Kesari 2 Release : કરણ જોહર આવતીકાલે અક્ષય કુમાર અને અનન્યા પાંડેની ‘કેસરી ટૂ’ ફિલ્મની ઘોષણા કરે તેવી સંભાવના છે. પોતે પોતાની પ્રોડક્શન કંપનીની નવી ફિલ્મ લાવી રહ્યો છે તેવું જાહેર કરતી એક પોસ્ટ તેણે આજે સોશિયલ મીડિયા પર મૂકી હતી. આ પોસ્ટનું બેકગ્રાઉન્ડ કેસરી રંગનું હોવાથી તેના આધારે ફિલ્મ ચાહકો આ ‘કેસરી ટૂ’ની ઘોષણા હોઈ શકે છે તેવું માની રહ્યા છે.
આ ફિલ્મ એડવોકેટ સી. શંકરન નાયરની બાયોપિક છે. અક્ષય કુમારની જૂની ‘કેસરી’ ફિલ્મની વાર્તા સાથે તેને કોઈ લેવાદેવા નથી. પરંતુ, આજકાલ ફ્રેન્ચાઈઝી ફિલ્મોનો ટ્રેન્ડ ચાલતો હોવાથી અને અક્ષય કુમારને પણ હિટ ફિલ્મની તાતી જરુર હોવાથી એક ગતકડાં તરીકે આ ફિલ્મને ‘કેસરી ટૂ’નું ટાઈટલ આપી દેવાયું હોવાનું મનાય છે.
દરમિયાન આ સોશિયલ મીડિયા પોસ્ટમાં કરણ જોહરે પોતાના પર લાગતા નેપોટિઝમના આરોપોનો બચાવ કર્યો હતો.
તેણે જણાવ્યું હતું કે તેણે પોતાની પ્રોડક્શન કંપનીમાં જે દિગ્દર્શકોને ચાન્સ આપ્યો છે તેમાંથી ૯૦ ટકા ફિલ્મ જગતની બહારના સર્જકો છે.