દ્વારકા નજીકનાં બગડિયા ગામ પાસે ગમખ્વાર અકસ્માત : સાત મોત

Reena Brahmbhatt
1 Min Read

દ્વારકા, તા. 28 : દ્વારકા નજીકનાં બગડિયા ગામ પાસે આખલાને બચાવવા જતા ખાનગી બસ પલ્ટી ખાઈ ડિવાઇડર ઠેકી જતાં ચાર વાહન વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો અને ગાંધીનગર પંથકના બે બાળક સહિત સાત વ્યક્તિનાં મૃત્યુ નીપજ્યાં હતાં અને 14 વ્યક્તિને ઈજા થવાથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

bus accident

- Advertisement -

આ ગોઝારા અકસ્માત અંગેની વિગત એવી છે કે, દ્વારકાથી જામનગર જતી પટેલ ટ્રાવેલ્સની લક્ઝરી બસ બગડિયા ગામ પાસે પહોંચી હતી ત્યારે અચાનક રસ્તા પર આખલો આવી જતાં આખલાને બચાવવા જતાં ખાનગી બસ પલ્ટી ખાઈ ડિવાઇડર ઠેકી ગઈ હતી અને સામેની લાઇનમાં આવતી બે કાર અને બાઇક સાથે અકસ્માત સર્જાયો હતો અને હાઇ વે મરણ ચીચિયારીઓથી ગુંજી ઉઠયો હતો.

- Advertisement -
Share This Article