US CPT Process: અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીમાં 20 નવેમ્બરથી ફરી શરૂ થશે CPT અરજી પ્રક્રિયા, ભારતીય વિદ્યાર્થીઓને મોટી રાહત

Arati Parmar
3 Min Read
US CPT Process

US CPT Process: કોર્ટના આદેશ બાદ વિદેશી વિદ્યાર્થીઓ માટે ફરી ખુલશે CPTનો માર્ગ, જાણો કોણ કરી શકશે અરજી

US CPT Process: અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે 20 નવેમ્બરથી ફરી એકવાર ‘કરિક્યુલર પ્રેક્ટિકલ ટ્રેનિંગ’ (CPT)ની અરજી પ્રક્રિયા શરૂ થઈ રહી છે. ડિપાર્ટમેન્ટ ઑફ સિક્યોરિટી (DHS)એ CPT માટે કડક લાયકાતના માપદંડ લાગુ કર્યા હતા, જેના પર ફેડરલ કોર્ટે રોક લગાવી દીધી છે. ત્યારબાદ કોર્નેલ યુનિવર્સિટીએ જાહેરાત કરી છે કે તે CPT પ્રક્રિયા શરૂ કરી રહી છે. આથી CPTના નિયમો પૂર્ણ કરતા વિદેશી વિદ્યાર્થીઓને ફરીથી અરજી કરવાની મંજૂરી મળી ગઈ છે.

આ નિર્ણયથી એવા તમામ ભારતીય વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે, જેઓ અમેરિકામાં પોતાના શૈક્ષણિક કાર્યક્રમ સાથે જોડાયેલી ઇન્ટર્નશિપ, કાર્યઅનુભવ અને અન્ય પ્રાયોગિક તાલીમ મેળવવા માગે છે. અરજી પ્રક્રિયા ફરી શરૂ કરવાનો આ નિર્ણય 17 નવેમ્બરના અદાલતી આદેશ બાદ લેવામાં આવ્યો છે. આ આદેશમાં ‘સ્ટુડન્ટ એન્ડ એક્સચેન્જ વિઝિટર પ્રોગ્રામ’ (SEVP) દ્વારા ઓગસ્ટ 2026માં જાહેર કરવામાં આવેલા બે પ્રસારિત સંદેશાઓના અમલ પર કામચલાઉ રોક લગાવવામાં આવી હતી. આ માર્ગદર્શિકાઓએ CPT મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટેના હાલના નિયમોને ઘણા મર્યાદિત કરી દીધા હતા.

- Advertisement -

કોર્નેલમાં કયા વિદેશી વિદ્યાર્થીઓ CPT માટે અરજી કરી શકશે?

કોર્નેલની ‘ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એન્ડ સ્કૉલર સર્વિસિસ’એ 18 નવેમ્બરે CPT અંગે જાહેરાત કરી હતી. તેમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે કયા વિદ્યાર્થીઓને CPT માટે અરજી કરવાની મંજૂરી મળશે. આ હેઠળ ત્રણ શ્રેણીમાં આવતા વિદ્યાર્થીઓની ઓળખ કરવામાં આવી છે.

  • કો-ઓપરેટિવ એજ્યુકેશન પ્રોગ્રામ કરતા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ.
  • એવા વિદ્યાર્થીઓ, જેઓ પોતાના અભ્યાસક્રમનો ભાગ હોય તેવા ક્રેડિટ-બેરિંગ અભ્યાસક્રમો દ્વારા CPT મેળવવા માગે છે.
  • એવા PhD ઉમેદવારો, જેમને પોતાનું થીસિસ (ડિસર્ટેશન) સંશોધન પૂર્ણ કરવા માટે કોર્નેલ યુનિવર્સિટીની બહારનાં સંસાધનો સુધી પહોંચવાની જરૂર હોય છે.

આ ઉપરાંત, જે વિદ્યાર્થીઓને પોતાનો અભ્યાસક્રમ પૂર્ણ કરવા માટે અનુભવ આધારિત શિક્ષણની જરૂર હોય, તેમને પણ CPT માટે અરજી કરવાની મંજૂરી છે. કોર્નેલે સ્પષ્ટ કર્યું છે કે ઓગસ્ટની માર્ગદર્શિકાઓ અને અદાલતી આદેશ, બંનેને કારણે વિદ્યાર્થીઓની લાયકાતના માપદંડ પર કોઈ અસર થતી નથી.

- Advertisement -

યુનિવર્સિટી અરજીઓ ફરી શરૂ કરવા માટે પોતાની ‘માયસ્ટેટસ’ સિસ્ટમને અપડેટ કરી રહી છે, જેની પ્રક્રિયા 20 નવેમ્બર સુધીમાં પૂર્ણ કરવાની છે.

જ્યોર્જટાઉન યુનિવર્સિટી CPT નીતિની સમીક્ષા કરી રહી છે

બીજી તરફ, કોર્નેલ બાદ હવે જ્યોર્જટાઉન યુનિવર્સિટી પણ અદાલતના નિર્ણયની અસર સમજવા માટે સમીક્ષા કરી રહી છે. 19 નવેમ્બરે જાહેર કરવામાં આવેલા એક અપડેટમાં તેની ‘ઑફિસ ઑફ ગ્લોબલ સર્વિસિસ’એ જણાવ્યું હતું કે તે યુનિવર્સિટીની F-1 CPT નીતિની સમીક્ષા કરી રહી છે અને વિદ્યાર્થીઓની લાયકાતમાં થનારા કોઈપણ ફેરફાર વિશે 1 ડિસેમ્બર સુધીમાં માહિતી આપશે. ઑફિસ આગળની ઘટનાઓ પર નજર રાખશે અને સમયાંતરે નવા અપડેટ આપતી રહેશે.

- Advertisement -
Share This Article