શાહરૂખ ખાને પોતાના ઘરના ગણપતિ બાપ્પાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
મુંબઈ ગણપતિ બાપ્પાને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે. ફિલ્મી દુનિયાની અનેક હસ્તીઓના ઘરે પણ બપ્પાજી પધાર્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બોલિવૂડ બાદશાહ શાહરૂખ ખાનના ‘મન્નત’ બંગલામાં ગણપતિ બાપ્પાનું આગમન થયું છે. શાહરૂખના ઘરે વિધિ મુજબ બાપ્પાની પૂજા કરવામાં આવી હતી. શાહરૂખ ખાને પોતાના ઘરના ગણપતિ બાપ્પાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
ઇન્સ્ટાગ્રામ પર બાપ્પાના આગમનનો ફોટો શેર કરતી વખતે શાહરૂખ ખાને કેપ્શનમાં લખ્યું, ‘ગણેશ ચતુર્થીના આ શુભ અવસર પર, ગણપતિ બાપ્પા આપણા બધાને અને અમારા પરિવારને સ્વાસ્થ્ય, પ્રેમ અને ખુશીઓ આપે… અને હા, ઘણાં બધાં મોડક્સ પણ.’ શાહરૂખના ફેન્સ આ પોસ્ટ પર ઘણી કોમેન્ટ કરીને તેના વખાણ કરી રહ્યા છે. તેણે શેર કરેલ આ ફોટો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

શાહરૂખ ખાનનો ધર્મ ભલે અલગ હોય, પરંતુ તે ગણેશ ઉત્સવથી લઈને દિવાળી સુધીના તમામ તહેવારો ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. શાહરૂખ સેક્યુલર એક્ટર તરીકે ઓળખાય છે. દર વર્ષે ગણપતિ બાપ્પા ‘મન્નત’ બંગલામાં નિવાસ કરે છે. શાહરૂખના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ફિલ્મ ‘કિંગ’માં જોવા મળશે. રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મમાં તે દીકરી સુહાના ખાન અને અભિષેક બચ્ચન સાથે જોવા મળશે, જેનું શૂટિંગ હાલમાં ચાલી રહ્યું છે.

