કંડલા : પોલીસે દરોડો પાડીને સોપારીની દાણચોરીમાં ત્રણને ઝડપ્યા

Reena Brahmbhatt
2 Min Read

ગાંધીધામ, તા. 16 : તાલુકાના કંડલામાં સિંધાલૂણની આડમાં વિદેશથી સોપારીનો જથ્થો મગાવી સરકારી તિજોરીને ધૂંબો લગાડવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ પોલીસે દરોડો પાડીને ઇમ્પોર્ટેડ 1.80 કરોડની સોપારી સાથે 3 લોકોની અટક કરી લીધી હતી. દરમ્યાન મુંબઈની કંપનીના સંચાલક સહિત વધુ 3 શખ્સોની ધરપકડ કરી લેવાઈ છે.

supari sopari

- Advertisement -

કંડલા મરીન પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ મુંબઈની એમએએમ ટ્રાડિંગ કંપનીના કાળુરામ દ્વારા રોક સોલ્ટનાં નામે દુબઈથી ઇમ્પોર્ટેડ સોપારી મગાવી કંડલા ખાતે સંગ્રહ કરાયો હતો. સોપારી આયાત કરી ખોટા બિલ બનાવીને સરકારી તિજોરીને ધૂંબો મારવાનો પ્રયાસ થતાં પોલીસે દરોડો પાડયો હતો અને 60 ટન સોપારી તથા સિંધાલૂણનો જથ્થો મળી રૂપિયા 1.80 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ત્યારબાદ 3 શખ્સોની ધરપકડ કરી લેવાઈ હતી.

આ મિસ ડિકલેરેશનના બનાવમાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરીને મુંબઈની કંપનીના સંચાલક સુનીલ મોહન ચૌધરી તથા રાહુલ મંગેશ પાટિલ અને નાગેશ કાશીનાથ સુર્વે રહે ત્રણેય મહારાષ્ટ્રની પણ ધરપકડ કરી લીધી હતી. આ અંગે કંડલા મરીન પી.આઇ. એ. એમ. વાળાનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, આરોપીઓ સરકારી વેરો ન ભરવો પડે એ માટે વેચાણના ઇરાદે રોક સોલ્ટના સ્થાને દુબઈથી સોપારી મગાવી હતી. આ ગુનામાં અગાઉ 3 શખ્સ ઝડપાયા હતા, પરંતુ આદિપુરનો અરુણ કાનગડ પોલીસ પકડથી દૂર રહ્યો હતો, જેથી તેને પકડી પાડવા તપાસનો દોર તેજ બનાવાયો છે.

- Advertisement -
Share This Article