સુરતઃ પલસાણામાં ATSનો દરોડો, 51 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત

Reena Brahmbhatt
2 Min Read

3ની ધરપકડ, એક મહિનાથી પેપર શેડમાં બાંધકામ ચાલતું હતું

ગુજરાત ATSએ સુરતના ગ્રામ્ય વિસ્તાર પલસાણામાં દરોડો પાડીને રૂ.51 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ કબજે કર્યું છે. એસ્ટેટના શેડમાં 1 મહિનાથી મેફેડ્રોનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું હતું. ATSએ પાવડર અને પ્રવાહી સ્વરૂપે મેફેડ્રોન સાથે 3 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીએ એક મહિનામાં 4 કિલો મેફેડ્રોનનું ઉત્પાદન અને વેચાણ કર્યું હતું. આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવીને એટીએસ સમક્ષ લાવવામાં આવશે.

- Advertisement -

drugs narkotic heroins haji salim

ગુજરાત ATSના 2 PI, 5 PSI સહિતની ટીમે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામમાં દર્શન ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પેપર શેડ પર દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન શેડમાંથી 4 કિલો મેફેડ્રોન અને 31.409 કિલો પ્રવાહી મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યું હતું. ATSએ આરોપી સુનિલ યાદવ, વિજય ગજેરા અને હરેશ કોરાટની રૂ. 51.409 કરોડની કિંમતના મેફેડ્રોન સાથે ધરપકડ કરી છે. આરોપીઓ જૂનાગઢ, સુરત અને વાપીના રહેવાસી છે.

- Advertisement -

એક મહિનામાં ચાર કિલો મેફેડ્રોન બનાવ્યું અને વેચ્યું
આરોપીઓ છેલ્લા એક મહિનાથી રૂ.20 હજારની કિંમતનો શેડ ભાડે રાખીને મેફેડ્રોન ડ્રગ્સનું ઉત્પાદન કરતા હતા. આરોપીઓમાં સુનીલ યાદવ કાચો માલ લાવતો હતો. વિજય ગજેરા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે જે કાચા માલમાંથી મેફેડ્રોન બનાવતો હતો. હરેશ કોરાટ બંને આરોપીઓ દ્વારા તેમને સોંપવામાં આવેલ કામ કરતો હતો. છેલ્લા એક મહિનામાં આરોપીએ 4 કિલો મેફેડ્રોન તૈયાર કરીને મુંબઈના સલીમ સૈયદને આપ્યું હતું. એટીએસની એક ટીમ સલીમ સૈયદની ધરપકડ કરવા રવાના થઈ છે.

માલિકની પણ પૂછપરછ કરાશેઃ ડી.એસ.પી
એટીએસના ડીએસપી એસ.એલ. ચૌધરીએ જણાવ્યું હતું કે દરોડા દરમિયાન 3 આરોપીઓ ઝડપાયા હતા. આરોપી એક મહિનાથી મેફેડ્રોન બનાવતો હતો. આરોપીએ મુંબઈના એક વ્યક્તિને 4 કિલો આપ્યા હતા. આપી હતી. જે માલિકને શેડ ભાડે આપવામાં આવ્યો હતો તેની પણ પૂછપરછ કરવામાં આવશે.

- Advertisement -
Share This Article