Fire Safety Certificate for Garba in Ahmedabad: ગરબા મહોત્સવ પહેલા તંત્ર સજાગ, અમદાવાદમાં SOP સાથે ફાયર સેફ્ટી ફરજિયાત

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Fire Safety Certificate for Garba in Ahmedabad: અમદાવાદમાં ગરબા યોજવા ફાયર સેફટી સર્ટિફિકેટ ફરજિયાત લેવુ પડશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા નવરાત્રિ સંદર્ભમાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર બહાર પાડી છે. જેનો અમલ કરાશે. ગરબા આયોજકે આયોજનના સ્થળે બહાર નીકળવા માટે બે ઈમરજન્સી એકિઝીટ રાખવી પડશે. કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા આગામી નવરાત્રિ પર્વના સંદર્ભમાં 32 મુદ્દાની SOP જાહેર કરી છે.

ફાયર સેફ્ટી સર્ટિફિકેટ લેવું ફરજિયાત

- Advertisement -

આ SOPમાં લોકોની સલામતીના મુદ્દાને મહત્ત્વ અપાયુ છે. નવી માર્ગદર્શિકા મુજબ, ગરબા આયોજક ફાયર સેફટી સર્ટિફિકેટ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કર્યા પછી ઈવેન્ટ શરૂ થવાના ત્રણ દિવસ પહેલા તેની હાર્ડ કોપી જમાલપુર ફાયર સ્ટેશન ખાતે જમા કરાવવાની રહેશે. આ પ્રક્રિયાનું પાલન નહીં કરનારા આયોજકોને મંજૂરી આપવામાં આવશે નહીં.

સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જાહેર

- Advertisement -

આયોજકોએ માત્ર ફાયર વિભાગ જ નહીં પરંતુ પોલીસ, ટ્રાફિક વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અન્ય સંબંધિત વિભાગો પાસેથી પણ જરૂરી મંજૂરી લેવી પડશે. આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (ફાયર) વિપુલ ઠક્કરે કહ્યું કે, અમદાવાદ જેવા શહેરોમાં લાખો લોકો નવરાત્રિના આયોજનમાં ભાગ લેતા હોય છે. ત્યાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેને ધ્યાનમાં રાખી આ SOPનો ફરજિયાત આયોજકોએ અમલ કરવાનો રહેશે.

SOPની મહત્ત્વની જોગવાઈ કઈ-કઈ

- Advertisement -

– આયોજકોએ મંડપ-પંડાલ સ્કૂલ,હોસ્પિટલ કે જ્વલનશીલ પદાર્થના ગોડાઉનથી દુર બનાવવાના રહેશે.

– ફાયર વિભાગના વાહનો અવરજવર કરી શકે એ માટે રોડ-રસ્તા ખુલ્લા રાખવા પડશે.

– ઈમરજન્સી એકિઝીટ પરસ્પર વિરૂધ્ધ દિશામા રાખવી પડશે.

– સીટીંગ વ્યવસ્થાથી બહાર નીકળવાના રસ્તાનુ અંતર 15 મીટરથી વધુ હોવુ ના જોઈએ.

– મંડપમાં જનમેદનીને સુચના આપવા પબ્લિક એડ્રેસ સિસ્ટમ ફરજિયાત રાખવી પડશે.

– પંડાલ કે પંડાલ બહાર સળગી ઉઠે તેવી જ્વલનશીલ સામગ્રી, પદાર્થ કે પ્રવાહી રાખી શકાશે નહીં.

– હંગામી મંડપથી દુરના અંતરે ઈલેકટ્રિક જંકશન બોર્ડ પાઈલોટીંગ લાઈટ સાથે ઉપલબ્ધ કરાવવાના રહેશે.

– સ્ટ્રકચરની અંદર અને બહાર નો સ્મોકીંગ ઝોન, એકિઝીટ, ઈમરજન્સી એકઝિટ સરળતાથી વાંચી શકાય એ રીતે ઓટો ગ્લોવ મટિરીયલમાં સાઈન લગાવવા પડશે.

– બે ફાયર એક્ષટીંગ્યુશર 6 કિલોની ક્ષમતાના, બે સી.ઓ.ટુ ફાયર એક્ષટીંગ્યુશર, 4.5 કિલોગ્રામ ક્ષમતાના અને 200 લીટર પાણી ભરીને ડ્રમ ઢાંકીને રાખવા, રેતી ભરેલી બે ડોલ મંડપ પ્રિમાઈસીસમા રાખવી પડશે.

– સ્ક્રીન હોય તો ફરજિયાત તેમા ફાયર સેફટી અંગે ફિલ્મ પ્રદર્શિત કરવાની રહેશે.

Share This Article