Nal Jal Yojna: વાઈબ્રન્ટ ગુજરાતમાં નલ સે જલ યોજના નિષ્ફળ, 290 ગામોમાં ટેન્કર રાજ, શુદ્ધ પાણીનો અભાવ

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Nal Jal Yojna: ગુજરાતમાં એક તરફ, કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઊઠ્યાં છે તો, બીજી તરફ, ચારેકોર પાણીના પોકાર ઊઠ્યાં છે. ખાસ કરીને છેવાડાના ગામડાઓમાં તો લોકોને પાણી માટે ભટકવું પડી રહ્યુ છે. નર્મદાના નીર છેવાડાના ગામડા સુધી પહોચ્યાં છે અને નલ સે જલ યોજના થકી ઘર ઘર સુધી પીવાનું પાણી પહોંચ્યુ છે તેવા દાવાનો પરપોટો ફુટ્યો છે.

નલ સે જલ યોજના ભ્રષ્ટાચારનું માધ્યમ બની

- Advertisement -

સરકારનો જ રિપોર્ટ છે કે, 290 ગામડાઓમાં ટેન્કરના માધ્યમથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. ગામડાઓ જ નહીં, અમદાવાદ જેવા શહેરોમાં ય ટેન્કરથી પાણી પહોચતું કરવામાં આવી રહ્યાં છે. વાઈબ્રન્ટ ગુજરાતની કમનસીબી જુઓ કે, આજે પણ લોકોને પીવાનુ શુદ્ધ પાણી મળી રહ્યું નથી. આજે પણ 700થી વધુ ગામડાઓના ગ્રામજનો કૂવા અને હેન્ડપંપથી પીવાનુ પાણી મેળવવા મજબૂર છે.

Share This Article