Vadodara Food Safety Action: વડોદરામાં Food Safety વિભાગનું મેગા ચેકિંગ: 4 ઝોનમાં કાર્યવાહી, 13 યુનિટ બંધ; 260 કિલોથી વધુ બિરિયાની સહિત શંકાસ્પદ ખાદ્ય સામગ્રીનો નાશ

Arati Parmar
4 Min Read

Vadodara Food Safety Action: વડોદરા મહાનગરપાલિકા દ્વારા તા. 25/08/2026ના રોજ શહેરના ચારેય ઝોનમાં સઘન Food Safety ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. માનનીય મ્યુનિસિપલ કમિશનર અને ડે. મ્યુનિસિપલ કમિશનરની સૂચના તથા ડેઝિગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદારના માર્ગદર્શન હેઠળ ખોરાક શાખાએ વિવિધ Food Units, રેસ્ટોરન્ટ અને ખાદ્યપદાર્થ વેચતી દુકાનોની તપાસ કરી હતી.

તપાસ દરમિયાન અનહાઇજેનિક કન્ડિશન, લાઇસન્સ/રજિસ્ટ્રેશનનો અભાવ, મિસ-બ્રાન્ડેડ ખાદ્યપદાર્થ તથા શંકાસ્પદ અને સિન્થેટિક Food Colorવાળી ખાદ્ય સામગ્રી સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -

પશ્ચિમ ઝોનમાં 4 યુનિટ સામે કાર્યવાહી

પશ્ચિમ ઝોનમાં પ્રથમ બેકરી, અલકાપુરીમાં અનહાઇજેનિક કન્ડિશન જણાતા શિડ્યુલ-4ની નોટિસ આપવામાં આવી અને યુનિટ બંધ કરાવવામાં આવ્યું.

ગોત્રીના રઘુવંશી પાન પાર્લર ખાતે લાઇસન્સ/રજિસ્ટ્રેશન વગર ધંધો કરવામાં આવતો હોવાથી શિડ્યુલ-4ની નોટિસ આપી યુનિટ બંધ કરાવવામાં આવ્યું.

- Advertisement -

વાસણા-ભાયલી રોડ પર સ્વાગત સ્વીટ કોર્નરમાં અનહાઇજેનિક કન્ડિશન મળી આવતા યુનિટ બંધ કરાયું. અહીંથી 08 કિલો કલરવાળા મંચુરિયન અને 1 ડબ્બી સિન્થેટિક Food Colorનો નાશ કરવામાં આવ્યો.

અમૃતસરી કુલચામાં પણ અનહાઇજેનિક કન્ડિશન જણાતા યુનિટ બંધ કરાયું અને 10 કિલો શંકાસ્પદ પનીરનો નાશ કરવામાં આવ્યો.

- Advertisement -

ઉત્તર ઝોનમાં બિરિયાની યુનિટો પર મોટી કાર્યવાહી

ઉત્તર ઝોનના ફતેગંજ વિસ્તારમાં હૈદરાબાદી બિરિયાનીમાં અનહાઇજેનિક કન્ડિશન જણાતા યુનિટ બંધ કરાયું. અહીં 40 કિલો નોનવેજ અને ચટણીનો નાશ કરવામાં આવ્યો.

એવન બોમ્બે બિરિયાનીમાં પણ અનહાઇજેનિક કન્ડિશન મળતાં યુનિટ બંધ કરાયું અને 60 કિલો બિરિયાનીનો નાશ કરાયો.

ન્યુ બોમ્બે રસોયામાં અનહાઇજેનિક કન્ડિશન સામે આવતા યુનિટ બંધ કરાયું. અહીં 160 કિલો સિન્થેટિક Food કલરવાળી બિરિયાનીનો નાશ કરવામાં આવ્યો.

ઝમઝામ કેટર્સમાં પણ અનહાઇજેનિક કન્ડિશન જણાતા યુનિટ બંધ કરાયું અને 20 કિલો સિન્થેટિક Food કલરવાળી બિરિયાનીનો નાશ કરાયો.

