Amit Shah Fast Track Court: પેપર લીક કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટની જાહેરાતને અમિત શાહનું સમર્થન

Arati Parmar
3 Min Read

Amit Shah Fast Track Court: નીટ પેપર લીક મામલાની તપાસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેરાતનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્વાગત કર્યું છે. તેમણે જણાવ્યું કે યુવાનોનું હિત અને તેમનું ઉજ્જવળ ભવિષ્ય મોદી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા પણ છે અને સંકલ્પ પણ છે.

અમિત શાહનું નિવેદન

- Advertisement -

અમિત શાહે X પર લખ્યું, “યુવાનોનું હિત અને તેમનું ઉજ્જવળ ભવિષ્ય મોદી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા પણ છે અને સંકલ્પ પણ છે. પ્રધાનમંત્રી દ્વારા ફાસ્ટ ટ્રેક કોર્ટ્સની રચનાથી પેપર લીકના કેસોમાં દોષિતો સામે ઝડપી સુનાવણી અને કડક કાર્યવાહી કરવાનો નિર્ણય એ જ ભાવનાનું પ્રતિબિંબ છે. પેપર લીકના કારણે યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરનારાઓ સામે પ્રધાનમંત્રી મોદીનું આ મહત્વપૂર્ણ પગલું એક માઈલસ્ટોન સાબિત થશે.”

- Advertisement -

PM મોદીની જાહેરાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે સવારે પેપર લીકના તમામ કેસોના ઝડપી નિકાલ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ્સની રચનાની જાહેરાત કરી હતી. PM મોદીએ જણાવ્યું કે યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં.

- Advertisement -

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામાજિક માધ્યમ X પર લખ્યું, “દેશના યુવાનોનું હિત અને તેમનું ભવિષ્ય અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. પેપર લીકના તમામ કેસોમાં દોષિતોને શક્ય તેટલી વહેલી તકે કડક સજા મળે અને કેસનો ઝડપી નિકાલ થાય તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ્સની રચના કરવામાં આવશે.”

જરૂરી કાર્યવાહી માટે સૂચના

PM મોદીએ પોતાની પોસ્ટમાં વધુમાં લખ્યું, “આ અંગે સંબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે.”

તેમણે આ નિર્ણયને વિદ્યાર્થીઓના હિતમાં લેવામાં આવેલું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું. PM મોદીએ X પર લખ્યું, “વિદ્યાર્થીઓના હિતોને સુરક્ષિત રાખવા માટે સરકાર દ્વારા લેવામાં આવી રહેલા નિર્ણયો ની શ્રેણીમાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં.”

પહેલાં પણ વ્યક્ત કરી હતી ચિંતા

આ પહેલાં PM મોદીએ જણાવ્યું હતું કે પેપર લીકનો મુદ્દો માત્ર કોઈ એક રાજ્ય અથવા કેન્દ્ર સરકાર પૂરતો મર્યાદિત નથી, પરંતુ સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય છે.

કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજૂે મંગળવારે NDAના મંગલ મિલન કાર્યક્રમ બાદ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીએ કહ્યું છે કે પેપર લીક જેવા ગંભીર ગુનાઓમાં સામેલ લોકોને કડકમાં કડક સજા અપાવવા માટે દેશના વરિષ્ઠ વકીલોએ પણ આગળ આવવું જોઈએ, જેથી ભવિષ્યમાં આવા ગુનાઓ કરનારાઓના મનમાં કાયદાનો ભય ઉભો થાય.

વિદ્યાર્થીઓનું ભવિષ્ય પ્રથમ પ્રાથમિકતા

કિરેન રિજિજૂના જણાવ્યા મુજબ, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે સરકારની પ્રથમ પ્રાથમિકતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુરક્ષિત રાખવાની છે. આ જ કારણસર નીટની પુનઃ પરીક્ષા ઝડપથી યોજવામાં આવી અને તેનું પરિણામ પણ કોઈ વિલંબ વિના જાહેર કરવામાં આવ્યું, જેથી વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્ય પર કોઈ અસર ન પડે.

Share This Article