Emergency Meeting in Gujarat : ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ગુજરાત સરકાર હરકતમાં, CMએ ઇમરજન્સી બેઠક બોલાવી

Arati Parmar
By Arati Parmar 1 Min Read

Emergency Meeting in Gujarat : પહલગામ હુમલા બાદ ભારતે ઓપરેશ સિંદૂર પાર પાડ્યું છે. ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ વધ્યું છે. મોડી રાત્રે પાકિસ્તાને પંજાબ-રાજસ્થાન અને કાશ્મીરના સરહદી વિસ્તારોમાં ડ્રોન એટેક અને મિસાઇલ હુમલો કરતાં કેન્દ્રીય ગૃહ વિભાગે સરહદી વિસ્તારોને સતર્ક રહેવા આદેશ આપ્યો હતો.

ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે ગુજરાતના કચ્છ અને બનાસકાંઠામાં 7 કલાક સુધી બ્લેકઆઉટ જાહેર કરાયો હતો. ત્યારે ગુજરાત રાજ્ય પણ સરહદી વિસ્તાર હોવાના કારણે પરિસ્થિતિને ધ્યાને લઈ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી ગાંધીનગરમાં બેઠક શરૂ થઇ ગઇ છે. આ બેઠકમાં આગળની રણનીતિ નક્કી કરાશે.

- Advertisement -

અન્ય જિલ્લાઓમાં સતર્કતાને લઇને ચર્ચા કરવામાં આવશે. ગુજરાતની અલગ-અલગ બોર્ડર જે પાકિસ્તાન સાથે જોડાયેલી છે તે જિલ્લાઓની સુરક્ષા માટે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. ગુરૂવારે રાત્રે પાકિસ્તાન તરફથી હુમલા બાદ ઇમરજન્સીની સ્થિતિમાં રાહત કામગીરીને લઇને કેવી તૈયારીઓ રાખવી તે અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

બુધવારે પણ સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં બનાસકાંઠા, પાટણ અને કચ્છ ત્રણ જિલ્લાના આરોગ્યકર્મીઓ, પોલીસકર્મીઓની રજા રદ કરવામાં આવી છે. સરહદી જિલ્લાના તમામ સ્ટાફને ક્વાર્ટર ન છોડવાના આદેશ આપવામાં આવ્યા છે. બ્લડ બેંકમાં લોહીની સુવિધા રાખવી, હોસ્પિટલોમાં બેડની સુવિધા તેમજ મેડિકલ ઇમરજન્સીની તૈયારીઓ રાખવા સૂચના આપી દેવામાં આવી છે. આ બેઠકમાં આગળની રણનીતિ નક્કી કરાશે.

- Advertisement -
Share This Article