Box Office Collection: સોમવારે લપસી ‘સિતારે જમીન પર’ ની કમાણી, ‘કુબેર’ ને પણ લાગ્યો ઝટકો; જાણો અન્ય ફિલ્મોના હાલ શું

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Box Office Collection: સિનેમાઘરોમાં આ દિવસોમાં કોમેડીથી લઈને એક્શન, ડ્રામા તથા હોલિવૂડના રોમાંચ સુધી બધું જ જોવા મળી રહ્યું છે. અલગ અલગ જૉનરની ફિલ્મો હાલ સિનેમાઘરોમાં લાગી રહી છે. એમાં સૌથી વધારે ચર્ચા આમિર ખાનની ‘સિતારે જમીન પર’ ફિલ્મની થઈ રહી છે. જાણીએ કે સોમવારે આ તમામ ફિલ્મો માટેનો દિવસ કેવો રહ્યો.

સિતારે જમીન પર

- Advertisement -

પહેલા દિવસે સરેરાશ શરૂઆત કર્યા બાદ ‘સિતારે જમીન પર’ એ વીકેન્ડમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. શનિવાર અને રવિવારે બંને દિવસમાં ફિલ્મે 47 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો અને ત્રણ દિવસમાં ફિલ્મે 50 કરોડનો આંકડો પાર કર્યો હતો. પરંતુ હવે સોમવારે ફિલ્મનો બિઝનેસ ઘટી ગયો. રવિવારે જ્યાં ફિલ્મે 27.25 કરોડ કમાયા હતા, એના મુકાબલામાં સોમવારે માત્ર 8.88 કરોડનું કલેક્શન થયું. જે ગયા ત્રણ દિવસની તુલનામાં ઘણું ઓછું છે, પણ વીકડે માટે એ સરેરાશ માનવામાં આવે. આમ, પ્રથમ ચાર દિવસમાં ફિલ્મે કુલ 67.03 કરોડનો બિઝનેસ કર્યો છે.

કુબેર

- Advertisement -

આમિર ખાનની ‘સિતારે જમીન પર’ સાથે જ ધનુષની ફિલ્મ ‘કુબેર’ પણ રિલીઝ થઈ હતી. વીકેન્ડમાં ફિલ્મે સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ સોમવારે ફિલ્મનું કલેક્શન ખાસ સારું રહ્યું નથી. આંકડા પ્રમાણે, સોમવારે ‘કુબેર’એ માત્ર 6.50 કરોડનો જ બિઝનેસ કર્યો. આમ ચાર દિવસમાં ફિલ્મનો કુલ બિઝનેસ 55.10 કરોડ સુધી પહોંચી ગયો છે.

હાઉસફુલ 5

- Advertisement -

મલ્ટીસ્ટારર કોમેડી ફિલ્મ ‘હાઉસફુલ 5’ ત્રીજા અઠવાડિયામાં પણ કરોડોમાં કમાણી કરી રહી છે. ત્રીજા રવિવારે ફિલ્મે 3.5 કરોડ કમાયા હતા, જયારે ત્રીજા સોમવારે એનું કલેક્શન 1.15 કરોડ રહ્યું હતું. હવે 18 દિવસમાં ફિલ્મનો કુલ બિઝનેસ 177.25 કરોડ સુધી પહોંચી ગયો છે.

હાઉ ટૂ ટ્રેઇન યૉર ડ્રેગન

હોલિવૂડ ફિલ્મ ‘હાઉ ટૂ ટ્રેઇન યૉર ડ્રેગન’ સિનેમાઘરોમાં હજુ પણ ચાલી રહી છે. પણ હિન્દી ભાષામાં ફિલ્મનો બિઝનેસ સતત ઘટી રહ્યો છે. સોમવારે ફિલ્મના 11મા દિવસે હિન્દી વર્ઝને માત્ર 12 લાખનો જ બિઝનેસ કર્યો, જયારે અંગ્રેજી વર્ઝને 34 લાખનો બિઝનેસ કર્યો. ફિલ્મએ ભારતમાં અત્યાર સુધીમાં કુલ 20.64 કરોડનો બિઝનેસ કર્યો છે.

Share This Article