બુટલેગરો, કૌભાંડીઓની સંપત્તિ જપ્ત થઇ શકશે

Reena Brahmbhatt
2 Min Read

અમદાવાદ, તા. 23 : બુટલેગરો, જી.એસ.ટીના કૌભાંડીઓ, જાહેર સેવકો, રાષ્ટ્ર વિરોધીની પ્રવૃત્તિ કરનારા લોકો, ભુમાફીયાઓ, ડ્રગ માફીયાની સંપતિ જપ્ત કરવા માટેનું ગુજરાત વિશેષ કોર્ટ વિધેયક આજે વિધાનસભા ગૃહ ખાતે પસાર થયુ હતું. જે ગુનાઓમાં 3 વર્ષથી વધુ સજાની જોગવાઇ હોય અને ગુનાઓ આચરીને મેળવેલી મિલકત એક કરોડથી વધુની હોય તે આરોપીને આ કાયદો લાગુ પડશે. વિધાનસભા ગૃહમાં ગુજરાત વિશેષ કોર્ટ વિધેયક રજૂ કરતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આપણી અર્થવ્યવસ્થાને નુકશાન કરતા ગુજરાત વિશેષ કોર્ટનો કાયદો બન્યો છે, સંજોગોની મજબૂરીના કારણે અથવા ક્ષણિક આવેગમાં થયેલા કોઇ નાના-મોટા ગુનાઓમાં ફસાયેલા આરોપીઓને આ કાયદો લાગુ પડતો નથી. તેમણે કહ્યુ કે મુખ્યમંત્રી કક્ષાએ અનેક બેઠકો અનેક દિવસોની ચર્ચા, સમીક્ષા બાદ આજે લવાયેલો આ ઐતિહાસિક કાયદો સમગ્ર દેશમાં પ્રથમ છે.

assests confiscated

- Advertisement -

સાચો ન્યાય ત્યારે જ થાય જ્યારે આરોપીને સજા ઝડપથી મળે તેમ કહી મંત્રીએ વધુમાં ઉમેર્યુ કે, ઘણા ગુનાઓ ગંભીર હોય છે, પરંતુ તેમાં સજા ઓછી હોય છે. જેથી આવા ગુનાના આરોપીઓ જામીન ઉપર છુટીને વારંવાર ગુનાહીત પ્રવૃતિ આચરતા રહે છે અને આવા ગુનાઓના માધ્યમથી આર્થિક રીતે પણ સદ્ધર થતા જાય છે. એટલુ જ નહિ, આ જ નાણાનો ઉપયોગ ફરી વખત ગુનાહિત નેટવર્ક બનાવવામાં ઉપયોગ કરે છે, અને મોંઘા વકીલ રોકીને કેસ લડે છે. કાયદાની છટકબારીનો ઉપયોગ કરીને આવા આરોપીઓ પૈસાદાર બનતા જાય છે જે ગુનાઓમાં 3 વર્ષથી વધુ સજાની જોગવાઇ હોય અને ગુનાઓ આચરીને મેળવેલી મિલકત એક કરોડથી વધુની હોય તે આરોપીને આ કાયદો લાગુ પડશે.

આ કાયદાની જોગવાઇઓને સરળ ભાષામાં સમજીએ તો આ કાયદાની કલમ(2)મા સ્પષ્ટતા કરવામા આવી છે કે આ કાયદાની જોગવાઇ એવા ગુનાઓ માટે જ છે કે જેમાં 3 વર્ષથી વધુ સજાની જોગવાઇ હોય અને જેમાં પોલીસને લાગે કે તે ગુનાના આરોપી પાસે ગુનાઓ આચરીને મેળવેલી મિલકત એક કરોડથી વધુની હોય. આ 3 વર્ષથી વધુની સજાવાળો ગુનો કોઇપણ કાયદા હેઠળનો હોય શકે છે. એટલે કે દારૂબંધીનો ગુનો હોય, ગઉઙજ એક્ટ હેઠળનો ગુનો હોય, જી.એસ.ટીનો ગુનો હોય કે પછી એન્ટી કરપ્શન એક્ટ હેઠળનો ગુનો હોય તેને આ કાયદો લાગુ પડે છે.

- Advertisement -
Share This Article