Khavda Surat: ખાવડાથી સુરત: Adani નો ₹18,000 કરોડનો પ્રોજેક્ટ – પણ ભરશે જનતા ₹45,000 કરોડ
KPS III ખાવડા-ઓલપાડ 2500 MW HVDC લાઇન માટે Adani ખર્ચશે ₹18,000 કરોડ. 15.5% ગેરંટીડ રિટર્ન + વ્યાજથી જનતા 25 વર્ષમાં ભરશે ₹45,000 કરોડ. ટ્રાન્સમિશન ચાર્જનું ગણિત ખુલ્લું.
₹18,000 ના નામે ₹45,000 નો ખેલ
Adani Energy Solutions એ ગુજરાત સરકાર પાસેથી ખાવડા થી સુરત ઓલપાડ સુધી 2500 MW ગ્રીન પાવર લાઇન જીતી. કંપની કહે છે “પ્રોજેક્ટ કોસ્ટ ₹18,000 કરોડ”. પણ આખી કહાની અહીં પૂરી નથી,
ગેરંટીડ પ્રોફિટનું ગણિત
સરકાર ટ્રાન્સમિશન પ્રોજેક્ટ “Cost + 15.5% RoE” પર આપે છે. એટલે Adani એ ₹18,000 કરોડ ખર્ચા તો વર્ષે ₹2,790 કરોડ પ્રોફિટ પાક્કો.
25 વર્ષ × ₹2,790 કરોડ = ₹69,750 કરોડ ફક્ત પ્રોફિટ.
– ₹18,000 કરોડ મુદ્દલ + વ્યાજ. ટોટલ જનતાના ખિસ્સામાંથી ₹45,000 કરોડ થી વધુ નીકળશે.
પૈસા કોણ ભરશે?
તું, હું, બધા. દર મહિનાના વીજ બિલમાં “ટ્રાન્સમિશન ચાર્જ” ના નામે.
1 યુનિટ વીજળી વાપરો એટલે ₹0.80-₹1.20 સીધો Adani ના ખાતામાં. લાઇટ ચાલુ-બંધ કરો, ફેન ચલાવો, AC ચલાવો – ચાર્જ ચાલુ જ રહેશે.
સરકારી ફાયદા અલગ
આ ₹45,000 કરોડ ઉપરાંત Adani ને બીજા ફાયદા:
1. જમીન: કચ્છની સરકારી જમીન 99 વર્ષે ₹5,000/એકર/વર્ષ. બજાર ભાવ ₹50 લાખ.
2. લોન: PFC-REC પાસેથી 7-8% વ્યાજે. બજારમાં 12% હોય.
3. ટેક્સ રાહત: ગ્રીન પ્રોજેક્ટના નામે 10 વર્ષ ટેક્સ હોલિડે, કસ્ટમ ડ્યુટી માફ.
રિસ્ક 0%, નુકસાન 0%, નફો 100% ગેરંટીડ.
ફાયદો તો છે જ
ગ્રીન પાવર મળશે, લોડશેડિંગ ઓછું થશે, કચ્છ-સુરતમાં નોકરી મળશે એ ના નથી.
પણ સવાલ એ જ: 2500 MW લાઇન બનાવવા જનતાએ ₹45,000 કરોડ કેમ ભરવા?
PowerGrid એ જ કામ 13% RoE માં કરી આપે. Adani ને 15.5% કેમ?
સીધો સવાલ:
ખાવડાનો ઉજાશ મફતનો છે? થાંભલા નાખવા ₹18,000 કરોડ. સમજ્યા.
પણ 25 વર્ષમાં ₹45,000 કરોડ ભર્યા પછી પણ યુનિટ ₹10 રહે તો આ “ગ્રીન ક્રાંતિ” કોના ખિસ્સે થઈ?
જનતા માટે વીજળી સસ્તી અને પારદર્શી ટ્રાન્સમિશન ચાર્જ જોઈએ. નહીંતર “ગ્રીન” ના નામે મિડલ ક્લાસની ખો નીકળશે.
Khavda Surat 18000 crore project, janta bhare 45000 crore, Adani transmission charge, guaranteed return 15.5 percent, electricity bill burden

