બેન્કમાં મેનેજર બનવા માંગો છો, તો Union Bank of India માં આવેલી નવી ભરતી તમારા સપનાને સાકાર કરવાની મોટી તક બની શકે છે. બેન્કે મેનેજર, સિનિયર મેનેજર, ચીફ મેનેજર, આસિસ્ટન્ટ જનરલ મેનેજર અને ડેપ્યુટી જનરલ મેનેજરની ખાલી જગ્યાઓ જાહેર કરી છે. તમામને મળીને 395 જગ્યાઓ પર યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આવી સ્થિતિમાં બેન્કમાં અધિકારી તરીકે સરકારી નોકરી મેળવવાની આ સારી તક બની શકે છે. આ ભરતી માટે બેન્કે પોતાની અધિકૃત વેબસાઇટ www.unionbankofindia.bank.in પર અરજી પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે.

Union Bank of India એ આ નવી ભરતી એક્સપર્ટાઈઝ, જનરલ બેન્કિંગ ઓફિસર અને સ્પેશિયાલિસ્ટ ઓફિસર્સ ડોમેન માટે જાહેર કરી છે. સૌથી ખાસ વાત એ છે કે તમામ પદો નિયમિત ધોરણે ભરવામાં આવશે.

- Advertisement -

Union Bank માં મેનેજર કોણ બની શકે?

બેન્કે અલગ અલગ કેડર માટે પોસ્ટ મુજબ અરજીઓ મંગાવી છે. તેમાં સર્ટિફાઈડ ફ્રોડ એક્ઝામિનરથી લઈને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રોફેશનલ, ફોરેક્સ ઓફિસર, વેન્ડર મેનેજમેન્ટ, ક્લાઉડ એડમિનિસ્ટ્રેટર, ડેટા સેન્ટર સ્પેશિયાલિસ્ટ, એન્ટરપ્રાઈઝ આર્કિટેક્ટ, ઈનોવેશન, ઈમેલ એડમિનિસ્ટ્રેટર, ફુલ સ્ટેક ડેવલપર, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, લો ઓફિસર, ફાયર ઓફિસર સહિત વિવિધ પદોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તમામ માટે પોસ્ટ મુજબ અલગ અલગ લાયકાત પણ નક્કી કરવામાં આવી છે.

- Advertisement -

સર્ટિફાઈડ ફ્રોડ એક્ઝામિનર માટે ગ્રેજ્યુએશનની ડિગ્રી સાથે સર્ટિફાઈડ ફ્રોડ એક્ઝામિનરનું સર્ટિફિકેટ અને ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ. તેવી જ રીતે પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્રોફેશનલ માટે B.E./B.Techની ડિગ્રી કમ્પ્યુટર સાયન્સ, કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, સોફ્ટવેર એન્જિનિયરિંગ વગેરેમાં પૂર્ણ કરેલી હોવી જોઈએ. સાથે પ્રોગ્રામ મેનેજમેન્ટ પ્રોફેશનલ અથવા પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્રોફેશનલનું સર્ટિફિકેટ અને ઓછામાં ઓછો 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ. ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રોફેશનલ માટે MBA, MCA, M.Tech, M.Sc, એન્વાયરમેન્ટ, M.Sc ડિઝાસ્ટર મેનેજમેન્ટ, B.Tech અથવા B.E.ની ડિગ્રી સાથે 7 વર્ષનો અનુભવ માંગવામાં આવ્યો છે.

બેન્કમાં નોકરી માટે ઉંમર કેટલી હોવી જોઈએ?

- Advertisement -

ડિગ્રી અને અનુભવ ઉપરાંત ઉમેદવારની ઉંમર પણ અરજી માટે નક્કી કરાયેલા ધોરણો મુજબ હોવી જરૂરી છે. પદ મુજબ લઘુત્તમ ઉંમર 22થી 25 વર્ષ અને મહત્તમ ઉંમર 35થી 50 વર્ષ સુધી હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને ઉપરની ઉંમર મર્યાદામાં નિયમો મુજબ છૂટ મળશે. ઉંમરની ગણતરી 1 એપ્રિલ 2026ના આધારે કરવામાં આવશે. તેના માટે ઉંમર સંબંધિત દસ્તાવેજો અરજી ફોર્મમાં અપલોડ કરવા પડશે.

