ધમકી બાદ અમદાવાદમાં પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ

Reena Brahmbhatt
1 Min Read

અકાસા એરલાઈન્સની ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળી હતી

અમદાવાદ, 3 જૂન. દિલ્હીથી મુંબઈ જતી Akasa Airlinesની ફ્લાઈટ (QP 1719)ને બોમ્બની ધમકી મળતાં અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. વિમાનમાં 187 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર સવાર હતા. અમદાવાદમાં પ્લેનની મોટાપાયે સર્ચ કરવામાં આવી હતી.

- Advertisement -

akasa air

આકાસા એરલાઈન્સની ફ્લાઈટ સોમવારે સવારે 8.40 વાગ્યે દિલ્હીથી ટેકઓફ થઈને મુંબઈ જવા રવાના થઈ હતી. એરલાઈન્સના પ્રવક્તાના જણાવ્યા અનુસાર દિલ્હીથી મુંબઈ ટેકઓફ કર્યા બાદ ફ્લાઈટમાં સુરક્ષા એલર્ટ મળી આવ્યું હતું. આ પછી સવારે 10.30 કલાકે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. પ્લેન લેન્ડિંગ પહેલા આકાશમાં ચક્કર લગાવ્યું. આ દરમિયાન ATC તરફથી સિગ્નલ મળ્યા બાદ વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

અમદાવાદ એરપોર્ટ પર તમામ મુસાફરોને ઉતાર્યા બાદ વિમાનની સઘન તપાસ કરવામાં આવી હતી. બાદમાં જ્યારે કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી ત્યારે પ્લેનને મુંબઈ મોકલવામાં આવ્યું હતું.

Share This Article