આ રીતે માત્ર ઉત્તર ઝોનમાં જ બિરિયાની, નોનવેજ અને ચટણી સહિત કુલ 280 કિલો જેટલી સામગ્રીનો નાશ કરવામાં આવ્યો.

દક્ષિણ ઝોનમાં પનીર અને અન્ય ખાદ્ય સામગ્રીનો નાશ

માંજલપુરના દાવત રેસ્ટોરન્ટમાં અનહાઇજેનિક કન્ડિશન જણાતા યુનિટ બંધ કરાયું. અહીં 5 કિલો પનીર, બાફેલા બટાકા અને પકોડા સહિતની ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો.

બંસલ ફૂડમાં પણ અનહાઇજેનિક કન્ડિશન સામે આવતા યુનિટ બંધ કરાવવામાં આવ્યું.

પૂર્વ ઝોનમાં મિસ-બ્રાન્ડેડ ખાદ્યપદાર્થ સામે કાર્યવાહી

જ્યુબિલી બાગના શ્રી જગદીશ ફરસાણમાં મિસ-બ્રાન્ડેડ ખાદ્યપદાર્થ જણાઈ આવતા યુનિટ બંધ કરાયું.

જય ભારત ફરસાણ માર્ટમાં અનહાઇજેનિક કન્ડિશન જણાતા યુનિટ બંધ કરાયું.

જય શ્રદ્ધા સેવ ઉસળમાં લાઇસન્સ/રજિસ્ટ્રેશન વગર ધંધો કરવામાં આવતો હોવાથી યુનિટ બંધ કરાવવામાં આવ્યું.

સબ-સ્ટાન્ડર્ડ નમૂના કેસમાં ₹95,000નો દંડ

વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખા દ્વારા અગાઉ લેવામાં આવેલા સબ-સ્ટાન્ડર્ડ નમૂનાઓના કેસ R.A.C. સાહેબની કોર્ટમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ કેસોમાં તાજેતરમાં કુલ ₹95,000નો દંડ કરવામાં આવ્યો છે.

પેઢીનું નામદંડની રકમ
અક્ષર એન્ટરપ્રાઇઝ₹35,000/-
શ્રી જનતા આઇસક્રીમ એન્ડ જ્યુસ₹20,000/-
અનામિકા એન્ટરપ્રાઇઝ₹15,000/-
અન્ય 3 કેસો₹25,000/- કુલ
કુલ દંડ₹95,000/-

મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે અન્ય કેસોમાં પણ દંડ કરવાની કામગીરી ચાલુ છે.

બંધ યુનિટ ફરી શરૂ કરનારાઓ સામે FSSAI કાર્યવાહી

ખોરાક શાખાની તપાસ દરમિયાન જે યોગ્ય કારણોસર યુનિટ બંધ કરાવવામાં આવે છે, તે ક્ષતિઓ પૂર્ણ કર્યા વિના કેટલાક Food Business Operators સ્વેચ્છાએ ફરી યુનિટ ખોલી નાખતા હોવાનું સામે આવ્યું છે.

મહાનગરપાલિકાએ આવા ઓપરેટરોને કડક સૂચના આપી છે કે બંધ કરાયેલા યુનિટની તમામ ક્ષતિઓ પૂર્ણ કર્યા બાદ જ ખોરાક શાખાના Senior Food Safety Officers અથવા Food Safety Officers પાસેથી પૂર્વ પરમિશન લઈને યુનિટ પુનઃ શરૂ કરવાનું રહેશે.

જો કોઈ Food Business Operator પરમિશન લીધા વગર સ્વતંત્ર રીતે બંધ કરાયેલ યુનિટ ફરી શરૂ કરશે, તો સંબંધિત ઓપરેટરનું FSSAI License/Registration Suspend કરવાની કામગીરી કરવામાં આવશે.

વડોદરા મહાનગરપાલિકાની આ કાર્યવાહીથી સ્પષ્ટ છે કે શહેરમાં Food Safety અને Hygieneના નિયમોના ઉલ્લંઘન સામે ચેકિંગ અને કાયદેસરની કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવી રહી છે.

Share This Article