Free Transport Service: સરકારની મફત ટ્રાન્સપોર્ટ સેવા, 1.66 લાખ વિદ્યાર્થીઓને મળશે લાભ

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Free Transport Service: સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓને વિનામૂલ્ય પરિવહન સેવાનો લાભ આપવા માટે ગત વર્ષે 2024 માં કરાયેલા ઠરાવ અંતર્ગત રાજ્યની પ્રાથમિક સ્કૂલો બાદ હવે સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલોમાં અભ્યાસ કરતા 1.66 લાખ વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશનની સુવિધાનો લાભ મળશે. શિક્ષણ વિભાગ દ્વારા આ વિદ્યાર્થીઓ પણ ઘરેથી સ્કૂલ જવા માટે પરિવહનની સેવાનો લાભ લઈ શકે તે માટે દરખાસ્ત મંગાવવાનું નક્કી કર્યું છે. જેમાં 7 મે સુધીમાં દરખાસ્ત મળ્યા બાદ 12 મે સુધીમાં મંજૂરીની કાર્યવાહીપૂર્ણ કરવામાં આવશે. વિદ્યાર્થીના ઘરથી 5 કિ.મી. કરતા વધુ દૂર આવેલી સ્કૂલ માટે પરિવહન યોજનાનો લાભ મળશે.

વિદ્યાર્થી કન્સેશન પાસની સુવિધા

- Advertisement -

સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની બસોમાં શાળા સુધી મુસાફરી કરી શકે તે માટે વિદ્યાર્થી કન્સેશન પાસની સુવિધા આપવામાં આવેલી છે. ઉપરાંત સરકારી પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોના વિદ્યાર્થીઓને ઘરથી શાળા સુધીના અંતરના નિયમો મુજબ શાળા પરિવહનની સુવિધા નિયત સંખ્યાની મર્યાદામાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

Share This Article