અમદાવાદ : અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા એક્રોપોલિસ મોલના બીજા માળે આગ લાગવાની ઘટના બની હતી. ઘટના બની જાણ થતા ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લીધી છે. આગ લાગતાની સાથે મોલને ખાલી કરાવી દેવામાં આવ્યો છે. આ ઘટનામાં આત્યા સુધી કોઈ જાનહાનિ થઈ નથી. લોકોને બહાર કઢાયા હતા.

શોર્ટ સર્કીટના કારણે આગ લાગી હોવાનુ અનુમાન
મોલમાં આવેલા થિયેટર અને ઓફિસોમાં રહેલાં લોકોને તાત્કાલિક બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આગના પગલે ધુમાડો ફેલાઈ જતા તેને દૂર કરવાની અને કુલિંગની કામગીરી ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. આગ કઈ રીતે લાગી તેનું કારણ સામે આવ્યું નથી.પરંતુ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કીટના કારણે આગ લાગી હોવાનુ બહાર આવ્યુ છે.

