Israel Attacks Iran: ઈઝરાયેલે ઈરાન પર હુમલો કર્યા બાદ તેને ‘ઓપરેશન રોરિંગ લાયન’ નામ આપ્યું છે. જ્યારે ગયા વર્ષે જૂનમાં જ્યારે ઈઝરાયેલે ઈરાન પર હુમલો કર્યો હતો ત્યારે તેને ‘રાઇઝિંગ લાઇન’ નામ આપવામાં આવ્યું હતું. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની ઓફિસ અનુસાર ઈઝરાયેલે જાહેરાત કરી છે કે ઈરાન વિરુદ્ધ તેના નવા ઓપરેશનનું નામ “રોરિંગ લાયન” (ગર્જતો સિંહ) હશે. બીજી તરફ, પેન્ટાગોને કહ્યું કે તેણે ઈરાન વિરુદ્ધ અમેરિકી ઓપરેશનને ‘Epic Fury’ નામ આપ્યું છે. Epic Fury નો અર્થ ‘ખૂબ જ વધારે ગુસ્સો’ થાય છે.
ટ્રમ્પે ઈશારો કર્યો છે કે ઈરાન પર હુમલાનો હેતુ સરકારને પછાડવાનો છે. ટ્રમ્પે ઈરાનના લોકોને કહ્યું છે કે “જ્યારે અમે કામ પૂરું કરી લઈએ ત્યારે તમારી સરકાર પર કબજો કરી લેજો.” અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈશારો કર્યો છે કે ઈરાનમાં ચાલી રહેલા હુમલાનો હેતુ સરકારને પછાડવાનો છે અને તેઓ ઈરાની લોકોને આ તકનો ફાયદો ઉઠાવવા અને પોતાની સરકાર પર કબજો કરવાની અપીલ કરે છે.
અમેરિકી અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે અમેરિકાએ અનેક દિવસો સુધીના હુમલાનું પ્લાનિંગ કરી રાખ્યું છે. એટલે કે અમેરિકાને ખબર છે કે આ લડાઈ અનેક દિવસો સુધી ચાલવાની છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે હુમલો શરૂ થયાના તરત જ બાદ જાહેર કરેલા એક વીડિયોમાં કહ્યું કે US ફોર્સ “એક ખૂબ જ મોટું અને સતત ચાલતું ઓપરેશન” કરી રહી છે, જેમાં તેમણે ઈરાનની મિલિટ્રીને ટાર્ગેટ કરીને કરવામાં આવેલા હુમલાઓ વિશે જણાવ્યું.
‘ઓપરેશન રોરિંગ લાયન’ ના મકસદ શું છે?
૧. ઈરાનના ન્યુક્લિયર પ્રોગ્રામને ખતમ કરવો- આ હુમલાનો મુખ્ય હેતુ ઈરાનના પરમાણુ મથકો, માળખાગત સુવિધાઓ, ખાસ કરીને યુરેનિયમ સંવર્ધન કેન્દ્રોને તબાહ કરવાનો છે જેથી ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર ન બનાવી શકે.
૨. ઈરાનના બેલેસ્ટિક મિસાઈલ પ્રોગ્રામને ખતમ કરવો- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે હુમલાનો હેતુ ઈરાનની મિસાઈલ ઈન્ડસ્ટ્રીને “ધૂળમાં મેળવવાનો” છે, જેથી ઈઝરાયેલ અને અમેરિકી ઠેકાણાઓ પર ઈરાન ક્યારેય હુમલો ન કરી શકે.
૩. સાવચેતીભર્યો હુમલો- ઈઝરાયેલના રક્ષા મંત્રીએ હુમલો કર્યા બાદ પ્રથમ પ્રતિક્રિયામાં તેને “પ્રી-એમ્પટિવ” હુમલો એટલે કે સાવચેતી રૂપે કરેલો હુમલો કહ્યો છે. આનો લક્ષ્ય ઈઝરાયેલ વિરુદ્ધ થનારા કોઈ પણ સંભવિત મોટા હુમલાને શરૂ થતા પહેલા જ કચડી નાખવાનો છે.
