Imran Khan is living in a live-in relationship : વર્ષોથી જાણીતા અભિનેતા ગર્લફ્રેન્ડ સાથે લિવ-ઈનમાં, પત્નીથી લઈ ચૂક્યો છે છૂટાછેડાં

Arati Parmar
1 Min Read

Imran Khan is living in a live-in relationship : વર્ષ 2000થી એક્ટર ઈમરાન ખાને ‘જાને તૂ યા જાને ના’ ડેબ્યુ કર્યું. તેણે પોતાના ચાર્મિંગ લુકના કારણે ઘણી ફીમેલ ચાહકોના દિલ જીતી લીધા હતા. પરંતુ કેટલાક વર્ષોથી આ ગાયબ છે. મોટા પરદેથી દૂર છે. જોકે, હવે તે ફરી એકવાર કમબેક કરવા માંગે છે, પરંતુ હાલમાં તેની પાસે કોઈ પ્રોજેક્ટ નથી કે, જેના પર તે કામ કરી શકે.

હાલમાં જ ઈમરાન એક પોડકાસ્ટમાં જોવા મળ્યો હતો. મોર્ડન ડેટિંગ કોન્સેષ્ટને લઈને તેણે ખુલ્લીને વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, ઈમરાને પત્નિ અવંતિકા મલિકને છૂટાછેડા આપી દીધા છે. હવે આ એક્ટર લેખા વોશિંગટન સાથે લિવ ઈન રિલેશનમાં રહે છે. ઈમરાને લેખા સાથે પહેલા મુલાકાતને યાદ કરતાં કહ્યું કે, અમે બંને એક સારા મિત્રોના ગ્રુપનો ભાગ હતા.

- Advertisement -

લેખાનો પૂર્વ જીવનસાથી મારો ખૂબ જૂનો સ્કૂલનો મિત્ર હતો. એટલે અમે બંને એક જ ગ્રુપનો ભાગ હતા. જ્યારે અમે બંનેએ સંબંધોની શરુઆત કરી હતી તો અમે અલગ- અલગ ઘરમાં રહેતા હતા. “થોડા સમય પછી, લેખાએ મને કહ્યું કે આપણે સાથે રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. અમારા બંનેના જીવન જીવવાની રીત ખૂબ જ અલગ છે. મારી પાસે ઘણી બધી વસ્તુઓ છે, પણ લેખા કહે છે કે મારી પાસે તું છે.”

 

- Advertisement -

 

Share This Article