Union Bank Of India Vacancy 2026: કુલ ખાલી જગ્યાઓ

કેડરસ્કેલપગારખાલી જગ્યાઓ
મેનેજરMMGS-II₹64,820-₹93,960163
સિનિયર મેનેજરMMGS-III₹85,920-₹1,05,280153
ચીફ મેનેજરSMGS-IV₹1,02,300-₹1,20,94052
આસિસ્ટન્ટ જનરલ મેનેજરSMGS-V₹1,20,940-₹1,35,02020
ડેપ્યુટી જનરલ મેનેજરTEGS-VI₹1,40,500-₹1,56,50007
કુલ395

Union Bank મેનેજર પસંદગી પ્રક્રિયા

પસંદગી પ્રક્રિયામાં લેખિત પરીક્ષા, ગ્રુપ ડિસ્કશન અને પર્સનલ ઇન્ટરવ્યૂનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ કરવામાં આવશે.

ઓનલાઈન ટેસ્ટ: તમામ પદો માટે લેખિત પરીક્ષા લેવામાં આવશે. તેમાં કેટલાક પદો માટે પ્રોફેશનલ નોલેજના 50 પ્રશ્નો પૂછવામાં આવશે. જ્યારે કેટલાક પદો માટે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ, રીઝનિંગ, અંગ્રેજી અને પ્રોફેશનલ નોલેજમાંથી 175 પ્રશ્નોની પરીક્ષા લેવામાં આવશે. બંનેમાં 25 ટકા નેગેટિવ માર્કિંગ રહેશે.

ગ્રુપ ડિસ્કશન: ત્યારબાદ ગ્રુપ ડિસ્કશન યોજાશે. પર્સનલ ઇન્ટરવ્યૂ માટે તેમાં લઘુત્તમ ક્વોલિફાઈંગ ગુણ મેળવવા જરૂરી રહેશે.

ફાઈનલ પસંદગી: લેખિત પરીક્ષા અને પર્સનલ ઇન્ટરવ્યૂ બંનેના આધારે અંતિમ પસંદગીની મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે.

Union Bank ભરતીની જરૂરી માહિતી

વિગતોમાહિતી
બેન્કUnion Bank of India (UBI)
પદમેનેજર, સિનિયર મેનેજર, ચીફ મેનેજર, આસિસ્ટન્ટ જનરલ મેનેજર
ખાલી જગ્યાઓ395
અરજી કરવાની છેલ્લી તારીખ10 ઓગસ્ટ 2026
અધિકૃત વેબસાઇટwww.unionbankofindia.bank.in
પસંદગી પ્રક્રિયાલેખિત પરીક્ષા, ગ્રુપ ડિસ્કશન, પર્સનલ ઇન્ટરવ્યૂ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન
ભરતી નોટિફિકેશનUBI Recruitment 2026 Notification PDF
અરજી લિંકUBI Vacancy 2026 Apply Online Link

બેન્ક મેનેજર ભરતીમાં અરજી કેવી રીતે કરવી?

આ બેન્ક ભરતી માટે IBPS દ્વારા અરજી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જે ઉમેદવારો અરજી કરવા માંગે છે, તેઓ નીચે આપેલા પગલાં અનુસરી શકે છે.

સૌથી પહેલા બેન્કની અધિકૃત વેબસાઇટ www.unionbankofindia.bank.in પર જાઓ.

અહીં Recruitment વિભાગમાં તમને આ ભરતીની લિંક દેખાશે. તેની નીચે Click here to Apply લિંક પર ક્લિક કરો.

નવી વિન્ડો ખુલશે. જો તમારી અહીં રજિસ્ટ્રેશન ID નથી, તો Click here for New Registration લિંક પર ક્લિક કરો.

ત્યારબાદ બેઝિક માહિતીમાં તમારું નામ, મોબાઈલ નંબર, ઈમેલ ID અને અન્ય વિગતો ભરીને Save & Next કરો.

ત્યારબાદ ફોટો અને અન્ય વિગતો ભરીને રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરો.

લોગિન કર્યા બાદ ફોર્મમાં તમારી મૂળભૂત વિગતો સાથે ઉંમર, સરનામું, કેટેગરી, શૈક્ષણિક લાયકાત અને અન્ય માહિતી ધ્યાનપૂર્વક ભરો.

તમામ વિગતો ભર્યા બાદ તમારી કેટેગરી મુજબ એપ્લિકેશન ફી ભરો અને અરજીપત્રની પ્રિન્ટ કાઢીને પોતાની પાસે રાખો.

એપ્લિકેશન ફી કેટલી રહેશે?

SC/ST/PwBD – ₹177/-

General/EWS/OBC ઉમેદવારો – ₹1,180/-

એડમિટ કાર્ડ અને પરિણામ સંબંધિત માહિતી માટે ઉમેદવારોનો સંપર્ક માત્ર તેમના ઈમેલ દ્વારા જ કરવામાં આવશે.

Share This Article