Ahmedabad Metro Phase 2 Update: ગુજરાત: જૂનથી નવી મેટ્રોની ડિલિવરી, 2027 સુધી દોડશે 1960 ઇલેક્ટ્રિક બસો, અમદાવાદને મોટો બૂસ્ટ

Arati Parmar
3 Min Read

Ahmedabad Metro Phase 2 Update: 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે પસંદ કરાયેલા અમદાવાદને વર્લ્ડ ક્લાસ સુવિધાઓથી સજ્જ કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અમદાવાદને જ્યાં આગામી બે વર્ષમાં બુલેટ ટ્રેનની કનેક્ટિવિટી મળી જશે, તો બીજી તરફ શહેરમાં ટ્રાન્સપોર્ટ વ્યવસ્થાને મજબૂત કરવા માટે મેટ્રોના કાફલામાં પણ વધારો થશે. તાજેતરના અપડેટ મુજબ, જૂન 2026 થી પશ્ચિમ બંગાળમાં બની રહેલા નવા મેટ્રો સેટની ડિલિવરી શરૂ થઈ જશે. અમદાવાદ અને ગાંધીનગરમાં અત્યારે GMRC (ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન) 32 મેટ્રો સાથે સેવા આપી રહ્યું છે. નવા મેટ્રો સેટ મળ્યા બાદ અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રોની ફ્રીક્વન્સી વધશે (સમયગાળો ઘટશે). આનાથી લોકોને ફાયદો થશે, તો બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ શહેરમાં અત્યારથી જ પ્રદૂષણ ઘટાડવાની ઝુંબેશ હેઠળ 2027 સુધીમાં 1960 ઇલેક્ટ્રિક બસો જોડવાનો નિર્ણય કર્યો છે.

બંગાળથી આવશે નવી મેટ્રો

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) લિમિટેડે જણાવ્યું કે અમદાવાદ મેટ્રો માટે ટીટાગઢ રેલ સિસ્ટમ લિમિટેડ પાસેથી ઓર્ડર કરાયેલા 10 મેટ્રો ટ્રેનસેટની ડિલિવરી જૂન 2026 થી શરૂ થવાની અપેક્ષા છે. આ મેટ્રો નવી ટેકનોલોજીથી સજ્જ છે, જેમાં મુસાફરોને સફરનો નવો અનુભવ મળશે.

- Advertisement -
  • GMRC એ 2023 માં બંગાળની ટીટાગઢ રેલ સિસ્ટમને 10 મેટ્રો ટ્રેન સેટનો ઓર્ડર આપ્યો હતો.

  • આ કોન્ટ્રાક્ટ 350 કરોડ રૂપિયા માં થયો હતો.

  • આ ઓર્ડરનો પહેલો ટ્રેનસેટ ડિસેમ્બર 2025 માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટીટાગઢની કોલકાતા ફેસિલિટીમાં રજૂ કર્યો હતો, જ્યારે બાકીના ટ્રેનસેટ આ વર્ષે જૂનથી શહેરમાં આવવાના શરૂ થઈ જશે.

  • અમદાવાદ મેટ્રો ફેઝ-II, જે અમદાવાદ અને રાજ્યની રાજધાની ગાંધીનગરને જોડે છે, તે કાર્યરત છે; અત્યારે લગભગ 32 ટ્રેનસેટ સેવામાં છે. 10 નવા ટ્રેનસેટ જોડાવાથી મુસાફરોની વધતી માંગ અને નેટવર્કના ભવિષ્યના વિસ્તરણને ટેકો મળવાની આશા છે.

નવી બસો અમદાવાદમાં પ્રદૂષણ ઘટાડશે

અમદાવાદને 2027 સુધીમાં 1960 AC ઇલેક્ટ્રિક બસો મળશે. ગ્રીન ટ્રાન્સપોર્ટને મજબૂત કરવા માટે, AMC એ નવી ઇલેક્ટ્રિક બસોના મોટા પાયે ઓર્ડર આપ્યા છે.

  • છેલ્લા એક વર્ષમાં કુલ 561 ઇલેક્ટ્રિક બસોના ઓર્ડર અપાયા છે, જેમાંથી 311 AMTS માટે અને 250 BRTS માટે છે.

  • મ્યુનિસિપલ કોર્પોરેશને જણાવ્યું કે આ બસોનો સપ્લાય અને તેમનું તબક્કાવાર સંચાલન 2026 માં શરૂ થશે.

  • આ ઉપરાંત, PM E-DRIVE કાર્યક્રમ હેઠળ 1,000 ઇલેક્ટ્રિક બસોનો ઓર્ડર આપવામાં આવ્યો છે.

  • 660 વધુ ઇલેક્ટ્રિક બસો માટે ટેન્ડર પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે, જ્યારે 300 વધુ બસો માટે ટેન્ડર બહાર પાડવાની તૈયારી કરવામાં આવી રહી છે.

આ નવી બસો જોડાવાથી 2027 સુધીમાં શહેરના કાફલામાં કુલ 1,960 નવી ઇલેક્ટ્રિક બસો સામેલ થવાની અપેક્ષા છે. આગામી પાંચ વર્ષમાં AMTS અને BRTS માટે કુલ 2,700 ઇલેક્ટ્રિક બસોનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. અત્યારે અમદાવાદમાં લગભગ 400 CNG AC બસો ચાલી રહી છે. નવી ઇલેક્ટ્રિક બસો જોડાવાથી, શહેર પાસે કુલ લગભગ 3,100 બસોનો ગ્રીન મોબિલિટી કાફલો થઈ જશે.

- Advertisement -
Share This Article