Uttarkashi Helicopter Crash Update: ઉત્તરકાશી હેલિકોપ્ટર દુર્ઘટનામાં વડોદરાના પાઇલટનું મોત, પરિવારજનો પાર્થિવદેહ લેવા રવાના

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Uttarkashi Helicopter Crash Update: ચારધામ યાત્રા વચ્ચે ગુરૂવારે (8 મે) ઉત્તરકાશી જિલ્લામાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. મુસાફરો ચારધામ યાત્રા પર ગયા હતા અને તેમને બરસાલીથી ગંગોત્રી પામ જવાનું હતું. હેલિકોપ્ટર ખાનગી કંપની એરોટ્રાન્સનું હતું. આ 7 સીટર હેલિકોપ્ટર ગંગોત્રી પાસે ક્રેશ થયું હતું. દુર્ઘટનામાં વડોદરાના પ્રતાપગંજ વિસ્તારમાં રહેતા 59 વર્ષીય પાઇલટ રોબિન સિંહનું પણ મોત નીપજ્યું હતું. રોબિન સિંહ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી એરોટ્રાન્સ કંપનીમાં પાઇલટ તરીકે ફરજ બજાવતા હતા. તેમનો આખો પરિવાર વડોદરા ખાતે રહે છે. દુર્ઘટનાની જાણ પરિવાર તુરંત ઉત્તરકાશી જવા રવાના થયો હતો.

પાર્થિવદેહ લેવા ઉત્તરકાશી જવા રવાના
રોબિન સિંહના બે ભાઈ અને બે બહેનો છે, તેમની પત્ની હાઉસવાઈફ છે અને પુત્રી અભ્યાસ કરે છે, જ્યારે નાનો ભાઈ બેંગ્લોર ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આ ઘટનાથી પરિવાર તથા સંબંધીઓને ઘેરો આઘાત લાગ્યો છે. મોટા ભાઈ રિકા સિંહ રોબિનનો પાર્થિવદેહ વડોદરા લાવવા માટે ઉત્તરકાશી જવા નીકળ્યા છે.

- Advertisement -

મુખ્યમંત્રીના હેલિકોપ્ટરના પાઈલોટ તરીકે સેવા આપી ચૂક્યા છે

કેપ્ટન રોબિન સિંહ એરફોસ ગૃપ કેપ્ટન હતા, બે વર્ષ સુધી તેમણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હેલિકોપ્ટરના પાઇલટ તરીકે ફરજ બજાવી હતી. નિવૃત્ત થયા બાદ તેઓ ખાનગી કંપનીમાં સેવા આપી રહ્યા હતા. સપ્તાહ અગાઉ બે મહિના માટે તેઓ દહેરાદુન ગયા હતા.

- Advertisement -

હવામાન વિભાગનું એલર્ટ

નોંધનીય છે કે, ઉત્તરકાશીમાં છેલ્લાં ઘણાં સમયથી વાતાવરણ ખરાબ છે. હવામાન વિભાગે આ માટે એલર્ટ પણ જાહેર કર્યું હતું. ચારધામ યાત્રાના રસ્તામાં અનેક જગ્યાએ ભારે વરસાદના સમાચાર પણ સામે આવ્યા હતાં.

- Advertisement -
Share This Article