શું સરકાર આગામી બજેટમાં વૃદ્ધોને 5000 નહીં 10,000 પેંશન આપી સામાજિક સુરક્ષા પ્રદાન કરશે ? વૃદ્ધોને મળશે સુકૂનભરી જિંદગી ?

Reena Brahmbhatt
3 Min Read

by : Reena brahmbhatt

દેશમાં જીડીપીને જેટલું મહત્વ અપાય છે તેટલું જ મહત્વ હ્યુમન ડેવલપમેન્ટ ઈન્ડેક્ષ અને અસલમાં સામાજિક સુરક્ષાને આપવામાં આવે તો આપણે પણ આજે નહીં તો કાલે વિકાસશીલ દેશના બદલે હેપીનેસ ઇન્ડેક્સમાં ક્યાંક સામેલ થઇ શકીયે.કેમ કે, જીડીપીથી આંકડા ઊંચા દેખાય છે પરંતુ લોકોની અસલ જિંદગીની સમસ્યાઓમાં જજો તફાવત નથી આવતો.અને ખાસ તો આજે આધુનિક બનેલ સમાજમાં જોવામાં આવે તો, વૃદ્ધો બાળકો ધરાવતા હોય તો પણ તેઓ અસહાય હોય છે.પોતીકું ગણાય તેવું કોઈ હોતું નથી.વિશેષમાં ખાસ તો, આ ઉંમરે આજીવિકા ચલાવવા પૈસાની ખાસ જરૂર પડે છે.કેમ કે, વૃદ્ધત્વના કારણે તેઓ કમાવવા તો નથી જઈ શકતા અને સામે છેડે બાળકો પણ નોધારા મૂકી દેતા હોય છે.ત્યારે હાલમાં જ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ 23 જુલાઈએ નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે. આવી સ્થિતિમાં નોકરિયાત વર્ગથી લઈને ખેડૂતો, ઉદ્યોગપતિઓથી લઈને પેન્શનધારકો સુધી દરેકને સરકાર પાસેથી અલગ-અલગ અપેક્ષાઓ છે. દરમિયાન, સૂત્રો દાવો કરી રહ્યા છે કે સરકાર તેની મુખ્ય સામાજિક સુરક્ષા યોજના, અટલ પેન્શન યોજના હેઠળ લઘુત્તમ ગેરંટી રકમને બમણી કરીને આગામી બજેટમાં રૂ. 10,000 કરી શકે છે.

- Advertisement -

pansion que

સૂત્રોનું કહેવું છે કે સરકાર આ અંગેની દરખાસ્તની તેની રાજકોષીય અસરને ધ્યાનમાં લઈને મૂલ્યાંકન કરી રહી છે. બજેટ રજૂ કરવાનો સમય નજીક આવતા જ આ અંગે નિર્ણય લેવામાં આવશે. સરકાર સામાજિક સુરક્ષાની દિશામાં પગલાં ભરવાની દિશામાં કામ કરી રહી છે. વાસ્તવમાં, સરકાર સામાજિક સુરક્ષા પર શ્રમ અધિનિયમ લાગુ કરવા માટે જમીન તૈયાર કરી રહી છે. એક ડેટા અનુસાર, 20 જૂન સુધી APY હેઠળ સ્કીમમાં કુલ 66.2 કરોડ સભ્યો હતા અને 2023-24માં 1.22 કરોડ નવા રજિસ્ટ્રેશન થયા હતા. ETના સમાચાર અનુસાર, અટલ પેન્શન યોજનામાં લઘુત્તમ ચૂકવણી સરકાર દ્વારા 10,000 રૂપિયા સુધી વધારી શકાય છે.

- Advertisement -

પેન્શન યોજનામાં સુધારો કરવાનું કામ ચાલુ છે
એક અધિકારીએ નામ ન આપવાની શરતે ETને જણાવ્યું હતું કે અટલ પેન્શન યોજનામાં વધુ સુધારો કરવા માટે કેટલાક સૂચનો આપવામાં આવ્યા છે. આ સૂચનો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. હાલમાં, યોજના હેઠળ, સરકારી ગેરંટી સાથે દર મહિને 1,000 થી 5,000 રૂપિયા સુધીનું લઘુત્તમ પેન્શન ઉપલબ્ધ છે. જો કે તે તમારા યોગદાન પર આધાર રાખે છે. તમે યોગદાનની રકમ અનુસાર તમને ભવિષ્યમાં પેન્શન મળશે.

ત્યારે જો આ પ્રકારે દેશના વૃધ્ધોને સામાજિક સુરક્ષા હેઠળ જો નાણાં પુરા પાડવામાં આવે તો, વધુ નહીં તો થોડે ઘણે અંશે પણ તેમની સમસ્યા હળવી થાય અને તેઓ તેમના જીવન સંધ્યાના દિવસો થોડા સારા પસાર કરી શકે.બીજા લોકોને જરૂર વગર ફ્રિબીઝ ન અપાય તે ચાલે.યુવાનોને આવા કોઈ ભથ્થા આપી પંગુ ન બનાવવા જોઈએ.પરંતુ વૃદ્ધો માટે આ જરૂરી બાબત છે.10,000 જીવવા માટે ચાલી જાય.ત્યારે આવા નિણર્યો આવકાર્ય છે.

- Advertisement -
Share This Article