૪. ઈરાનની નૌકાસેનાને ખતમ કરવી- અમેરિકાનો ઈરાદો ઈરાનની નૌકાસેનાને સંપૂર્ણપણે ખતમ કરવાનો છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતે આની જાહેરાત કરી છે. જેથી ફારસની ખાડી અને ઊર્જા કોરિડોર પર ઈરાનના વર્ચસ્વને ખતમ કરી શકાય.
૫. પ્રાદેશિક વર્ચસ્વનો અંત- ઈરાન સમર્થિત પ્રોક્સી જૂથો જેવા કે હિઝબુલ્લાહ અને હમાસની કમર તોડ્યા પછી હવે સીધા ઈરાનની સૈન્ય શક્તિને નિશાન બનાવીને તેના પ્રાદેશિક પ્રભાવને ખતમ કરવો એ ઈઝરાયેલ અને અમેરિકા બંનેનો હેતુ છે.
૬. સુરક્ષાની ગેરંટી- અમેરિકાનું કહેવું છે કે તેઓ પોતાના નાગરિકો અને સહયોગીઓની રક્ષા માટે “આસન્ન જોખમો” ને ખતમ કરી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં ઈરાનને અમેરિકા અને અમેરિકી નાગરિકો માટે ખતરો ગણાવ્યો છે.
૭. ઈરાને શરતો ન માની- અમેરિકાએ કહ્યું છે કે ન્યુક્લિયર હથિયારોને લઈને ઈરાને તેની શરતો માનવાનો ઈનકાર કરી દીધો હતો. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું છે કે સુપ્રીમ લીડરની સેના કાં તો સરન્ડર કરે અથવા અમેરિકી સેનાનો સામનો કરે. એક્સપર્ટ્સનું કહેવું છે કે ટ્રમ્પ જૂઠું બોલી રહ્યા છે. ઈરાન પરમાણુ બોમ્બ બનાવવાની વાતથી પાછળ હટી ગયું હતું છતાં પણ ટ્રમ્પે હુમલો કર્યો છે.
૮. ઈરાનમાં શાસન પરિવર્તન- ઈરાનની ઈસ્લામિક સરકાર વર્ષોથી અમેરિકી વહીવટીતંત્રની આંખમાં ખટકતી રહી છે. ઈરાનમાં ૧૯૭૯ માં થયેલી ઈસ્લામિક ક્રાંતિ પહેલા અમેરિકાના નેતૃત્વમાં એક રિમોટ કંટ્રોલથી ચાલતી રાજશાહી હતી. પરંતુ સુપ્રીમ લીડર ખામેની ચીન અને રશિયાના ખેમામાં હતા. એટલા માટે ટ્રમ્પે ઈરાનમાં સત્તા પરિવર્તનની વાત કહી છે.
૯. ઈરાની IRGC ને ખતમ કરવી- ઈઝરાયેલ વારંવાર ઈરાની IRGC ને પોતાના માટે ખતરો ગણાવતું રહ્યું છે. આ હુમલાનો હેતુ ઈરાનની સેના અને IRGC ને હંમેશ માટે ખતમ કરવાનો છે.
૧૦. આતંકી નેટવર્કનું ફંડિંગ રોકવું- ઈઝરાયેલનો હેતુ ખાડી દેશોમાં ઈરાનના તે સંસાધનોને નષ્ટ કરવાનો છે જેના દ્વારા પ્રોક્સી જૂથોને ફંડ આપવામાં આવે છે. ઈરાનના અનેક પ્રોક્સી સંગઠનો છે જેવા કે હમાસ, ઈસ્લામિક જેહાદ, હિઝબુલ્લાહ અને હૂતી બળવાખોરો. આમને સૈન્ય અને આર્થિક મદદ ઈરાન જ આપે છે. આ ઓપરેશનનો હેતુ આ સપ્લાય ચેઈનને ખતમ કરવાનો છે.

