US Student Visa Cancellation: અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓ પર કડકાઈ: 6000 વિઝા રદ, કેટલાક આતંકવાદી કનેક્શન સાથે

Arati Parmar
By Arati Parmar 2 Min Read

US Student Visa Cancellation: યુનાઈટેડ સ્ટેટ્સે 6000 થી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના વિઝા રદ કર્યા છે. તપાસમાં જાણવા મળ્યું કે ઘણા વિદ્યાર્થીઓએ વિઝાની શરતોનું ઉલ્લંઘન કર્યું હતું, કેટલાક વિઝા સમાપ્ત થયા પછી પણ દેશમાં રહ્યા હતા, જ્યારે મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હતા.

રદ કરાયેલા વિઝામાંથી આશરે બે તૃતીયાંશ એટલે કે 4000 વિદ્યાર્થી હુમલા, ચોરી, નશામાં વાહન ચલાવવાની ઘટનાઓ જેવા ગુનાઓમાં પકડાયા હતા. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે પુષ્ટિ કરી છે કે 200-300 કેસ આતંકવાદ સાથે સંબંધિત હતા. આ વિઝા “ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ” હેઠળ રદ કરાયા હતા.

- Advertisement -

2023-24માં અમેરિકન કોલેજોમાં 11 લાખથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા. તેમાં 29% જેટલા, એટલે કે આશરે 3.31 લાખ ભારતીય વિદ્યાર્થીઓ સામેલ છે.

અધિકારીઓએ જણાવ્યું કે કેટલીક ઘટનાઓ ફક્ત કાયદાના ઉલ્લંઘન સુધી સીમિત ન રહી, પરંતુ કોલેજ કેમ્પસ અને સામાન્ય લોકોની સુરક્ષા માટે જોખમરૂપ બની ગઈ. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, યુએસ સરકારે વિઝા નીતિઓ વધુ કડક કરવાની શરૂઆત કરી છે.

- Advertisement -

વિઝા પ્રક્રિયામાં ફેરફાર

તાજેતરમાં યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે જાહેરાત કરી હતી કે 2 સપ્ટેમ્બરથી “ડ્રોપ બોક્સ” અથવા “ઇન્ટરવ્યૂ વેઇવર પ્રોગ્રામ (IWP)” બંધ કરવામાં આવશે. હવે H-1B, L1 અને F1 જેવા નોન-ઇમિગ્રન્ટ વિઝા માટે મોટાભાગના અરજદારોને એમ્બેસી અથવા કોન્સ્યુલેટમાં ઇન્ટરવ્યૂ આપવો ફરજિયાત થશે. અગાઉ આ સુવિધાથી અરજદારો ફક્ત દસ્તાવેજો સબમિટ કરીને વિઝા મેળવી શકતા હતા. હવે માત્ર રાજદ્વારી અને સત્તાવાર શ્રેણીના અરજદારોને જ ઇન્ટરવ્યૂમાંથી છૂટ મળશે.

- Advertisement -

ભારતીય ટેક કર્મચારીઓ પર આનો સીધો પ્રભાવ પડશે, કારણ કે 2022માં આપવામાં આવેલા H-1B વિઝામાંથી 77% અને 2023માં આપવામાં આવેલા 72% કરતાં વધુ વિઝા ભારતીયોને મળ્યા હતા.

અગાઉના પ્રતિબંધ

ત્રણ મહિના પહેલાં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટે વિદેશી વિદ્યાર્થીઓના નવા વિઝા ઇન્ટરવ્યૂ પર તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો હતો. હેતુ હતો કે યુનિવર્સિટીઓમાં ઉગ્ર વિચારધારાઓ અને યહૂદી વિરોધી પ્રવૃત્તિઓને રોકવી. આ પ્રતિબંધ હેઠળ નવા ઇન્ટરવ્યૂ શેડ્યૂલ કરવામાં આવતા નહોતાં, જો કે પહેલાથી નક્કી થયેલાં ઇન્ટરવ્યૂ યોજાઈ શકતા હતા. આ નિર્ણય F, M અને J શ્રેણીના વિઝા પર લાગુ પડ્યો હતો, જે મોટા ભાગના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને એક્સચેન્જ મુલાકાતીઓને આવરી લે છે.

Share This Article